PM મોદીની અમેરીકાની મુલાકાત વચ્ચે વિઝા નીતિને લઈને USA એ કર્યો મહત્વનો નિર્ણય, આ પ્રોફેશ્નલ્સને થશે ફાયદો
PM મોદીની (Narendra Modi) અમેરિકન (USA) મુલાકાત વચ્ચે અમેરિકન સરકાર વિઝાનીતિમાં ફેરફાર કરશે એવી જાહેરાત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમેરિકાની યાત્રાએ છે. બરાબર એ જ સમયમાં અમેરિકન સરકારે H1B વિઝાની (H-1B visa) રિન્યૂ પ્રક્રિયા સરળ બનાવવાની જાહેરાત કરી છે. H1B વિઝા ધારકો હવે દેશમાં રહીને જ બીજા ત્રણ વર્ષ માટે વિઝા રિન્યૂ કરી શકશે. અત્યારે એક વખત વિદેશયાત્રા કર્યા બાદ કે સ્વદેશ પાછા આવ્યા બાદ ફરીથી H1B વિઝા માટે અરજી કરવાની જોગવાઈ છે.
H1B વિઝાની રિન્યૂ પ્રક્રિયા સરળ બનાવાશે
ભારતના આઈટી પ્રોફેશ્નલ્સમાં બેહદ પોપ્યુલર છે અને આ કેટેગરીના કુલ વિઝાધારકોમાંથી 73% ભારતીયો છે. સૌથી વધુ જે વિઝા લઈને ભારતીય આઈટી નિષ્ણાતો અમેરિકા જાય છે એ H1B વિઝાની રિન્યૂ પ્રક્રિયા સરળ બનાવાશે. વિદેશમાં કે સ્વદેશમાં ગયા વગર જ આ કેટેગરીના વિઝા રિન્યૂ કરવાની સવલત આપવામાં આવશે.
H1B વિઝાધારકોમાં 73% તો ભારતીયો
અત્યારે આ પાયલટ પ્રોજેક્ટ હશે એટલે અમુક ભારતીયો સહિત વિદેશી નાગરિકોને આ સુવિધા આપવામાં આવશે. તે પછી મોટાપાયે તેનો લાભ મળતો થશે. જણાવી દઈએ કે વર્ષ 2022ના આંકડાઓ પ્રમાણે 4.42 લાખ H1B વિઝાધારકો છે. એમાંથી 73% તો ભારતીયો છે. અમેરિકન ટેકનોલોજી કંપનીઓ આટલી સંખ્યામાં વિદેશી આઈટી પ્રોફેશ્નલ્સને નોકરીમાં રાખી શકે છે. એમાં ભારતની અમેરિકામાં કામ કરતી ટીસીએ અને ઈન્ફોસિસ (Infosys) ઉપરાંત ગૂગલ (Google), ફેસબુક (Facebook), એમેઝોન (Amazon) અને માઈક્રોસોફ્ટ (Microsoft) મુખ્ય છે.
- દર વર્ષે અમેરિકન સરકાર આઈટી કંપનીઓને 65 હજાર H1B વિઝા આપે છે. આ વિઝા ત્રણ વર્ષ માટે મળે છે અને તે પછી ફરીથી ત્રણ વર્ષ માટે રિન્યૂ થાય છે. પરંતુ તે માટે એક વખત સ્વદેશ આવી જવું પડે છે અથવા બીજા દેશમાં જઈને ફરીથી અરજી કરવાની રહે છે.
દેશમાં પરત આવ્યા વિના થઈ શકશે અરજી
નવી જોગવાઈ પ્રમાણે અત્યારે H1B વિઝા લઈને કાર્યરત આઈટી પ્રોફેશ્નલ્સ પણ ફરીથી વિદેશમાં કે સ્વદેશ પાછા ફર્યા વગર અરજી કરીને ત્રણ વર્ષ માટે વિઝા રિન્યૂ કરાવી શકાશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ગયા વર્ષે 1.25 લાખ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે. આટલી મોટી સંખ્યામાં અમેરિકાએ પહેલી વખત કોઈ દેશના વિદ્યાર્થીઓને સ્ટડી માટે વિઝા આપ્યા હતા.
ભારતીયોને ફાયદો થશે
હાલ અમેરીકાના IT સેક્ટરમાં છટણીઓનો (Retrenchment) તબક્કો ચાલી રહ્યો છે જે ચિંતાનો વિષય છે કારણ કે અનેક IT નિષ્ણાંતોએ 60 દિવસમાં બીજી નોકરી શોધવી પડે છે અથવા દેશમાં પરત આવી જવું પડે છે. આ બાબતે ભારતના વિદેશ મંત્રાલયને (Ministry of External Affairs) પણ રજુઆત થઈ ચુરી છે.ભારત સરકારે અમેરિકન અધિકારીઓ સામે ભારતીયોને વિઝા મેળવવામાં પડતી મુશ્કેલી બાબતે અવારનવાર રજૂઆતો કરી છે ત્યારે અમેરીકાની (America) આ જાહેરાતથી અનેક ભારતીયોને (India) ફાયદો થશે.
આ પણ વાંચો : ગુજરાતીઓ માટે સારા સમાચાર, હવે અમેરિકા જવા માટે નહીં થાય મુંબઈનો ધક્કો…!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.



