Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Black Mail : ઘરમાં ઘુસેલા ચોરે કપલની અંગત પળોનો વિડીયો ઉતાર્યો અને....

Black Mail : સિવિલ સર્વિસ પરીક્ષામાં નાપાસ થયા બાદ ચોરીના રવાડે ચડેલો એક યુવક જ્યારે ચોરી કરવા એક મકાનમાં ઘુસ્યો ત્યારે તેણે કરેલું એક કૃત્ય તેને જ ભારે પડી ગયું છે. આ યુવક ચોરીના ઈરાદે એક ઘરમાં ઘુસ્યો હતો, પરંતુ...
black mail   ઘરમાં ઘુસેલા ચોરે કપલની અંગત પળોનો વિડીયો ઉતાર્યો અને
Advertisement

Black Mail : સિવિલ સર્વિસ પરીક્ષામાં નાપાસ થયા બાદ ચોરીના રવાડે ચડેલો એક યુવક જ્યારે ચોરી કરવા એક મકાનમાં ઘુસ્યો ત્યારે તેણે કરેલું એક કૃત્ય તેને જ ભારે પડી ગયું છે. આ યુવક ચોરીના ઈરાદે એક ઘરમાં ઘુસ્યો હતો, પરંતુ ચોરી કરવાને બદલે તેણે ઘરના માલિક અને માલિકની પત્નીને બેડ પર અંગત પળો માણતા જોયા અને આ ચોરે તેનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. ચોરની બદદાનત હતી અને તેણે મકાન માલિકને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 10 લાખ માગ્યા હતા. જોકે, બ્લેકમેલ (Black Mail ) ના ડરથી પતિ-પત્નીએ બ્લેકમેઇલ કરનાર ચોર સામે પોલીસમાં કેસ દાખલ કર્યો છે.

પરીક્ષામાં ફેઇલ થતાં ચોરીના રવાડે ચડ્યો..

આ આખો મામલો છત્તીસગઢના દુર્ગનો છે. પોલીસે જણાવ્યું કે વિનય કુમાર સાહુ (28) નામના યુવકે સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને PSCની પરીક્ષા પણ આપી હતી, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. આનાથી નારાજ સાહુએ તેની કારકિર્દી બદલવાનું નક્કી કર્યું અને તેના વિસ્તારની શાકભાજી માર્કેટમાં આવતા ગ્રાહકોના મોબાઇલ ફોન ચોરી કરવાનું શરૂ કર્યું હતું. તેણે નાની મોટી ચોરીઓ પણ શરૂ કરી દીધી. ખાસ વાત એ છે કે આરોપી તેના પરિચિત વિસ્તારથી આગળ ગયો ન હતો. તે આ જ વિસ્તારમાં વારંવાર ચોરીઓ કરતો હતો.

Advertisement

ચોરી કરવા ઘુસ્યો ત્યારે કપલને અંગત પળો માણતા જોયું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી વિનય સાહુએ દુર્ગના અહિવારા વિસ્તારમાં જે કપલની અતરંગ પળોનો વીડિયો ઉતાર્યો હતો તેના ઘરે તે અગાઉ પણ બે વખથ ચોરી કરી ચુક્યો હતો. ત્રીજી વાર તે ચોરી કરવા ગયો ત્યારે તેને વિશ્વાસ હતો કે તેને નિષ્ફળતા નહીં મળે. ફરીથી રાત્રે તે કપલના ઘેર ચોરી કરવા ઘુસ્યો હતો. ચોરી કરવા માટે તે પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની નજર ગઇ કે આ કપલ તેમના બેડ પર અંગત પળો માણી રહ્યું હતું જેથી આ ચોર બારી પાસે છુપાઇ ગયો હતો અને ચોરી કરેલા ફોનથી જ તેણે આ કપલનો અંગત પળો માણતો વીડિયો ઉતારી લીધો હતો.

Advertisement

10 લાખ માગી આપી ધમકી

જો કે બીજા દિવસે સવારે જ્યારે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર એક વીડિયો આવ્યો ત્યારે કપલ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. વીડિયો મોકલનારે 10 લાખ ફોન કરીને માગ્યા હતા અને જો 10 લાખ નહીં મળે તો આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ દંપતીને ખબર નહોતી કે તેમની અંગત પળો કેવી રીતે રેકોર્ડ કરવામાં આવી. તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં વીડિયો ક્યાંથી આવ્યો હતો અને ખંડણીનો કોલ આવ્યો હતો તેનો ઉલ્લેખ કર્યો હતો.

કપલની અંગત પળોનો વીડિયો ડિલીટ કરાયો

પોલીસે આરોપી સુધી પહોંચવા અને તેની ધરપકડ કરવા માટે વિશેષ ટીમ બનાવી હતી. સાયબર સેલને મોબાઈલ નંબર ટ્રેક કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી પોલીસ ટીમે તત્પરતા દાખવી આરોપીની ધરપકડ કરી હતી. જ્યાં સુધી પોલીસે તેની ધરપકડ કરી ત્યાં સુધી આરોપી તે જ મોબાઈલ અને તે જ નંબરનો ઉપયોગ કરતો હતો. પોલીસે તેની પાસેથી ચોરીના 3 મોબાઈલ સીમકાર્ડ અને હેન્ડસેટ કબજે કર્યા હતા. તે જ સમયે, કપલની અંગત પળોનો વીડિયો ડિલીટ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો---- Indian Railway : શખ્સ પર Upper Berth પડતા મોત, રેલ્વેએ આપી આ પ્રતિક્રિયા

Tags :
Advertisement

.

×