ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરતમાં 32 કરોડના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો, ફરિયાદી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ!

કાપોદ્રા પોલીસે ઉકેલ્યો 32 કરોડની ચોરીનો ભેદ, ફરિયાદીનું ષડયંત્ર ખુલ્લું
07:15 PM Aug 19, 2025 IST | Mujahid Tunvar
કાપોદ્રા પોલીસે ઉકેલ્યો 32 કરોડની ચોરીનો ભેદ, ફરિયાદીનું ષડયંત્ર ખુલ્લું

સુરત : સુરતના કાપોદ્રા વિસ્તારમાં 32 કરોડના રફ હીરાની ચોરીના સનસનાટીભર્યા કેસમાં પોલીસે માત્ર કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચોરીનો મુખ્ય આરોપી ખુદ ફરિયાદી જ નીકળ્યો, જેણે પાંચ સાગરિતો સાથે મળીને 10 લાખ રૂપિયા આપીને ચોરીનું તરકટ રચ્યું હતું. કાપોદ્રા પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત તપાસે આ ગુનાને ઉઘાડો પાડી આરોપીઓની ધરપકડ કરી છે.

ચોરીનું નાટક અને ફરિયાદીનું ષડયંત્ર

પોલીસે આપેલી માહિતી અનુસાર, દેવેન્દ્રકુમાર ચૌધરી ઉર્ફે ડી.કે. મારવાડીએ દેવું વધી જતાં વીમો પકવવા ચોરીનો પ્લાન બનાવ્યો હતો. તેણે 10 દિવસ પહેલા જ ઇન્સ્યોરન્સ રિન્યૂ કર્યો હતો. પોલીસને તે વાતને લઈને શંકા ગઈ હતી કે, ચોરોએ કંપનીમાં ઘુસવા માટે એકપણ તાળું તોડ્યું નહતું. તો તેઓ અંદર કેવી રીતે ઘુસ્યા તે પ્રશ્નને લઈને પોલીસનું માથું ઠંક્યું હતું. તે ઉપરાંત ઈન્સ્યોરન્સને રિન્યૂ કર્યાના 10 દિવસ જ થયા હોવાના લીધે પણ પોલીસને શંકા ગઈ હતી. આમ આ બંને મુદ્દાઓને લઈને પોલીસે પોતાની આખી તપાસની દિશા બદલી નાંખી હતી.

કાપોદ્રા વિસ્તારમાં થયેલી 32 કરોડના રફ હીરાની ચોરીની ફરિયાદ નોંધાવનાર વ્યક્તિએ જ આ ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.  પોલીસની સઘન પૂછપરછમાં ફરિયાદીએ કબૂલ્યું કે તેણે 10 લાખ રૂપિયાના કરાર હેઠળ પાંચ લોકોને આ ચોરીનું નાટક રચવા માટે સમજાવ્યા હતા. આરોપીઓએ ગેસ કટરનો ઉપયોગ કરીને ત્રણ લેયરની તિજોરી કાપી અને ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી બાદ ફરિયાદીએ આ પાંચેયને 5 લાખ રૂપિયા ચૂકવ્યા અને પોતે જ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી, જેથી શંકા ન જાય.

આ પણ વાંચો- દેવાયત ખવડ તો માસ્ટર માઇન્ડ નિકળ્યા, પોલીસના હાથમાંથી રેતની જેમ સરકી ગયા

પોલીસની સઘન તપાસ

પોલીસને પોતાની સઘન તપાસમાં જાણવા મળ્યું હતું કે, દેવેન્દ્રકુમાર ચૌધરીએ ચોરીના નાટકમાં તેના બંને દીકરા પિયુષ અને ઇશાન ચૌધરીને સામેલ કર્યા હતા. તે ઉપરાંત પોતાના ડ્રાઇવરને પણ ચોરી બાબતે મહત્વપૂર્ણ ભૂમિકા સોંપી હોવાનું જાણવા મળ્યું છે.  ચોરીની ઘટના બાદ એક પુત્ર હાજર હતો. જ્યારે બીજો પુત્ર જોવા પણ મળ્યો ન હતો. જે પાંચ લોકો રીક્ષામાં ચોરી કરવા આવ્યા હતા, તેમાં પુત્ર પણ સીસીટીવીમાં જોવા મળ્યો હતો.

ચોરીની ફરિયાદ નોંધાતાં જ કાપોદ્રા પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આઠ ટીમો બનાવી, જેમાં 8 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 100 જેટલા પોલીસ કર્મચારીઓ સામેલ હતા. આ ટીમોએ કાપોદ્રા, વરાછા અને અન્ય વિસ્તારોના 350થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ ઓટો રિક્ષામાં આવ્યા હતા અને સ્ટેશન નજીક ઉતર્યા હતા, જ્યાંથી તેઓ ટ્રેન મારફતે અન્ય રાજ્યમાં ફરાર થયા હોવાની શંકા હતી.

ફરિયાદીની પૂછપરછથી ભેદ ખૂલ્યો

પોલીસે ફરિયાદીની સઘન પૂછપરછ કરતાં આખો ખેલ ખુલ્લો પડ્યો. ફરિયાદીએ જાતે આ ચોરીનું આયોજન કર્યું હતું અને પાંચ સાગરિતોને નાટક રચવા માટે 10 લાખનો કરાર કર્યો હતો. આરોપીઓએ ગેસ કટરનો ઉપયોગ કરીને તિજોરીમાંથી 32 કરોડના રફ હીરા ચોર્યા અને ફરિયાદીએ તેમને 5 લાખ ચૂકવી દીધા. આ નાટકને વાસ્તવિક બનાવવા ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસે આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો.

કાપોદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદી સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 380 (ચોરી), 120B (ગુનાહિત ષડયંત્ર) અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ચોરાયેલા હીરાની રિકવરી માટે વધુ તપાસ શરૂ કરી છે, અને આરોપીઓની અન્ય રાજ્યોમાં સંડોવણીની શક્યતા પણ તપાસાઈ રહી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું, "આ કેસનો ભેદ ઝડપથી ઉકેલાયો છે, અને અમે હીરા ઉદ્યોગની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."

આ પણ વાંચો- દ્વારકામાં મેઘરાજાનો કહેર : 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, ગીર ગઢડામાં નગડિયા સંપર્ક વિહોણું

Tags :
#DiamondTheftComplainantconspiracyCrimeBranchKapodraPoliceInvestigationRoughDiamondSurat
Next Article