દેશમાં એક છેડે ગરમી તો અન્યે હિમવર્ષા થવાની સંભાવના
ઉનાળાની ગરમી (Summer heat) શરૂ થઇ ગઇ છે. દેશના ઘણા ભાગોમાં દિવસના સમયે તાપમાન (Temperatures) 40 ડિગ્રીને અડી જાય છે. ત્યારે હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે કે, દિલ્હી, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબમાં હવામાન બદલાઈ શકે છે. અહીં ગાજવીજ સાથે હળવો વરસાદ (Rain) થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 21 એપ્રિલે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.

Snowfall in Himachal Pradesh
24 કલાકમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
દેશના ઉત્તર ભાગમાં તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં શનિવારે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, કારણ કે ઉંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી અને મધ્ય અને નીચલા ટેકરીઓ પર વરસાદ પડ્યો હતો, જેના કારણે 104 રસ્તાઓ અને ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અવરોધિત થયા હતા. આ અંગે અધિકારીઓએ માહિતી આપી હતી. જણાવી દઇએ કે, ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં વીજળી અને તેજ પવન સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. જ્યાં સુધી પૂર્વોત્તર ભારતનો સંબંધ છે, ત્યાં આજે એટલે કે 21 એપ્રિલે હળવાથી સામાન્ય વરસાદ અને તોફાનની શક્યતા છે. ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ નજીવો વરસાદ પડી શકે છે. કેરળ, તટીય આંધ્રપ્રદેશ અને આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દેશના હવામાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ હિમાલય, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ છે. અરુણાચલ પ્રદેશના એક-બે વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.
Himachal: Over 100 roads blocked due to rain and snowfall, yellow alert issued
Read @ANI Story | https://t.co/oURtw103Ye#HimachalPradesh #Himachal #snowfall pic.twitter.com/F3ZHPfTIMn
— ANI Digital (@ani_digital) April 21, 2024
- દેશના અમુક રાજ્યોમાં પડી શકે કમોસમી વરસાદ
- 24 કલાકમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
- સાયક્લોનિક સર્કુલેશનને કારણે માવઠાની શક્યતા
- પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પડી શકે છે માવઠું
- ઉત્તરાખંડ, હિમાચલમાં હિમવર્ષા થવાની સંભાવના
ઉત્તરાખંડ, હિમાચલમાં હિમવર્ષા થવાની સંભાવના
પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં નજીવો વરસાદ થયો છે. અરુણાચલ પ્રદેશમાં પણ એક-બે જગ્યાએ વરસાદ થયો છે. કર્ણાટકમાં છુટાછવાયા વરસાદને કારણે હવામાનમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઓડિશા, આસામ, મેઘાલય, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તમિલનાડુ, કેરળ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણામાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશમાં તોફાનની સાથે વાવાઝોડાની સંભાવના છે. પંજાબમાં પણ હવામાન વિભાગે આંધી સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પૂર્વ ભારતમાં આગામી કેટલાક દિવસોમાં તાપમાનમાં પણ વધારો થવાની સંભાવના છે.

Himachal Pradesh Snowfall
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત
જ્યા એક તરફ ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો અહીં લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્ચા અનુસાર, છેલ્લા 4 દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો છે. જોકે, આગામી 3 દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થવાની શક્યતા છે. આજથી એટલે કે 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી તાપમાન 40 ડિગ્રી નીચે રહેશે તેવી સંભાવનાઓ છે.
- રાજ્યમાં ગરમીથી મળી આંશિક રાહત
- 4 દિવસમાં મહત્તમ 5 ડિગ્રી તાપમાન ઘટ્યું
- 3 દિવસ તાપમાન ફેરફારની શક્યતા નહિવત્
- 23 એપ્રિલ સુધી તાપમાન 40 ડિગ્રીથી નીચું રહેશે

Summer in Gujarat
રાજ્યમાં ગરમી તો છે સાથે તાપમાનમાં ઘટાડો પણ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળવાની પૂરી સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 37.6 ડિગ્રી, વડોદરામાં 39 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી, ભાવનગર 37.6 ડિગ્રી, ગાંધીનગરમાં 37.3 ડિગ્રી, અમરેલીમાં 39.4 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 37.7 ડિગ્રી, દાહોદમાં 37.1 ડિગ્રી, ડાંગમાં 36.2 ડિગ્રી, ભુજમાં 36.2 ડિગ્રી, કંડલામાં 35.6 ડિગ્રી, ડીસામાં 35.3 ડિગ્રી અને પોરબંદરમાં 35.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો - Glacier: પીર પંજાલમાં 122 હિમનદીઓ સંકોચાઈ રહી છે, વધી રહ્યું છે હિમનદી સરોવરો ફાટવાનું જોખમ
આ પણ વાંચો - Weather Update: હવામાને પોતાના તેવર બદલ્યા, આ રાજ્યો ગરમીનો પ્રકોપ વધે તેવી સંભાવના


