મધરાતે વાવાઝોડાની આંખ જમીનને સ્પર્શ કરશે ત્યારે તબાહી થશે...!
બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ દરિયા કાંઠે ટકરાઇ ચુક્યું છે. લેન્ડ ફોલ થતાં જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હજું પણ અતિ ભારે વરસાદની શંકા છે. લેન્ડ ફોલની પ્રક્રિયા આગામી 4થી 5 કલાક સુધી ચાલશે અને તેના કારણે...
Advertisement
બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ દરિયા કાંઠે ટકરાઇ ચુક્યું છે. લેન્ડ ફોલ થતાં જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હજું પણ અતિ ભારે વરસાદની શંકા છે. લેન્ડ ફોલની પ્રક્રિયા આગામી 4થી 5 કલાક સુધી ચાલશે અને તેના કારણે દરિયામાં પણ 4થી 5 મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
વાવાઝોડાની આંખ જમીનને સ્પર્શશે ત્યારે એક થી દોઢ કલાક સુધી અતિ ભારે વરસાદ
હવામાન વિભાગે જણાવ્યું કે વાવાઝોડાની આંખ જમીનને સ્પર્શશે ત્યારે એક થી દોઢ કલાક સુધી અતિ ભારે વરસાદ અને 115થી વધુ સ્પીડે પવન ફૂંકાશે. જો કે ત્યાર બાદ ધીમે ધીમે પવનની સ્પીડ ઓછી થશે. જો કે ત્યારબાદ વાવાઝોડાનો પાછળનો ભાગ જ્યારે લેન્ડ ફોલ થશે ત્યારે ફરીથી અતિ ભારે પવન અને વરસાદનું જોર વધી જશે. વાવાઝોડાની આંખ મધરાતે જમીનને સ્પર્શ કરશે. જખૌમાં ભારે નુકશાન જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થયા છે.

પાછળનો હિસ્સો સ્પર્શશે ત્યારે પણ અતિ ભારે વરસાદ
લેન્ડફોલની પ્રક્રિયા મધરાત સુધી ચાલશે. વાવાઝોડાના કારણે ગુજરાતનો દરિયો ભારે તોફાની બન્યો છે. હાલ વાવાઝોડાની ગતિ 12થી 15 કિમીની છે જ્યારે 115ની સ્પીડે પવન ફૂંકાઇ રહ્યો છે. પવનની ગતિ 140 કિમી સુધી થવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે.
ભારે નુકશાનની શંકા
ભારે પવન અને વરસાદના કારણે ગુજરાતના દરિયા કાંઠે અને કચ્છમાં ભારે નુકશાન થવાની ભીતિ છે. હજું પણ આવતીકાલે શુક્રવારે અને શનિવારે પણ વાવાઝોડાની અસર ચાલું રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો---લેન્ડફોલ થતાં જ બિપોરજોય બન્યું ખતરનાક…!


