ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IPL Auction માં આ 5 ખેલાડીઓ પર લાગશે સૌથી મોટી બોલી

IPL ઓક્શનમાં કેટલાક ખેલાડીઓ પર રહેશે નજર IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં નામ આ 5 ખેલાડીઓ પર લાગશે સૌથી મોટી બોલી IPL Auction: દર વર્ષે IPL Auction માં કેટલાક ખેલાડીઓ એટલી કિંમતે વેચાય છે જે દરેકને આશ્ચર્યચકિત કરી...
07:16 PM Nov 19, 2024 IST | Hiren Dave
IPL ઓક્શનમાં કેટલાક ખેલાડીઓ પર રહેશે નજર IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં નામ આ 5 ખેલાડીઓ પર લાગશે સૌથી મોટી બોલી IPL Auction: દર વર્ષે IPL Auction માં કેટલાક ખેલાડીઓ એટલી કિંમતે વેચાય છે જે દરેકને આશ્ચર્યચકિત કરી...

IPL Auction: દર વર્ષે IPL Auction માં કેટલાક ખેલાડીઓ એટલી કિંમતે વેચાય છે જે દરેકને આશ્ચર્યચકિત કરી દે છે. આ ખેલાડીઓ તેમની બોલિંગ, બેટિંગ અને ઓલરાઉન્ડ ક્ષમતા માટે જાણીતા છે. જ્યારે પણ આ ખેલાડીઓના નામ હરાજીમાં આવે છે ત્યારે દરેકની નજર તેમના પર હોય છે કારણ કે તેમની કિંમત વધારે હોઈ શકે છે. 2024 અને 2023 IPL ઓક્શનમાં કેટલાક ખેલાડીઓ પર રેકોર્ડ બ્રેકિંગ બિડ જોવા મળી હતી જેમણે IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. ચાલો જાણીએ, કોણ છે આ ખેલાડીઓ અને શા માટે તેમના પર આટલી મોટી બોલી લગાવવામાં આવી.

 

Mitchell Starc (Rs 24.75 Crore – Kolkata Knight Riders, 2024)


ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર Mitchell Starcને 2024ની IPLની હરાજીમાં સૌથી વધુ બોલી લાગી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટાર્ક તેની ઝડપી બોલિંગ, યોર્કર બોલિંગ અને સ્વિંગ કરવાની ક્ષમતા માટે જાણીતો છે. તેની ખરીદીથી KKRની બોલિંગ વધુ મજબૂત બની હતી.

 

Pat Cummins (Rs 20.50 Crore – Sunrisers Hyderabad, 2024)

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર Pat Cummins સનરાઈઝર્સ હૈદરાબાદે 2024ની હરાજીમાં 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પેટ કમિન્સ એક ઉત્તમ બોલર છે અને ફિલ્ડિંગ અને બેટિંગમાં પણ યોગદાન આપે છે. ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન રહી ચૂકેલા પેટ કમિન્સની નેતૃત્વ ક્ષમતા પણ તેને વધુ ખાસ બનાવે છે.

Sam Curran (Rs 18.50 Crore – Punjab Kings, 2023)

Sam Curran પંજાબ કિંગ્સે 2023માં 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સેમ કુરેને 2022 T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેને તે ટુર્નામેન્ટનો ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેની બોલિંગ અને મધ્યમ ક્રમની બેટિંગ ક્ષમતાએ પંજાબને મજબૂત ખેલાડી આપ્યો.

આ પણ  વાંચો -19 નવેમ્બર 2023 જ્યારે ટીમ ઈન્ડિયાની સાથે રડ્યા 140 કરોડો ભારતીયો

Cameron Green (Rs 17.50 Crore – Mumbai Indians, 2023)


Cameron Green ને 2023માં મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કેમરૂન ગ્રીન તેની વિસ્ફોટક બેટિંગ અને બોલિંગ માટે જાણીતો છે. તેની ક્ષમતા અને ક્ષમતાએ મુંબઈ ઈન્ડિયન્સને એક ઉત્તમ ઓલરાઉન્ડર આપ્યો, જે કોઈપણ પરિસ્થિતિમાં મેચને પલટાવવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ  વાંચો -"વોલ" થી "સિકંદર" સુધી : ODI માં શૂન્ય પર આઉટ થયા વિના સૌથી વધુ ઇનિંગ્સ રમનારા બેટ્સમેનો કોણ?

Ben Stokes (Rs 16.25 Crore – Chennai Super Kings, 2023)


Ben Stokes ને 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. Ben Stokes ઈંગ્લેન્ડનો એક શાનદાર ઓલરાઉન્ડર છે, જેણે ઘણી મોટી ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડને જીત અપાવી છે. તેની આક્રમક બેટિંગ, સ્માર્ટ બોલિંગ અને શ્રેષ્ઠ નેતૃત્વ ક્ષમતાને કારણે તેને ચેન્નાઈ માટે એક મહાન ખેલાડી માનવામાં આવે છે.

 

Tags :
Highest paid player in all IPL seasonsMost expensive Indian player in IPL historyMost expensive player in IPL 2024 IndianMost expensive player in IPL 2025Most expensive player in IPL history 2024Most expensive player in IPL history listTop 10 highest paid IPL player 2024Top 10 most expensive player in IPL history
Next Article