ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ચૂંટણીની જાહેરાત બાદ દેશમાં આ પરિવર્તનો આવશે, વાંચો અહેવાલ

લોકસભાની ચૂંટણીનું રણશિંગુ હવે ફૂંકાઈ ગયું છે. આજરોજ ચૂંટણીપંચ બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરશે. આ પછી તરત જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. આ આચારસંહિતા લાગુ થયા બાદ શું થશે ? સામાન્ય લોકોના જીવનમાં...
08:26 AM Mar 16, 2024 IST | Harsh Bhatt
લોકસભાની ચૂંટણીનું રણશિંગુ હવે ફૂંકાઈ ગયું છે. આજરોજ ચૂંટણીપંચ બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરશે. આ પછી તરત જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. આ આચારસંહિતા લાગુ થયા બાદ શું થશે ? સામાન્ય લોકોના જીવનમાં...

લોકસભાની ચૂંટણીનું રણશિંગુ હવે ફૂંકાઈ ગયું છે. આજરોજ ચૂંટણીપંચ બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરશે. આ પછી તરત જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. આ આચારસંહિતા લાગુ થયા બાદ શું થશે ? સામાન્ય લોકોના જીવનમાં શું પરિવર્તન આવશે તે અંગે ચાલો આ અહેવાલમાં જાણીએ

ચૂંટણી પંચના દ્વારા આ આચારસંહિતા લાગુ પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કરવામાં આવે છે. દેશમાં 18મી લોકસભાની રચના કરવા માટે ચૂંટણી યોજાવાની છે. એક અંદાજ મુજબ આ ચૂંટણીઓ સાતથી આઠ તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે આજે બપોરે 3 વાગ્યે ચૂંટણીની તારીખો જાહેર કરવાની જાહેરાત કરી છે. તારીખોની જાહેરાત બાદ દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.

આચારસંહિતા લાગુ થયા બાદ શું બદલાશે?

વધુમાં આચારસંહિતામાં સત્તામાં રહેલી સરકાર માટે પણ નિયમો હોય છે, જેના અનુસાર તે અનુસાર સત્તાપક્ષ કોઈપણ રીતે પોતાના પક્ષના પ્રચાર માટે સરકારી મશીનરી, કર્મચારીઓ, એરપોર્ટ, ટ્રેન વગેરેનો ઉપયોગ કરી શકતી નથી. પક્ષના પ્રચાર માટે સરકારી કચેરીઓ અને વાહનોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ સિવાય અલગ-અલગ રાજ્યોમાં દારૂ લઈ જવાના નિયમો છે. ઉદાહરણ તરીકે, દિલ્હીની બહાર જતી વખતે, તમે તમારી સાથે ફક્ત એક લિટર દારૂ લઈ શકો છો. જ્યારે ઉત્તર પ્રદેશમાં તમે તમારા ઘર કે ઓફિસમાં છ લીટર સુધીનો દારૂ રાખી શકો છો.

તેવી જ રીતે, ગોવામાં, વ્યક્તિ ઘરે 24 બોટલ બિયર અને 18 બોટલ દેશી દારૂ રાખી શકે છે. આ સિવાય જો તમે તમારી સાથે 2 લાખ રૂપિયા સુધીની રોકડ લઈ જાઓ છો, તો તમારે તે પૈસા તમે ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ રહ્યા છો તેના વિગતવાર દસ્તાવેજો બતાવવા પડશે. ચૂંટણી પંચ દારૂની હેરાફેરી અને IPCના નિયમો હેઠળ નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરે છે.

આ પણ વાંચો : Human Development Index ના આંકડા જાહેર, ભારતના આંકડામાં આવ્યો સુધારો

Tags :
AACHAR SAMHITAcode of conductelection commisiongeneral electionGujaratINDIAN ELECTIONloksabha 2024pm modi
Next Article