Download Apps
Home » Human Development Index ના આંકડા જાહેર, ભારતના આંકડામાં આવ્યો સુધારો

Human Development Index ના આંકડા જાહેર, ભારતના આંકડામાં આવ્યો સુધારો

Human Development Index: ભારતના વિકાસ થયો છે કે, નહીં તે વિશ્વ કક્ષાએ ભારતની ઓળખ પરથી નક્કી થાય છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એ વર્ષ 2022 માટે માનવ વિકાસ સૂચકાંક (HDI) અને જાતિ અસમાનતા સૂચકાંક (GII) ની રેન્કિંગ બહાર પાડી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનું રેન્કિંગ એક સ્થાન સુધર્યું છે. તે જ સમયે, લિંગ અસમાનતા સૂચકાંકમાં 14 સ્થાનનો સુધારો થયો છે.

193 દેશોની યાદીમાં ભારતને 134 માં સ્થાન મળ્યું

માનવ વિકાસ સૂચક આંકની વાત કરવામાં આવે તો 193 દેશોની યાદીમં ભારતે 134 મું સ્થાન મળ્યું હતું, લિંગ અસમાનતા સૂચકાંકમાં ભારતને 108મું સ્થાન મળ્યું છે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2021માં, ભારત માનવ વિકાસ સૂચકાંકમાં 135મા ક્રમે હતું. જ્યારે જેન્ડર ઈન્ડેક્સમાં તે 122મા ક્રમે હતું. લિંગ અસમાનતા સૂચકાંક 2022માં ભારતને 0.437નો સ્કોર આપવામાં આવ્યો છે. જ્યારે 2021માં ભારતનો સ્કોર 0.490 હતો.

શ્રમબળમાં પુરુષોની ભાગીદારી 76.1 ટકા

યૂએનડીપી દ્વારા તાજેતરમાં જ આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયએ કહ્યું કે, જીઆઈઆઈ 2021 ની સરખામણીએ 2022 ના આંકડામાં સુધારો નોંધાયો છે. ભારતના આંકડામાં અત્યારે સારો એવો સુધારો નોંધાયો છે. રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો શ્રમબળમાં પુરુષોની ભાગીદારી 76.1 ટકા છે. જ્યારે મહિલાઓની વાત કરવામાં આવે તો શ્રમબળમાં તેમની ભાગીદારી 28.3 ટકા છે. તો નોંધનીય છે કે, શ્રમબળની ભાગીદારીમાં પુરુષ અને મહિલાઓ વચ્ચે બઉ મોટો તફાવત જોવા મળ્યો છે.

HDIના તમામ સૂચકાંકોમાં સુધારો કર્યો

એચડીઆઈ રેન્કિંગ 2022 માં ભારતના આંકડામાં થોડો સુધારો નોંધાયો છે. આ વર્ષે ભારતનો સ્કોર 0.644 રહ્યો છે. જોકે, 2022માં ભારતે HDIના તમામ સૂચકાંકોમાં સુધારો કર્યો છે. આયુષ્ય એટલે કે ભારતમાં સરેરાશ ઉંમર 67.2 થી વધીને 67.7 વર્ષ થઈ ગઈ છે. ત્યાર વ્યક્તિગત આવક 6,542 અમેરિકી ડોલરથી વધીને 6,951 અમેરિકા ડોલર સુધીનો વધારો નોંધાયો છે.

લિંગ અસમાનતા ઘટાડવામાં ભારત સફળ

આ સાથે સાથે ભારતમાં લિંગ અસમાનતા ઘટાડવામાં સારૂ એવુ સફળ રહ્યું છે. આ રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો, ભારતનો સ્કોર વૈશ્વિક અને દક્ષિણ એશિયાઈ દેશોના સંદર્ભે ખુબ જ સારો છે. રિપોર્ટની વધુ વિગતે વાત કરવામાં આવે તો, GII ત્રણ મુખ્ય પરિમાણો પર માપવામાં આવે છે. આ પરિમાણો પ્રમાણે પ્રજનન સ્વાસ્થ્ય, સશક્તિકરણ અને શ્રમ બળ અને લિંગ અસમાનતાનું ધ્યાન રાખવામાં આવે છે. ભારતનો GII સ્કોર 0.437 છે જે 0.462 ની વૈશ્વિક સરેરાશ અને 0.478 ની દક્ષિણ એશિયાની સરેરાશ કરતાં વધુ સારો છે.

ભારતના આંકડામાં આવ્યો સુધારો

આ રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો ભારત અત્યારે વિશ્વ કક્ષાએ સારો એવો વિકાસ કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતે પોતાના આંકડામાં સારો એવો સુધારો નોંધ્યો છે. માનવ વિકાસ સૂચક આંકની રીતે વાત કરવામાં આવે તો, ભારતે દરેક રીતે સારો ગ્રોથ કર્યો છે. અત્યારે ભારતના વિકાસદરની વાત કરવામાં આવે તો આગામી સમયમાં વિકસિત દેશોની યાદીમાં સામેલ થાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે.

આ પણ વાંચો: Lok Sabha Election: ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટનું એનાલિસિસ, જાણો ચૂંટણીની તમામ વિગતો
આ પણ વાંચો: Lok Sabha Election પહેલા TMC ને ફટકાર, બે નેતાઓએ ધારણ કર્યો કેસરિયો
આ પણ વાંચો: Lok Sabha Election Date : આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થશે, ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે કરશે જાહેરાત…
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
By Aviraj Bagda
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
By VIMAL PRAJAPATI
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
By VIMAL PRAJAPATI
કોણ છે  મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
By Hiren Dave
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
By Hardik Shah
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
By VIMAL PRAJAPATI
ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ
ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ? IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ