Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શેરબજાર ખૂલતા જ કડાકો , રિલાયન્સ, TCS સહિત આ શેરો તૂટયા

શેરબજારની શરૂઆત સામન્ય રહી રિલાયન્સ, TCS સહિતના આ શેરો તૂટયા બજારમાં જોરદાર ઉછાળો આવ્યો છે Share Market:સોમવારે શેરબજાર(Share Market)ની શરૂઆત સામન્ય રહી છે. વૈશ્વિક બજારમાં વેચવાલીની અસર આજે ભારતીય બજાર પર જોવા મળી રહી છે. શરૂઆતના વેપારમાં, BSE સેન્સેક્સ...
શેરબજાર ખૂલતા જ કડાકો   રિલાયન્સ  tcs સહિત આ શેરો તૂટયા
Advertisement
  • શેરબજારની શરૂઆત સામન્ય રહી
  • રિલાયન્સ, TCS સહિતના આ શેરો તૂટયા
  • બજારમાં જોરદાર ઉછાળો આવ્યો છે

Share Market:સોમવારે શેરબજાર(Share Market)ની શરૂઆત સામન્ય રહી છે. વૈશ્વિક બજારમાં વેચવાલીની અસર આજે ભારતીય બજાર પર જોવા મળી રહી છે. શરૂઆતના વેપારમાં, BSE સેન્સેક્સ 177.16 પોઈન્ટ ઘટીને 81,570.46 પોઈન્ટ પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પણ 43.90 પોઈન્ટના ઘટાડા સાથે 24,633.90 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. શુક્રવારે વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી જોવા મળી હતી. આજે પણ બજાર વિદેશી રોકાણકારોના વલણ પર નજર રાખશે. જો આપણે ઘટતા શેરો પર નજર કરીએ તો, હેવીવેઇટ્સમાં રિલાયન્સ, TCS, HDFC બેન્ક, ICICI બેન્ક અને HCLTechનો સમાવેશ થાય છે.

Advertisement

શેરબજાર ખૂલતાજ  કડાકો

તમને જણાવી દઈએ કે સ્થાનિક શેરબજારમાં પાંચ દિવસથી ચાલી રહેલો તેજીનો ટ્રેન્ડ શુક્રવારે અટકી ગયો હતો. BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 56.74 પોઈન્ટ ઘટીને 81,709.12 ના સ્તર પર બંધ થયા છે. અગાઉના પાંચ ટ્રેડિંગ દિવસોમાં સેન્સેક્સ 2,722.12 પોઈન્ટ ઉછળ્યો હતો. તે જ સમયે NSE ઈન્ડેક્સ નિફ્ટી પણ 30.60 પોઈન્ટ ઘટીને 24,677.80 પર બંધ થયો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ના વળતરને કારણે બજારમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

Advertisement

આ પણ  વાંચો -Repo Rate : 23 મા મહિનામાં પણ વ્યાજ દરમાં No Change, જાણો RBI ગવર્નરે શું કહ્યું...

એશિયન બજાર

એશિયન બજારોમાં મિશ્ર વલણ હતું. જાપાનની બહાર એશિયા-પેસિફિક શેર્સનો MSCIનો વ્યાપક સૂચકાંક 0.2 ટકા ઘટ્યો હતો. જાપાનનો નિક્કી 225 0.5 ટકા વધ્યો હતો, જ્યારે ટોપિક્સ 0.4 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.6 ટકા ઘટ્યો હતો. જ્યારે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોસ્ડેકમાં 2.9 ટકાનો ઘટાડો થયો હતો.

આ પણ  વાંચો -Bitcoin Price: બિટકોઇનમાં રેકોર્ડબ્રેક ઉછાળો,પ્રથમ વાર 1 લાખ ડોલરને પાર

વોલ સ્ટ્રીટ

શુક્રવારે અમેરિકી શેરબજારો મિશ્ર બંધ રહ્યા હતા. Nasdaq અને S&P 500 રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 123.19 પોઈન્ટ અથવા 0.28 ટકા ઘટીને 44,642.52 પર બંધ થયો છે. જ્યારે S&P 500 15.16 પોઈન્ટ અથવા 0.25 ટકા વધીને 6,090.27 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક કમ્પોઝિટ 159.05 પોઈન્ટ અથવા 0.81 ટકા વધીને 19,859.77 પર છે.

Tags :
Advertisement

.

×