Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Scorpio ની ચોરી કર્યા પછી ચોરોએ કહ્યું..સોરી..

દિલ્હીમાં સ્કોર્પિયો કારની ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો ચોરોએ દિલ્હીથી સ્કોર્પિયોની ચોરી કરી બિકાનેરના હાઇવે પર છોડી દીધી કારના કાચ પર એક કાગળ ચોંટાડ્યો કાગળમાં લખ્યું..અમે આ કાર દિલ્હીથી ચોરી કરી છે... માફ કરશો Scorpio : દિલ્હીમાં સ્કોર્પિયો...
scorpio ની ચોરી કર્યા પછી ચોરોએ કહ્યું  સોરી
Advertisement
  • દિલ્હીમાં સ્કોર્પિયો કારની ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો
  • ચોરોએ દિલ્હીથી સ્કોર્પિયોની ચોરી કરી બિકાનેરના હાઇવે પર છોડી દીધી
  • કારના કાચ પર એક કાગળ ચોંટાડ્યો
  • કાગળમાં લખ્યું..અમે આ કાર દિલ્હીથી ચોરી કરી છે... માફ કરશો

Scorpio : દિલ્હીમાં સ્કોર્પિયો (Scorpio)કારની ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો વિચિત્ર છે કારણ કે ચોરોએ દિલ્હીથી સ્કોર્પિયોની ચોરી કરી હતી પરંતુ બિકાનેરના હાઇવે પર એક ઢાબા પાસે માફી પત્ર લખીને તેને છોડી દીધી હતી. જેના કારણે કારના માલિકને પણ તેની કાર પાછી મળી હતી અને તે પોતાની કાર પરત મેળવવા માટે બિકાનેર ગયો હતો.

અમે આ કાર દિલ્હીથી ચોરી કરી છે... માફ કરશો

Advertisement

મળતી માહિતી મુજબ, પોલીસે બિકાનેર-જયપુર નેશનલ હાઈવે પર નૌરંગદેસર અને ગુસીન્સર વચ્ચે એક સ્કોર્પિયો વાહન ઝડપ્યું છે. ચોરોએ આ કારના કાચ પર એક કાગળ ચોંટાડ્યો હતો અને તેમાં લખ્યું હતું કે અમે આ કાર દિલ્હીથી ચોરી કરી છે... માફ કરશો... હું ભારતને પ્રેમ કરું છું. નાપાસર પોલીસે આ વાહન કબજે કર્યું છે.

Advertisement

આ પણ વાંચો---Goa ફરવા ગયેલા 2 યુવકે સ્થાનિક યુવતીને પુછ્યું..તેરા રેટ ક્યા હૈ અને....

સ્કોર્પિયો નવી દિલ્હીના પાલમમાંથી ચોરાઈ હતી

આ સ્કોર્પિયો નવી દિલ્હીના પાલમમાંથી ચોરાઈ હતી. આ વાહનની ચોરીની એફઆઈઆર પણ ત્યાંના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. નાપાસર પોલીસે કહ્યું કે ચોરોની આ કાર્યવાહી ખૂબ જ રસપ્રદ હતી. કારણ કે પહેલા તેઓએ કારની ચોરી કરી અને પછી તેને બિકાનેર હાઈવે પર એક હોટલ પાસે છોડીને ભાગી ગયા. તેમણે સ્કોર્પિયો ના કાચ પર કાગળ ચોંટાડ્યો હતો જેના દ્વારા અમને વાહનની ચોરીની માહિતી મળી. આ બાબત લોકોમાં ખૂબ ચર્ચામાં છે અને તેના કારણે નાપાસર પોલીસ સ્ટેશનમાં પાર્ક કરેલી આ કાર પર પણ લોકોની નજર છે.

આ પણ વાંચો---Bahraich માં પથ્થરમારો અને આગચંપી, પોલીસે છોડ્યા ટિયરગેસ

Tags :
Advertisement

.

×