Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CID ની આ અભિનેત્રીએ પરિવાર પર લગાવ્યો મારપીટનો આરોપ, પોલીસ સ્ટેશનમાંથી વીડિયો બનાવી મદદની કરી માગ

ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં અભિનેત્રી મદદની માગ કરતી નજરે પડી રહી છે. વૈષ્ણવી ધનરાજના ચહેરા અને હાથ પર ઇજાના નિશાન દેખાઈ રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં અભિનેત્રીએ કહ્યું કે, તેમના...
cid ની આ અભિનેત્રીએ પરિવાર પર લગાવ્યો મારપીટનો આરોપ  પોલીસ સ્ટેશનમાંથી વીડિયો બનાવી મદદની કરી માગ
Advertisement

ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં અભિનેત્રી મદદની માગ કરતી નજરે પડી રહી છે. વૈષ્ણવી ધનરાજના ચહેરા અને હાથ પર ઇજાના નિશાન દેખાઈ રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં અભિનેત્રીએ કહ્યું કે, તેમના પરિવારના સભ્યો દ્વારા તેણીની સાથે મારપીટ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, વૈષ્ણવી ધનરાજ ટીવી ઇન્ડ્રસ્ટીની જાણીતી અભિનેત્રી છે. તેણીએ ઘણી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. વૈષ્ણવી ધનરાજ એ ક્રાઇમ ડ્રામા શો સીઆઈડી (CID), તેરે ઇશ્ક મેં, ઘાયલ અને બેપનાહ જેવા પોપ્યુલર શોમાં અભિનય કર્યો છે. વૈષ્ણવી ધનરાજે તેના વાયરલ વીડિયોમાં જણાવ્યું કે, તેની સાથે મારઝૂડ કરવામાં આવી છે. હાલ તે એક પોલીસ સ્ટેશનમાં છે. અભિનેત્રીએ વીડિયોમાં લોકો પાસેથી મદદની માગ કરી છે. સાથે તે પોતાના ચહેરા અને હાથ પર ઇજાના નિશાન પણ બતાવે છે.

Advertisement

Advertisement

વૈષ્ણવી ધનરાજ વીડિયોમાં કહે છે કે, તે હાલ કાશીમીરા (મીરા રોડ) પોલીસ સ્ટેશનમાં છે અને તેના પરિવારના લોકોએ તેણી સાથે મારઝૂડ કરી છે. પરિવારના સભ્યોએ તેણીને ઢોર માર માર્યો છે. આ સાથે અભિનેત્રી મદદની માગ પણ કરે છે. અહેવાલ મુજબ, આ પહેલા પણ વૈષ્ણવી ધનરાજ ઘરેલું હિંસાનો શિકાર બની હતી. એક્ટ્રેસે વર્ષ 2012માં એક્ટર નીતિન શેરાવત સાથે લગ્ન કર્યા હતા. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તે ઘરેલું હિંસાનો શિકાર થઈ હતી અને આ માટે તેણીએ છૂટાછેડા લીધા હતા.

આ પણ વાંચો - શોભિતા ધૂલીપાલાથી અનુપ્રિયા ગોએન્કા સુધી, આ 5 OTT સુંદરીઓ છે ખૂબ જ સુંદર, જુઓ તસવીરો

Tags :
Advertisement

.

×