ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bigg Boss18 માં આ મહત્વની વસ્તુ પર લગાવ્યો પ્રતિબંધ

બિગ બોસ 18'ને લઈને એક મોટા સમાચાર એક તરફ દર્શકો આ શો પર પ્રતિબંધ મૂક્યો પ્લાસ્ટિકની બોટલ પર પ્રતિબંધ લગાવ્યો Bigg Boss 18 :'બિગ બોસ 18'ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ દર્શકો આ શો પર...
07:33 PM Nov 20, 2024 IST | Hiren Dave
બિગ બોસ 18'ને લઈને એક મોટા સમાચાર એક તરફ દર્શકો આ શો પર પ્રતિબંધ મૂક્યો પ્લાસ્ટિકની બોટલ પર પ્રતિબંધ લગાવ્યો Bigg Boss 18 :'બિગ બોસ 18'ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ દર્શકો આ શો પર...
Bigg Boss 18 ban plastic bottles

Bigg Boss 18 :'બિગ બોસ 18'ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ દર્શકો આ શો પર પ્રતિબંધ લગાવવાની માગ કરી રહ્યા છે. વધતા એડલ્ટ કન્ટેન્ટ જોઈને ફેન્સ ગુસ્સામાં છે. બીજી તરફ હવે શોના મેકર્સે કડક પગલું ભર્યું છે.'બિગ બોસ 18'(Bigg Boss 18)ના સેટ પર એક મહત્વની વાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે કોઈ આ વસ્તુનો ઉપયોગ કરી શકશે નહીં. સ્પર્ધકો હોય કે 800 થી વધુ ક્રૂ મેમ્બર, હવે આ પ્રતિબંધ દરેકને અસર કરશે.

'બિગ બોસ 18'માં શું પ્રતિબંધ?

'બિગ બોસ 18'માં હવે શું પ્રતિબંધ છે? અને આનાથી લોકોના જીવન પર કેવી અસર પડશે? આ માહિતી સામે આવી છે. બિગ બોસ સાથે જોડાયેલા તમામ સમાચાર આપતા ટ્વિટર હેન્ડલ પરથી જાણવા મળ્યું છે કે 'બિગ બોસ 18'ના સેટ પર પ્લાસ્ટિકની બોટલના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બિગ બોસે સેટ પર પ્લાસ્ટિકની બોટલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે 'બિગ બોસ 18'ના ઘરમાં સ્પર્ધકો હોય કે 800થી વધુ ક્રૂ મેમ્બર્સ હોય, હવે કોઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે.

આ પણ  વાંચો -Maharashtra Elections: હાઈ સિક્યોરિટી વચ્ચે મતદાન કરવા પહોંચ્યા સલમાન ખાન

પ્લાસ્ટિકની બોટલો કરી દૂર?

મીડિયા રિપોર્ટ્સ મુજબ બિગ બોસે સેટ પર પ્લાસ્ટિકની બોટલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની પહેલ કરી છે અને સ્પર્ધકો અને 800 થી વધુ ક્રૂ મેમ્બર્સને ઘરમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી રોકવાની પહેલ કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રોડક્શન હાઉસે તેના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે લગભગ 7,50,000 સિંગલ યુઝ પ્લાસ્ટિકની બોટલોને સ્ટીલની બોટલોથી બદલી દીધી છે.

આ પણ  વાંચો -AR Rahmanની પત્નીએ લીધા તલાક, 30 વર્ષ બાદ થયા અલગ

'બિગ બોસ 18'ના મેકર્સ બન્યા ઈન્સ્પિરેશન

હવે પ્લાસ્ટીકની બોટલોને બદલે દરેક વ્યક્તિ સેટ પર ઈકો ફ્રેન્ડલી સ્ટીલની બોટલનો ઉપયોગ કરશે. બિગ બોસનું આ પગલું જોઈને હવે શોના દર્શકો પણ ઈન્સ્પાયર થશે. આ પગલું પર્યાવરણની સુરક્ષા માટે મહત્વપૂર્ણ યોગદાન છે અને દરેકને પ્રેરણા પણ આપશે. હવે પ્રોડક્શનના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.

Tags :
Bigg Boss 18Bigg Boss 18 ban plastic bottlesBigg Boss 18 Makers imposes BAN on use of Plastic Bottlesbigg boss ban plastic usesplastic ban on bigg boss setsalman khanTv news
Next Article