PhD કરી રહ્યો છે KKR નો આ ખેલાડી,નામની સાથે લખાશે ડોક્ટર
Venkatesh Iyer:IPL 2024માં પોતાના શાનદાર પ્રદર્શનથી કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવનાર વેંકટેશ અય્યર(Venkatesh Iyer) થોડા સમયમાં ડોક્ટર બનવા જઈ રહ્યો છે. વેંકટેશને તાજેતરમાં આઈપીએલની હરાજીમાં રૂ. 23.75 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો, જેનાથી તે ચોથો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. 29 વર્ષીય ઓલરાઉન્ડરે સમજાવ્યું કે શા માટે ભારતીય જર્સી પહેરવી તેના માટે મહત્વપૂર્ણ છે અને શા માટે ખેલાડીઓ માટે અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે.
ઐયર કરી રહ્યો છે શિક્ષણ
એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા તેણે કહ્યું કે હું ફાયનાન્સમાં પીએચડી કરી રહ્યો છું. આગલી વખતે તમે ડો. વેંકટેશ ઐયર તરીકે મારો ઈન્ટરવ્યુ કરશો. શિક્ષણ હંમેશા તમારી સાથે રહે છે. ક્રિકેટર 60 વર્ષની ઉંમર સુધી રમી શકતો નથી. શિક્ષિત થવાથી નિર્ણયો લેવામાં પણ મદદ મળે છે. હું ઈચ્છું છું કે ક્રિકેટર માત્ર ક્રિકેટનું જ્ઞાન જ નહીં પરંતુ સામાન્ય જ્ઞાન પણ શીખે. જો તમે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકતા હોવ તો તમારે ચોક્કસ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે વૈંકટેશ હાલ એમબીએ પતાવીને પીચડી પૂર્ણ કરી રહ્યો છે.
🚨 DR. VENKATESH IYER...!!! 🚨
Venky said, "I'm pursuing my PhD in finance. You'll be interviewing me as Dr. Venkatesh Iyer next time. Education stays with you forever, a cricketer cannot play till 60. Being educated helps you in your decisions as well". (Express Sports). pic.twitter.com/7utlqt59Jp
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 9, 2024
આ પણ વાંચો -IND vs AUS: કેપ્ટન રોહિત શર્મા પ્રેશરમાં! 12 ઇનિંગ્સમાં માત્ર અડધી જ સદી
રૂ. 23.75 કરોડની બોલી લગાવી હતી
મહત્વનું છે કે કોલકાતા નાઈટ રાઈડર્સે મેગા ઓક્શન પહેલા આ ઓલરાઉન્ડરને રીલીઝ કર્યો હતો. જો કે મેગા ઓક્શનમાં તેને ખરીદવા માટે KKR અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે જોરદાર સ્પર્ધા હતી, અંતે KKRના મેનેજિંગ ડિરેક્ટર વેંકી મૈસૂર તેના પર વિજેતા બોલી લગાવવામાં સફળ રહ્યા હતા. અય્યરે આ વર્ષે આઈપીએલમાં પોતાની ટીમને દસ વર્ષ સુધી ટાઈટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને લગભગ 160ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
આ પણ વાંચો -IND vs AUS: શું મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડ પર ICC લગાવશે પ્રતિબંધ ?
KKRનો કેપ્ટન બની શકે અય્યર
આ વખતે મેગા ઓક્શનમાં તેને લગભગ 24 કરોડ રૂપિયા મળ્યા. આવી સ્થિતિમાં ટીમ તેને IPL 2025માં કેપ્ટન પણ બનાવી શકે છે. આટલું જ નહીં 2026માં ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત થનારા આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પણ પસંદગીકારો તેના પર ચાંપતી નજર રાખશે. અય્યરે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તે હંમેશા કોલકાતા દ્વારા રિટેન થવા માગતો હતો. ઓક્શન પછી KKRના CEO વેંકી મૈસૂરે કહ્યું કે ઐય્યરે તેમને કહ્યું હતું કે જો ફ્રેન્ચાઈઝીએ તેમને હરાજીમાં પસંદ ન કર્યા હોત તો તેઓ દુ:ખી થયા હોત.


