Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : તાલુકા પંચાયતના આ પ્રમુખ ઇન્સ્ટાગ્રામ પર પણ છવાયેલા છે, વાંચો અહેવાલ

તાજેતરમાં સ્થાનિક સ્વરાજ ક્ષેત્રમાં ગ્રામ્ય સ્તરે, તાલુકા સ્તરે અને જીલ્લા તથા નગરપાલિકા તથા મહાનગરપાલિકા સ્તરે પ્રમુખ ઉપ પ્રમુખ અને મેયર સહિતના પદાધીકારીઓની વરણી કરાઇ છે. જો કે હવે યુવાઓ પણ રાજકારણમાં આવતા થયા છે અને આજના સોશિયલ મીડિયાના જમાનામાં તેઓ...
vadodara   તાલુકા પંચાયતના આ પ્રમુખ ઇન્સ્ટાગ્રામ પર પણ છવાયેલા છે  વાંચો અહેવાલ
Advertisement
તાજેતરમાં સ્થાનિક સ્વરાજ ક્ષેત્રમાં ગ્રામ્ય સ્તરે, તાલુકા સ્તરે અને જીલ્લા તથા નગરપાલિકા તથા મહાનગરપાલિકા સ્તરે પ્રમુખ ઉપ પ્રમુખ અને મેયર સહિતના પદાધીકારીઓની વરણી કરાઇ છે. જો કે હવે યુવાઓ પણ રાજકારણમાં આવતા થયા છે અને આજના સોશિયલ મીડિયાના જમાનામાં તેઓ વિવિધ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સક્રિય છે. વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખપદે અંકિતા પરમારની જાહેરાત થઇ હતી. અંકિતા પરમાર સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં તેઓ વધુ સક્રિય છે.
અંકિતા રોનકભાઇ પરમારની વરણી
વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અંકિતા રોનકભાઇ પરમારની વરણી કરાઇ છે. અંકિતા પરમાર યુવા છે અને તેઓ પણ નવી પેઢીની જેમ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. જાહેરજીવનમાં હોવા છતાં અંકિતા પરમાર સોશિયલ મીડિયામાં પણ લોકો સાથે સીધો સંપર્ક જાળવી રાખે છે.

Advertisement

ઇન્સ્ટાગ્રામમાં વધુ એક્ટિવ
અંકિતા પરમાર ઇન્સ્ટાગ્રામમાં વધુ એક્ટિવ છે. તેમના લાખો ફોલોઅર્સ છે. તેઓ તાલુકા પંચાયતમાં પ્રમુખ બન્યા તે વેળાની તસવીરો પણ તેમણે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે. તેમના શુભેચ્છકો તેમને શુભેચ્છા પાઠવતા હોય તેવી તસવીરો પણ તેમણે પોસ્ટ કરી છે.

Advertisement

 અનેક તસવીરો
આ સાથે તેમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં અનેક તસવીરો જોવા મળે છે. રક્ષાબંધનનું સેલિબ્રેશનની તસવીરો કે પથી કોઇ મિટીંગમાં ભાગ લેતા હોય તેવી તસવીરો પણ છે. તેમનું સુંદરતા પણ આ તસવીરોમાં જોવા મળે છે.
અંકિતા પરમાર ઇન્સ્ટાગ્રામમાં છવાયેલા છે
અંકિતા પરમાર ઇન્સ્ટાગ્રામમાં છવાયેલા છે. હવે તેઓ જાહેરજીવનમાં તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે ત્યારે તેમને પ્રજા સાથે સીધો સંપર્ક કરવામાં વધુ સરળતા રહેશે તે પણ ચોક્કસ છે.
Tags :
Advertisement

.

×