કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવાસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી,આરોપીની કરાઇ ધરપકડ
- નીતિન ગડકરીના નિવાસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- ગડકરીના નાગપુર સ્થિત નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
- પોલીસે ગણતરીના કલાકમાં જ ધમકી આપનાર શખ્સની કરી ધરપકડ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) ના નિવાસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Nitin Gadkaris residence with a bomb Threat) મળતા પોલીસ હરકતમાં આવી ગઇ હતી, પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી, અને ગણતરીના કલાકમાં જ ધમકી આપનાર શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે હાલ તેની સઘન પુછપરછ હાથ ધરી છે.
નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ((Nitin Gadkari)ના નાગપુર સ્થિત નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી બાદ પોલીસે સત્વરે કાર્યવાહી હાથ ધરી હતી, અને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તે વ્યક્તિએ ફેક કોલ કર્યો હતો.
#WATCH | Nagpur, Maharashtra: Nagpur Police arrested a man for allegedly threatening to bomb Union Minister Nitin Gadkari’s residence.
On this, DCP Nagpur, Rushikesh Singa Reddy says, "We received a call in which someone claimed they had planted a bomb in Nitin Gadkari's home,… pic.twitter.com/flrZc3k2LQ
— ANI (@ANI) August 3, 2025
પોલીસે ધમકી આપનાર શખ્સની કરી ધરપકડ
ઉલ્લેખનીય છે કે પોલીસે નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ના નિવાસસ્થાનને ઉડાવી દેવાની ધમકી(Nitin Gadkaris residence with a bomb Threat) આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. રવિવારે સવારે 8:46 વાગ્યે આપવામાં આવેલી આ ધમકીમાં વર્ધા રોડ સ્થિત ગડકરીના ઘરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ ધમકી ભર્યા કોલ બાદ પોલીસે સત્વેર પ્રતાપ નગર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી, પોલીસે કેસ નોંધીને કેસની તપાસ હાથ ધરી હતી. ફોન પર ધમકી આપનાર ઉમેશ વિષ્ણુ રાઉત નામના શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી દેશી દારૂની દુકાનમાં કરે છે કામ
આ કેસમાં પકડાયેલા શખ્સ ઉમેશ વિષ્ણુ રાઉત (Umesh Vishnu Raut) તુલસી બાગ રોડનો રહેવાસી રાઉત મેડિકલ ચોક નજીક એક સ્થાનિક દેશી દારૂની દુકાનમાં કામ કરે છે. તેણે પોતાના મોબાઇલ ફોનથી કોલ કર્યો હતો અને 10 મિનિટમાં ગડકરીના નિવાસસ્થાનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે શંકાસ્પદ વ્યક્તિને શોધી કાઢ્યો અને તેને નાગપુરના બીમા દાવખાના નજીક ધરપકડ કરી હતી.
ઝોન 1 ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે આપી માહિતી
ઝોન 1 ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) ઋષિકેશ રેડ્ડીએ માહિતી આપી હતી કે સવારે 9:00 વાગ્યે, 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર એક ફોન આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવાસસ્થાને બોમ્બ મૂકવામાં આવ્યો છે અને તે વિસ્ફોટ થવાનો છે. ત્યારબાદ, બોમ્બ સ્ક્વોડ સક્રિય કરવામાં આવી હતી અને ગડકરીના સુરક્ષા કર્મચારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન, પોલીસને કોઈ વિસ્ફોટક કે કોઈ ધમકી મળી ન હતી, જેના કારણે તેઓ માને છે કે આ ફેક કોલ નીકળ્યો હતો. ડીસીપી રેડ્ડીએ પુષ્ટિ આપી હતી કે કોલના સંદર્ભમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ધમકી પાછળનો હેતુ, કોલ શા માટે કરવામાં આવ્યો હતો અને તેની પાછળનો હેતુ જાણવા માટે વધુ પૂછપરછ ચાલી રહી છે.


