Threat to Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- Threat to Gujarat High Court: 2 ઇ-મેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી
- આજના દિવસમાં જ 2 વખત મેઈલ કરી આપવામાં આવી ધમકી
- ધમકી બાદ પોલીસ, BDDS સહિતની ટીમ દ્વારા ચેકીંગ
Threat to Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં 2 ઇ-મેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. આજના દિવસમાં જ 2 વખત ઇ-મેલ કરી ધમકી આપવામાં આવી છે. જેમાં ધમકી બાદ પોલીસ, BDDS સહિતની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
હાઈકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા સોલા પોલીસને આ અંગે જાણ કરાઈ
હાઈકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા સોલા પોલીસને આ અંગે જાણ કરાઈ હતી. એ બાદ પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી તપાસ કરવામાં આવી હતી. હાઈકોર્ટને ત્રણ મહિનામાં ચોથી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જોકે હાઇકોર્ટમાં રાબેતા મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.
Gujarat High Court ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Gujarat First
એક જ દિવસમાં બે ઈ-મેઈલ મળતા મચ્યો હડકંપ
કોર્ટ પરિસરમાં BDDS, પોલીસ ટીમો દ્વારા ચેકિંગ
ચોથી વખત હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી#Gujarat #GujaratHighCourt #BombThreat #SecurityAlert #BDDS #PoliceAction… pic.twitter.com/Sda8gklBVB— Gujarat First (@GujaratFirst) September 15, 2025
Threat to Gujarat High Court: 9 જૂન 2025 અને 24 જૂન 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટને સમાન બોમ્બ ધમકીઓ મળી હતી
આ પહેલાં 9 જૂન 2025 અને 24 જૂન 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટને સમાન બોમ્બ ધમકીઓ મળી હતી, જે પાછળથી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. 9 જૂનની ઘટનામાં ઈ-મેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાઈકોર્ટની બિલ્ડિંગમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) લગાવવામાં આવ્યું છે, જે સાંજે ફાટશે. આ ધમકી બાદ મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે બપોર બાદની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. તે ઉપરાંત વકીલો તેમજ કોર્ટના કર્મચારીઓને પરિસર ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી. અમદાવાદ અને ગાંધીનગરની છ BDDS ટીમોએ ચાર કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. 24 જૂનની ધમકીમાં રેની જોશિલ્ડા નામની વ્યક્તિના ઈ-મેલ આઈડીથી ધમકી આપવામાં આવી હતી, જેમાં ત્રણ RDX-આધારિત IED હાઈકોર્ટમાં લગાવ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઈ-મેલમાં “વીઆઈપી ટાર્ગેટ” અને રાજકીય નામોનો પણ ઉલ્લેખ હતો. તપાસમાં જાણવા મળ્યું કે ચેન્નાઈની એક મહિલા રેની જોશિલ્ડા, જે એક MNCમાં એન્જિનિયર હતી. જેના દ્વારા ધમકીઓ મોકલી હતી. તેની ધરપકડ 24 જૂન 2025ના રોજ થઈ હતી. તેણે આ ધમકીઓ વ્યક્તિગત વેરવિખેરને કારણે મોકલી હોવાનું જણાવ્યું હતું.
અગાઉની ધમકીઓ અને તપાસ
9 જૂન 2025: ગુજરાત હાઈકોર્ટને મળેલા ઈ-મેલમાં IED ફાટવાની ધમકી આપવામાં આવી હતી. સોલા પોલીસે FIR નોંધી અને સાયબર સેલે ઈ-મેલના મૂળની તપાસ શરૂ કરી હતી. તપાસમાં ધમકી ખોટી હોવાનું બહાર આવ્યું.
24 જૂન 2025: રેની જોશિલ્ડા નામના ઈ-મેલ આઈડીથી ધમકી મળી, જેમાં RDX-આધારિત IED અને વીઆઈપી ટાર્ગેટનો ઉલ્લેખ હતો. તપાસમાં ચેન્નાઈની એક મહિલાની ધરપકડ થઈ, જેણે વ્યક્તિગત કારણોસર આવી ધમકીઓ મોકલી હોવાનું કબૂલ્યું.
20 ઓગસ્ટ 2025: ધમકીની તપાસ હજુ ચાલુ છે અને પોલીસે હાઈકોર્ટના પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
આ પણ વાંચો: Child Obesity: દુનિયામાં મેદસ્વી બાળકોની સંખ્યા વધી, યુનિસેફના રિપોર્ટમાં ચોંકાવનારા તારણો


