Ladakhના સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલનથી ત્રણ સૈનિકો શહીદ, બચાવ કામગીરી પૂરજોશમાં
- Ladakh માં હિમસ્ખલનથી ત્રણ જવાન શહીદ
- પાંચ સૈનિકો હિમસ્ખલનમાં ફસાયા હોવાના સમાચાર
- લદ્દાખમાં બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી
લદ્દાખમાં સિયાચીન ગ્લેશિયર પર હિમસ્ખલન થતા ભારતીય સેનાના ત્રણ સૈનિકો શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.ત્રણ સૈનિકો મહાર રેજિમેન્ટના હતા.ફસાયેલા સૈનિકોને બચાવવા માટે કાર્યવાહી પુરજોશમાં કરવામાં આવી રહી છે. આ વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છે, જ્યાં સૈનિકો -60 ડિગ્રી ઠંડી, ભારે પવન અને બરફના જોખમોનો સામનો કરે છે. માહિતી અનુસાર, સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓ હિમસ્ખલમાં ફસાઈ ગયા.હાલ બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.ફસાયેલા સૈનિકોને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Ladakh માં હિમસ્ખલનથી ત્રણ જવાન શહીદ
નોંધનીય છે કે આ ત્રણ સૈનિકો મહાર રેજિમેન્ટના હતા. ત્રણેય ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ઝારખંડના હતા. પાંચ સૈનિકો હિમસ્ખલનમાં ફસાયા છે. એક કેપ્ટનને બચાવી લેવામાં આવ્યો છે. સેનાની બચાવ ટીમો તરત જ કામે લાગી ગઈ, લેહ અને ઉધમપુરની મદદ લેવામાં આવી છે. સિયાચીનમાં હિમસ્ખલન સામાન્ય છે. 1984માં ઓપરેશન મેઘદૂત બાદ હવામાનને કારણે અત્યાર 1,000 થી વધુ સૈનિકો શહીદ થયા છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
An avalanche hit an Indian Army camp in the Siachen Glacier area on Sunday, 7th September. The bodies of three soldiers have been retrieved. More details awaited: Sources pic.twitter.com/FYFe96r0k8
— ANI (@ANI) September 9, 2025
સિયાચીન ગ્લેશિયર, જે કારાકોરમ પર્વતમાળામાં 20,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. કારણ કે સિયાચીનમાં આવી ઘટનાઓ પહેલા પણ બની ચૂકી છે. આ વખતે હિમસ્ખલન બેઝ કેમ્પની નજીક 12000 ફૂટની ઊંચાઈએ થયું હતું. સિયાચીનને વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર કહેવામાં આવે છે. અહીંનું તાપમાન -60 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે.
Ladakh માં અત્યાર સુધી 1000થી વધુ સૈનિકો શહીદ થયા છે
બરફના તોફાન અને હિમસ્ખલન સામાન્ય છે. આ હિમસ્ખલન ઉત્તરીય ગ્લેશિયર ક્ષેત્રમાં થયું હતું, જ્યાં 18,000 થી 20,000 ફૂટની ઊંચાઈ છે. આ વિસ્તારમાં સૈનિકોને માત્ર દુશ્મન જ નહીં પરંતુ કુદરતના પ્રકોપ સામે પણ લડવું પડે છે. 1984માં ઓપરેશન મેઘદૂત શરૂ થયા પછી ભારતે સિયાચીન પર નિયંત્રણ જાળવી રાખ્યું છે, પરંતુ હવામાનને કારણે 1,000 થી વધુ સૈનિકો શહીદ થયા છે
બચાવ કામગીરી પૂરજોશમાં
હિમસ્ખલનના સમાચાર મળતા જ ભારતીય સેના અને વાયુસેનાએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. વિશેષ હિમસ્ખલન બચાવ ટીમો (ART) ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બરફ નીચે દટાયેલા સૈનિકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ટીમો લેહ અને ઉધમપુરથી સંકલન કરી રહી છે. ઘાયલોને બહાર કાઢવા અને હોસ્પિટલોમાં લઈ જવા માટે ચિત્તા અને Mi-17 જેવા આર્મી હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સિયાચીનમાં આવી કટોકટી માટે સેના હંમેશા તૈયાર રહે છે, પરંતુ બરફ અને ઠંડીને કારણે બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ છે.
આ પણ વાંચો: ભારતના Vice President ને જાણો કેટલો મળે છે પગાર? કઇ કઈ મળે છે ખાસ સુવિધાઓ!


