Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda: ઠાસરામાં શિવજીની સવારીમાં પથ્થરમારો 

આજે અમાવસ્યા હોવાથી ખેડા જિલ્લાના ઠાસરામાં નીકળેલી શિવજીની સવારીમાં પથ્થરમારો થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. બે જૂથો આમને સામને આવી ગયા બાદ પથ્થરમારો થયો હતો. ખેડા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર  પહોંચ્યા છે અને સ્થિતીને...
kheda  ઠાસરામાં શિવજીની સવારીમાં પથ્થરમારો 
Advertisement
આજે અમાવસ્યા હોવાથી ખેડા જિલ્લાના ઠાસરામાં નીકળેલી શિવજીની સવારીમાં પથ્થરમારો થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. બે જૂથો આમને સામને આવી ગયા બાદ પથ્થરમારો થયો હતો. ખેડા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર  પહોંચ્યા છે અને સ્થિતીને કાબુમાં લીધી છે.
બે જૂથ વચ્ચે પથ્થરમારો
ખેડા જિલ્લાના ઠાસરામાં શુક્રવારે શ્રાવણ મહિનાની અમાસ હોવાથી શિવજીની સવારી નીકળી હતી જેમાં બે જૂથના લોકો સામે આવી જતાં પથ્થરમારો થયો હતો. પથ્થરમારાના પગલે લોકોમાં દોડધામ થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં ઠાસરા પોલીસ ઉપરાંત ડાકોર અને સેવાલિયાની પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને છમકલાંને કાબુમાં લઇ લીધું હતું. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
પોલીસ તંત્રમાં દોડ઼ધામ
ઘટનાના પગલે ખેડા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે ગામમાં સઘન પેટ્રોલિંગ શરુ કર્યું હતું અને આ બનાવમાં સંડોવાયેલાઓ સામે કડક કાર્યવાહી કરવાની શરુઆત કરી હતી. ગામમાં શાંતિ ડહોળનારા તત્વોની શોધખોળ કરાઇ રહી છે. ઘટનાના પગલે પોલીસ તંત્રમાં પણ દોડધામ થઇ ગઇ હતી.
ત્રણ પોલીસ કર્મીને ઇજા
સમગ્ર ઘટનામાં એક પીએસઆઇ અને બે પોલીસ જવાનને ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે. બપોરના સમયે બનેલા આ બનાવના પગલે પોલીસે તપાસ આદરી હતી.
Tags :
Advertisement

.

×