Apple ઇવેન્ટમાં લોન્ચ થયા Apple Watch ના આ મોડલ,જાણો કિંમત અને ફિચર્સ
- Apple ઇવેન્ટની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે
- Awe Droping ઇવેન્ટમાં ઘણી વોચ લોન્ચ કરવામાં આવી છે
- આ ઇવેન્ટમાં બજેટથી લઇને પ્રીમિયમ મોડલ સુધીના વોચ મોડલ લોન્ચ કરાયા
એપલ ઇવેન્ટની શરૂઆત થઇ ગઇ છે. આ ઇવેન્ટમાં એપલના એપલ વોચના શોખીનો માટે એકસાથે ઘણા નવા મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. અમેરિકન ટેક જાયન્ટ એપલે આજે Awe Droping ઇવેન્ટમાં ઘણી વોચ લોન્ચ કરવામાં આવી છે. આમાં બજેટથી લઇને પ્રીમિયમ મોડલનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ કે આ ઇવેન્ટમાં ગ્રાહકો માટે કયા નવા વિકલ્પો લોન્ચ કરવામાં આવ્યા છે.
This is the new Apple Watch Ultra 3 🔥 pic.twitter.com/Q5xCGvVouQ
— Apple Hub (@theapplehub) September 9, 2025
Apple વોચ અલ્ટ્રા 3
કંપનીની આ પ્રીમિયમ ઘડિયાળમાં ટકાઉપણું અને પ્રદર્શન પર ખાસ ધ્યાન રાખ્યું છે. વર્તમાન મોડેલ કરતાં વધુ સારા રિઝોલ્યુશન ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં એક નવી S11 ચિપ છે, જે તેને વધુ સારા પ્રદર્શન સાથે પહેલા કરતાં વધુ કાર્યક્ષમ બનાવશે. આ ચિપ બેટરી લાઇફને પણ અસર કરશે અને તે એક જ ચાર્જ પર વધુ કલાકો સુધી કામ કરી શકશે. તેને ઉન્નત GPS ટ્રેકિંગ, સેટેલાઇટ કનેક્ટિવિટી અને અદ્યતન આરોગ્ય ફિચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે.
Apple વોચ SE 3
એપલની શ્રેષ્ઠ પરંતુ સસ્તી ઘડિયાળ શોધી રહેલા લોકો માટે આ એક સારો વિકલ્પ છે. કંપનીએ તેની ડિઝાઇનમાં કોઈ ખાસ અપગ્રેડ કર્યું નથી, પરંતુ તેને એક નવી S11 ચિપ આપવામાં આવી છે, જે તેને વધુ સારું પ્રદર્શન આપવામાં મદદ કરશે. ઉપરાંત, નવી ચિપસેટ તેની બેટરી કાર્યક્ષમતામાં પણ સુધારો કરશે. એપલે નવા રંગ અને પટ્ટાના ખાસ વિકલ્પો ઉમેર્યા છે.
Apple વોચ સિરીઝ 11
એપલે નવી વોચ સિરીઝ 11 ની પણ જાહેરાત કરી છે. તેમાં એક નવો ચિપસેટ પણ લગાવવામાં આવ્યો છે. આ સાથે, વિઝ્યુઅલ અનુભવને સુધારવા માટે તેના ડિસ્પ્લેમાં સુધારો કરવામાં આવ્યો છે. તેને 5G કનેક્ટિવિટી માટે મીડિયાટેક મોડેમનો સપોર્ટ મળ્યો છે. પાછલી શ્રેણીના રંગ ઝાંખા પડવાની ફરિયાદો પર કાર્યવાહી કરતા, કંપનીએ તેના નવા રંગ વિકલ્પો અને બેન્ડ ડિઝાઇન પણ લોન્ચ કર્યા છે.


