Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tiranga Yatra: અમદાવાદમાં આજે સ્વતંત્રતા પર્વ પૂર્વે તિરંગા યાત્રા યોજાશે

કાર્ગો એરપોર્ટથી લઈને બે કિલોમીટર સુધી Tiranga Yatra યોજાશે
tiranga yatra  અમદાવાદમાં આજે સ્વતંત્રતા પર્વ પૂર્વે તિરંગા યાત્રા યોજાશે
Advertisement
  • કાર્ગો એરપોર્ટથી લઈને બે કિલોમીટર સુધી Tiranga Yatra યોજાશે
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જોડાશે
  • આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ જોડાશે

Tiranga Yatra: અમદાવાદમાં આજે સ્વતંત્રતા પર્વ પૂર્વે તિરંગા યાત્રા યોજાશે. જેમાં કાર્ગો એરપોર્ટથી લઈને બે કિલોમીટર સુધી તિરંગા યાત્રા યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendrabhai Patel) અને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) જોડાશે. આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ જોડાશે. તથા શહેર ભાજપના હોદ્દેદારો અને નાગરિકો તિરંગા યાત્રામાં જોડાશે.

વિવિધ વિસ્તારોમાં Tiranga Yatra

સમગ્ર વિસ્તારમાં તિરંગા યાત્રા ફરી અને દેશભક્તિનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં સાંજે પણ Tiranga Yatraનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

અગાઉ શહેરના રાણીપ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

અગાઉ શહેરના રાણીપ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યુ રાણીપ કેદારેશ્વર મહાદેવથી વિરમગામ યાત્રા નીકળી હતી, જે નવા રાણીપના સરદાર ચોક, એસવી સ્ક્વેર, બલોલનગર બ્રિજ થઈને બલોલનગર ચાર રસ્તાથી ગાયત્રી મંદિર થઈ રાણીપ ગામમાં આવેલા સરદાર ચોક ખાતે પુરી થઈ હતી. જ્યારે ઘાટલોડિયા વિસ્તારમાં કર્મચારીનગર, અર્જુન ટાવર થઈને, ભૂયંગદેવ ચાર રસ્તા થઈને આગળ પૂરી થઈ હતી.

આ Tiranga Yatra માં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા

જ્યારે નવાવાડ વોર્ડમાં પણ ભીમજીપુરા ગાય સર્કલથી યાત્રા શરૂ થઈને ફરી હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે 15મી ઓગસ્ટ પહેલા ભાજપ દ્વારા દરેક વોર્ડમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકોમાં દેશભક્તિની ભાવના જાગે અને ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને સૈનિકોનો જુસ્સો વધારવામાં આવે તેને લઈને તિરંગા યાત્રા પણ યોજવામાં આવી છે. ચાલુ વર્ષે દરેક વોર્ડમાં તિરંગા યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વોર્ડમાં તિરંગા યાત્રામાં 50થી વધુ બાઈકો અને હાથમાં તિરંગા લઈને લોકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા.

આ પણ વાંચો: Ahmedabad: સાયન્સ સિટી રોડ પર આસામાજિક તત્વોનો આતંક, ઓફિસમાં ઘૂસીને બિલ્ડર પર જીવલેણ હુમલો

Tags :
Advertisement

.

×