TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા TRP રેટીંગમાં ટોચ પર, અનુપમાને આપી પછડાટ
- દેશનો લોકપ્રિય શો ફરી એક વખત રેટીંગમાં પ્રથમ આવ્યો
- અનુપમા સિલિયલને પાછળ પાડીને પહેલા નંબરે સ્થાન જમાવ્યું
- તાજેતરમાં 24 અઠવાડિયાની રેટીંગના આંકડા જાહેર કરવામાં આવ્યા છે
TMKOC : સબ ટીવીનો સૌથી લાંબો અને લોકપ્રિય ચાલતો કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TAARAK MEHTA KA OOLTAH CHASHMAH) 24 માં અઠવાડિયાની ટીઆરપી યાદીમાં નંબર 1 (TRP NUMBER - 1) રહ્યો છે. 24 માં અઠવાડિયાની યાદીમાં આ શોએ 2.2 ની ટીઆરપી રેટીંગ નોંધાવી છે. સ્ટાર પ્લસની અનુપમા (ANUPAMA) સિરિયલને હરાવીને આ શો નંબર 1 બન્યો છે. શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનારા સચિન શ્રોફે શોની આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે શોના નિર્માતા અસિત મોદી (ASIT MODI) નો આભાર માન્યો છે.
સચિન શ્રોફે કહી મોટી વાત
મીડિયા સાથે ખાસ વાત કરતા સચિને (SACHIN SHROFF) કહ્યું, સૌ પ્રથમ આટલું અર્થપૂર્ણ કન્ટેન્ટ બનાવવા બદલ અમારા નિર્માતા અસિત કુમાર મોદીનો ખૂબ ખૂબ આભાર. અને સૌથી અગત્યનું અમારા પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર જેમણે વર્ષોથી સતત પ્રેમ અને સમર્થન આપ્યું છે. નંબર 1 સુધી પહોંચવું અમારા માટે ફક્ત રોમાંચક જ નહીં પણ ભાવનાત્મક પણ છે, કારણ કે તેમાં અમારી આખી ટીમની મહેનત જોડાયેલી છે.
આ શોનો ભાગ બનવું એ એક જવાબદારી છે
સચિને વધુમાં ઉમેર્યું, "આ પ્રતિષ્ઠિત શોનો ભાગ બનવું એ એક જવાબદારી છે. અમારો ઉદ્દેશ્ય એવુ કન્ટેન્ટ લાવવાનો છે જે ફક્ત મનોરંજન જ નહીં પણ આનંદ પણ લાવે છે. અમારું મુખ્ય લક્ષ્ય હંમેશા હાસ્ય ફેલાવવાનું રહ્યું છે." અત્રે નોંધનીય છે કે, શોના હાલના ટ્રેક વિશે વાત કરીએ તો, શોમાં હાલમાં એક મજેદાર ભૂત ટ્રેક જોવા મળી રહ્યો છે. ગોકુલધામ સોસાયટીમાં વિચિત્ર ઘટનાઓ બની રહી છે. ગોકુલધામના રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ચાહકોના ચહેરા પર સ્મિત લાવી રહ્યું છે.
આ પણ વાંચો ---- MAISA : લોહીથી ખરડાયેલો ચહેરો અને હાથમાં હથિયાર સાથે રશ્મિકા મંદાના નવા લુકમાં દેખાઇ