Adani Group ને બીજો મોટો ફટકો, ફ્રાન્સની આ કંપનીએ નવું રોકાણ કરવાની ના પાડી!
- Adani Group ના ચેરમેન ગૌતમ અદાણી સમાચારોમાં ઘેરાયા
- ફ્રાન્સની આ કંપનીએ અદાણી ગ્રીન એનર્જીમાંથી ટેકો પાછો ખેંચ્યો
- સોમવારે અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ભારે ઘટાડો...
અદાણી ગ્રુપ (Adani Group)ના ચેરમેન અને દેશના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સમાચારોમાં ઘેરાયેલા છે. અમેરિકામાં લાંચ અને છેતરપિંડીના આરોપો બાદ હવે અદાણી ગ્રુપ (Adani Group) માટે એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. હવે Total Energies SE એ જાહેરાત કરી છે કે તે અદાણી ગ્રુપ (Adani Group)માં કોઈ નવું રોકાણ નહીં કરે. કંપનીએ જણાવ્યું કે, ટોટલ એનર્જી કોઈપણ સ્વરૂપમાં ભ્રષ્ટાચાર સહન કરશે નહીં. દરમિયાન સોમવારે અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો. કંપનીનો શેર 10% ઘટીને ₹948.20 થયો હતો.
કંપનીએ શું કહ્યું?
સોમવારે જણાવ્યું હતું કે, કંપનીના વડા અને તેમના ભત્રીજા સામે US ફેડરલ આરોપો વચ્ચે તે અદાણી જૂથની કંપનીઓમાં તેના રોકાણના ભાગરૂપે કોઈ નવું નાણાકીય યોગદાન આપશે નહીં. કંપનીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "જ્યાં સુધી અદાણી ગ્રુપ (Adani Group)ની વ્યક્તિઓ સામેના આરોપો અને તેના પરિણામો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ટોટલ એનર્જીઝ અદાણી ગ્રુપ (Adani Group)ની કંપનીઓમાં તેના રોકાણના ભાગરૂપે કોઈ નવી ફાઇનાન્સ સપોર્ટ આપશે નહીં." તમને જણાવી દઈએ કે, Total Energies SE ફ્રાન્સ મલ્ટીનેશનલ ઈન્ટીગ્રેટેડ એનર્જી અને પેટ્રોલિયમ કંપની છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ... હવે રેવન્ત રેડ્ડીનું નિવેદન, Adani Group ને રૂ. 100 કરોડ પરત કર્યા
ટોટલ એનર્જીનો કેટલો હિસ્સો છે?
ટોટલ એનર્જી અદાણી ગ્રીન એનર્જી લિ.માં 19.75 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપની ગૌતમ અદાણીનું રિન્યુએબલ એનર્જી યુનિટ છે. કંપની પાસે ત્રણ સંયુક્ત સાહસ એકમોમાં 50 ટકા હિસ્સો પણ છે. ફ્રેન્ચ કંપની અદાણી ટોટલ ગેસ લિ. 37.4 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપની વાહનો માટે CNG નું છૂટક વેચાણ કરે છે અને ઘરોમાં રસોઈ માટે કુદરતી ગેસ પહોંચાડે છે.
આ પણ વાંચો : Market Recovery : શેરબજારમાં મજબૂત રિકવરી સાથે બંધ,સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો
શું છે સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે, અમેરિકન અધિકારીઓએ બે અલગ-અલગ કેસમાં અદાણી પર લાંચ અને સિક્યોરિટી ફ્રોડનો આરોપ લગાવ્યો છે. US જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ન્યૂયોર્કની કોર્ટમાં ફોજદારી તહોમતનામું દાખલ કરવામાં આવ્યું છે, જેમાં તેમના અને તેમના ભત્રીજા સાગર સહિત સાત અન્ય લોકો પર આંધ્રપ્રદેશ જેવી રાજ્ય સરકારોના અનામી અધિકારીઓને મોંઘી સૌર ઊર્જા ખરીદવા માટે લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આનાથી તેમને 20 વર્ષના ગાળામાં બે અબજ US ડોલરથી વધુનો નફો થયો હશે. જો કે, અદાણી જૂથે US અધિકારીઓ દ્વારા લાંચ લેવાના આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે જૂથ તમામ કાયદાઓનું પાલન કરે છે.
આ પણ વાંચો : કેન્યાએ Adani Group સાથે ડીલ કરી રદ, અમેરિકામાં આક્ષેપો બાદ નિર્ણય