Navsari : સાપુતારામાં જામી પ્રવાસીઓની ભીડ, અનેક ધોધ તેમજ ઝરણા થયા જીવંત
- ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું
- સાપુતારામાં જામી પ્રવાસીઓની ભીડ
- વરસાદ શરૂ થતા અનેક ધોધ તેમજ ઝરણા થાય છે જીવંત
ડાંગ જિલ્લામાં સતત વરસેલા ધોધમાર વરસાદને પગલે ડાંગ જિલ્લાનુ કુદરતી સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ છે.ત્યારે ડાંગના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલ ગીરાધોધ જીવંત થતા પ્રવાસીઓ એ ડાંગ જિલ્લા તરફ પ્રવાસીઓ ઉમટ્યા હતા.
સાપુતારામાં જામી પ્રવાસીઓની ભીડ
કુદરતી સૌદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં વરસાદથી શરૂઆત થતાજ ગુજરાત ભરમાંથી પ્રવાસીઓ ડાંગ જિલ્લામાં હરવા ફરવા માટે આવતા હોય છે.ત્યારે ડાંગ જિલ્લામાં સતત વરસેલા વરસાદ થી ડાંગ જિલ્લાના સૌદર્યમાં વધારો થયો છે.અને ડાંગ જિલ્લો લીલોછમ બન્યો છે,ડાંગમાં વરસાદ શરૂ થતાની સાથેજ અનેક નાનામાટો ધોધ તેમજ ઝરણા સક્રિય થતા હોય છે. જેનાથી પ્રવાસીઓને અહીયા ફરવાની મજા આવતી હોય છે.તો ડાંગ ના પ્રવેશ દ્વાર એવા વઘઈ ખાતે આવેલ ગીરાધોધ છે ગરમીની સિઝનમાં બંધ થઈ ગયો હતો.જે ગીરાધોધ સતત વરસેલા વરસાદ થી જીવંત થતા પ્રવાસીઓ તેને નીહાળવા ઉમટી રહ્યા છે.
વઘઈ ખાતે ગીરાધોધ જીવંત થતા પ્રવાસીઓ ઉમટ્યા
ડાંગ જિલ્લામાં આવેલ સાપુતારા ગુજરાતનુ એકમાત્ર ગીરીમથક છે.ત્યારે ચોમાસાની સિઝનમાં અહીયા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે.જે પ્રવાસીઓ ગીરાધોધની અચૂક મુલાકાત લેતા હોય છે.ગીરાધોધ સક્રિય થતાની સાથેજ તંત્ર પણ સજજ થઈ ચૂક્યુ છે.અને ગીરાધોધની નજીક કોઈપણ પ્રવાસી ન જાય તે માટે દોરડા બાંધી દેવામાં આવ્યા છે.સાથેજ એક સાઈન બોર્ડ મુકી લોકોને સેલ્ફી ન લેવા તેમજ ધોધની નજીક ન જવા માટે પણ માહિત ગાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Rajkot : લક્ષ્મીનગર વિસ્તારમાં રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ, સ્થાનિકોમાં રોષ