Kutch : આડેસરમાં કરુણ ઘટના : ટાંકામાં ડૂબી જતાં માતા-પુત્રી સહિત ત્રણના મોત, વિસ્તારમાં શોકનું મોજું
- Kutch : ના આડેસરમાં કરુણ ઘટના સામે આવી
- ટાંકામાં ડૂબી જતાં માતા-પુત્રી સહિત 3ના મોત
- 5 વર્ષની બાળકી પડી જતા તેને બચાવવા ગઈ હતી માતા
- 3 માસની બાળકીને લઈને હાથ લાંબો કરતા ટાંકામાં ગરકાવ
- 3 જણાના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ
ભુજ : કચ્છ જિલ્લાના (Kutch) ભુજ તાલુકાના આડેસર ગામમાં એક અત્યંત કરુણ અને હૃદયવિદારક બનાવ સામે આવ્યો છે. એક 5 વર્ષની માસૂમ બાળકીના ટાંકામાં પડી જવાની ઘટના વચ્ચે તેને બચાવવા ગયેલી તેની માતા અને 3 મહિનાની નાનકડી બહેનના જીવનનો અંત આવી ગયો છે. આ ત્રણેયના અકાળ મોતથી સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટીનું વાતાવરણ છે. ગામના લોકો આ દુર્ઘટનાને લઈને આક્રંદિત છે અને પરિવારને સાંત્વના આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.
પોતાના એક બાળકને બચાવવા જતાં અન્ય એક બાળક અને માતાનું પણ મોત
ઘટના ગુરુવારે (11 નવેમ્બર, 2025) બપોરે લગભગ 2 વાગ્યા વચ્ચે બની હોવાની માહિતી સામે આવી રહી છે. આડેસર ગામમાં રહેતા એક શ્રમિક પરિવારની 5 વર્ષની દીકરી ઘર પાસેના ખુલ્લા ટાંકામાં રમતા-રમતા પડી ગઈ હતી. ટાંકામાં પાણીનું ભરેલું હતું, તેથી બાળક તેમા ડૂબી ગયું હતું. માતાએ પોતાના બાળકને ટાંકા પડતું જોઈને તે પણ તેને બચાવવા માટે તેને ટાંકામાં પડેલા બાળકને બચાવવા માટે હાથ લાંબો કર્યો હતો. આ દરમિયાન તેમના પાસે રહેલા બીજા બાળક સાથે માતા પોતે ટાંકામાં પડી ગઈ હતી. તે પોતાની બાળકીને બચાવવા માટે ટાંકામાં તો કૂદી પડી હતી, પરંતુ માતાને પણ તરતા આવડતું ન હોવાથી ન તો તે પોતાની પુત્રીને બચાવી શકી ન પોતે બચી શક્યા હતા.
કચ્છના આડેસરમાં કરુણ ઘટના સામે આવી
ટાંકામાં ડૂબી જતાં માતા-પુત્રી સહિત 3ના મોત
5 વર્ષની બાળકી પડી જતા તેને બચાવવા ગઈ હતી માતા
3 માસની બાળકીને લઈને હાથ લાંબો કરતા ટાંકામાં ગરકાવ
3 જણાના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ#KutchTragedy #Adesar #MotherDaughter #WaterTankAccident… pic.twitter.com/TKnGupMTpF— Gujarat First (@GujaratFirst) November 12, 2025
આ ઘટનાને લઈને પંથકમાં અરેરાટી ફેલાઈ છે. માતા પોતાના એક બાળકને બચાવવા જતાં પોતાના એક અન્ય બાળકને પણ ગુમાવ્યો છે. તો માતાને પણ તરતા ન આવડતું હોવાના કારણે પોતે પોતાનો જીવ પણ બચાવી શકી નહતી. આમ આ કરૂણ ઘટનામાં બે બાળક અને માતાનું મોત થતાં ગામ આખું હિબકે ચડ્યું છે.
આ પણ વાંચો- Ahmedabad | મહાવિધાલયના ઋષિકુમારોએ સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કર્યો! | Gujarat First


