આશરે 1 KM રિવર્સ ચાલી ટ્રેન, ચાલુ ટ્રેનમાંથી શેખ નીચે પટકાયા અને રેલવે તંત્ર દોડતું થયું
- ટ્રેનમાંથી એક યુવક નીચે પટકાયો હતો
- યાત્રીઓએ ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેન અટકાવી
- ઘાયલ યાત્રીને લેવા માટે 1 કિલોમીચર પાછી ચાલી ટ્રેન
નવી દિલ્હી : ઘટના શનિવારે સવારે 11 વાગ્યાની છે. કોઇ યાત્રીએ ઇમરજન્સી ચેન ખેંચી હતી. એક અખબાર સાથેની વાતચીતમાં અધિકારીએ જણાવ્યું કે, ટ્રેન ગાર્ડ એસએસ કદમને યાત્રીઓ પાસેથી જાણવા મળ્યું કે, એક યુવક ત્રીજા કોચમાં પડ્યો હતો.
યાત્રીને લેવા 1 કિલોમીટર રિવર્સ ચાલી ટ્રેન
રેલવેએ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જ્યાં કોચમાંથી પડી ગયેલા એક યાત્રીને લેવા માટે ટ્રેન અડધો કિલોમીટર કરતા વધારે રિવર્સ ચાલી હતી. મામલો મહારાષ્ટ્રનો છે. જો કે દુખદ બાબત એવી પણ છે કે, આ ઘાયલ યાત્રીને લેવા માટે ટ્રેને પોતાની દિશા બદલી અને તેની પાછળ અને ટ્રેન પ્રભાવિત થઇ. તેની સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો : પ્રશાંત કિશોરે જામીનના બોન્ડ ભરવાની ના પાડી, પસંદ કર્યો જેલનો રસ્તો, ત્યાં પણ ઉપવાસ ચાલુ રાખવાની જાહેરાત
પરવાનગી લઇને ટ્રેનને પરત લઇ જવામાં આવી
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કોચમાંથી પડી ગયેલા યાત્રીનું નામ સરવર શેખ હતું. ઉત્તર પ્રદેશના શેખરની ઉંમર 30 વર્ષની હતી. તપોવન એક્સપ્રેસ ટ્રેનના મનમાડ જંક્શન પર પહોંચ્યા બાદ તેઓ કોચમાંથી નીચે પટકાયા હતા. મંડળ રેલ પ્રબંધક ઇતિ પાંડેએ કહ્યું કે, ટ્રેનના લોકો પાયલોટે કંટ્રોલર પાસે પરવાનગી લીધી અને ઘાયલ યાત્રીને લેવા માટે રિઝર્વ કરીને ટ્રેનને તેઓ લઇ ગયા હતા.
ઇમરજન્સી બ્રેક ખેંચ્યા બાદ મામલો સામે આવ્યો
ઘટના શનિવારે સવારે 11 વાગ્યાની છે. કોઇ યાત્રીએ ઇમરજન્સી બ્રેક ખેંચી હતી. અધિકારીએ જણાવ્યું કે, ટ્રેન ગાર્ડ એસએસ કદમને યાત્રીઓએ જણાવ્યું કે, એક યુવક ત્રીજા કોચમાંથી નીચે પટકાઇ ગયો છે. કદમે લોકો પાયલોટ એમએસ આલમનો સંપર્ક કર્યો અને ત્યાર બાદ આલમે કંટ્રોલરનો સંપર્ક કરીને પાછળ જવા માટેની પરવાનગી માંગી હતી.
આ પણ વાંચો : Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલને કોર્ટથી ઝટકો
રેલવે દ્વારા કરવામાં આવી સમગ્ર વ્યવસ્થા
ત્યાર બાદ તપોવન એક્સપ્રેસની પાછળ આવી રહેલી માલગાડીને એક સ્ટેશન પહેલા જ અટકાવી દેવાઇ હતી. જેથી ટ્રેન માટે જગ્યા બનાવી શકાય. ટ્રેનમાં રહેલા યાત્રીઓની મદદથી શેખ અંગે માહિતી મેળવાઇ હતી અને ત્યાર બાદ ટ્રેન મનમાડ સ્ટેશન પહોંચ્યા. ત્યાં સુધી રેલ અધિકારીઓએ શેખને હોસ્પિટલ લઇ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દીધી હતી. તેને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ ટ્રેન નાંદેડ માટે આગળ વધી ગઇ હતી.
આ પણ વાંચો : Ahmedabad: કોલ્ડ પ્લેના કોન્સર્ટને લઈ આયોજકોને નોટિસ અપાઇ


