Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ખરાબ રસ્તાને લઈ ટ્રાવેલ્સ એસો. મેદાને, ટોલ પ્લાઝાના બહિષ્કારની ચીમકી

રાજકોટમાં ખરાબ રસ્તાને લઈ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા ટોલ પ્લાઝાના બહિષ્કારની ચીમકી આપી હતી.
rajkot   ખરાબ રસ્તાને લઈ ટ્રાવેલ્સ એસો  મેદાને  ટોલ પ્લાઝાના બહિષ્કારની ચીમકી
Advertisement
  • રાજકોટમાં ખરાબ રસ્તાને લઈ ટ્રાવેલ્સ એસોસિએશન મેદાને
  • ટ્રાવેલ્સ એસોસિએશનની ટોલ પ્લાઝાના બહિષ્કારની ચીમકી
  • ખાડા અને ટ્રાફિકનું નિરાકરણ ન આવે ત્યાં સુધી નહી ભરે ટોલ

રાજકોટમાં ખરાબ રસ્તાને લઈ ટ્રાવેલ્સ એસોસિએશન મેદાને આવ્યું છે. રાજકોટમાં ટ્રાવેલ્સ એસો.ના સમર્થનમાં કોંગ્રેસ આવ્યું છે. ટ્રાવેલ્સ એસો. ટોલ પ્લાઝાનો બહિષ્કાર કરશે. ટ્રાવેલ્સ એસો. ખાડા મામલે કોંગ્રેસના સમર્થન આપ્યું છે. ખાડા અને ટ્રાફિક સમસ્યા નહીં સુધરે ત્યાં સુધી ટોલ ટેક્સ આપશે નહી. રાજકોટ-જેતપુર હાઈવે પર ખાડા અને ખાડા અને ખરાબ રસ્તાને કારણે ટ્રાવેલ્સ એસોસિયેશન વિરોધ કરશે. ખાડા અને ખરાબ રસ્તા છતાં ટોલ વસુલવા મામલે વિરોધ નોંધાયો છે. રાજકોટના સમસ્ત ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા ટોલ નહી આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

નીતિ-નિયમ મુજબ ટોલનાકામાંથી મુક્તિ મેળવીશુંઃ વિજયસિંહ જાડેજા

રાજકોટ ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આવતીકાલે કલેક્ટરને રજૂઆત કરવાના છીએ. તેમજ આ બાબતે રાજકોટ ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવેલ છે. તેમજ કલેક્ટરને રજૂઆત કર્યા બાદ પણ જો સમસ્યામાં ફેરફાર નહી થાય તો રાજકોટ ટ્રાવેલ્સ એસોસિયેશન ટોલ નાકાનો બહિષ્કાર કરશે. તેમજ નીતી નિયમ મુજબ ટોલનાકામાંથી જે મુક્તિ આપવી પડે તે મુક્તિ મેળવીશું.

Advertisement

આ પણ વાંચોઃ SMC એ સૌરાષ્ટ્રના છેવાડાના જિલ્લામાંથી 39 લાખનો વિદેશી દારૂ પકડ્યો, રાજકોટથી આગળ દરોડાની કાર્યવાહી નહિવત્

પબ્લીકે પોત પોતાની રીતે રસ્તા ગોતી લીધાઃ ભાવે કનેરીયા

રાજકોટ ટ્રાવેલ્સ એસોસિયેશનના ભાવેશ કનેરીયાએ જણાવ્યું હતું કે, અમે બધા ટ્રાવેલ એસોસિયેશન દ્વારા અહીંયા આવ્યા છીએ.આ પ્રશ્ન ફક્ત ટ્રાવેલ્સને લગતો નથી. આમ પબ્લીકનો પણ છે. અહીયાથી સાપર, ગોંડલ કેટલીય ઈન્ડસ્ટ્રીઝો અહીંયાથી જાય છે. પબ્લીક દ્વારા એની જાતે ડાયવર્ઝન ગોતી લીધા છે. આ રોડની આજુબાજુમાં ઉંમરાડા, ગોંડલમાંથી પબ્લીક ડાયવર્ટ થઈ પોતાની રીતે રોડ ગોતી પચાસ ટકા પબ્લીક તો ત્યાં ડાયવર્ટ થઈ ગઈ હોય. જો એ પોતાની રીતે ન થયું હોત તો સમજો કે અહીંયા કેટલો ટ્રાફિક જામ થાત.

આ પણ વાંચોઃ Gandhinagar : રોડની ખરાબ સ્થિતિને લઇ હાઈલેવલ બેઠક, ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટર્સને કામ આપવામાં સૂચના

Tags :
Advertisement

.

×