Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રાવેલ ઇન્ફ્લૂએન્ઝર Anunay Sood નું નિધન, Forbes 100 Digital Stars માં ચમક્યો હતો

અનુનયના (Travel Influencer Anunay Sood Death) સોશિયલ મીડિયા હેન્ડલ, ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી. તેમાં લખ્યું હતું, "અમારા પ્રિય અનુનય સૂદના અવસાનના સમાચાર અમે ખૂબ જ દુઃખ સાથે શેર કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં સમજદારી અને ગોપનીયતા જાળવવા માટે અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ. અમે તમને ખાનગી મિલકતની નજીક એકત્ર થવાથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ.
ટ્રાવેલ ઇન્ફ્લૂએન્ઝર anunay sood નું નિધન  forbes 100 digital stars માં ચમક્યો હતો
Advertisement
  • જાણીતા ટ્રાવેલ ઇન્ફ્લૂએન્ઝરનું અચાનક નિધન
  • પરિવારે ઇન્સાગ્રામ પોસ્ટ થકી માહિતી આપી
  • ફોર્બ્સના ડિજિટલ સ્ટારમાં પણ ઇન્ફ્લૂએન્ઝર ચમક્યો હતો

Travel Influencer Anunay Sood Death : દુબઈ સ્થિત પ્રખ્યાત ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર અને ફોટોગ્રાફર અનુનય સૂદનું (Travel Influencer Anunay Sood Death) અવસાન થયું છે. તેએનું 32 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમના પરિવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા અનુનય સૂદના (Travel Influencer Anunay Sood Death) મૃત્યુની જાહેરાત કરી છે. જો કે, મૃત્યુનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ સમાચાર સાંભળીને તેમના ચાહકો ચોંકી ગયા છે.

પરિવારે ગોપનિયતા માટે અપીલ કરી

નોંધનીય છે કે, અનુનય સૂદના (Travel Influencer Anunay Sood Death) ફક્ત ઇન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા. તેમના મૃત્યુ સમયે, અનુનય સૂદ અમેરિકાના લાસ વેગાસમાં હતો, અને તેમણે ત્યાંથી તેમની છેલ્લી પોસ્ટ પોસ્ટ કરી હતી. તેઓ ત્રણ વર્ષ સુધી ફોર્બ્સની ટોચના 100 ડિજિટલ સ્ટાર્સની યાદીમાં પણ સ્થાન પામ્યો હતો. હવે, પરિવારે આ અંતિમ સમાચારને લઇને પોસ્ટ કરી છે ,અને ગોપનીયતા માટે અપીલ કરી છે.

Advertisement

સોશિયલ મીડિયા પર માહિતી આપવામાં આવી

અનુનયના (Travel Influencer Anunay Sood Death) સોશિયલ મીડિયા હેન્ડલ, ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી. તેમાં લખ્યું હતું, "અમારા પ્રિય અનુનય સૂદના અવસાનના સમાચાર અમે ખૂબ જ દુઃખ સાથે શેર કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં સમજદારી અને ગોપનીયતા જાળવવા માટે અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ. અમે તમને ખાનગી મિલકતની નજીક એકત્ર થવાથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ. કૃપા કરીને તેમના પરિવાર અને પ્રિયજનોને તમારા વિચારો અને પ્રાર્થનામાં રાખો. તેમના આત્માને શાંતિ મળે." લોકો હવે પોસ્ટ પર ટિપ્પણી કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Advertisement

આ અનુનયની છેલ્લી પોસ્ટ હતી

અનુનયની (Travel Influencer Anunay Sood Death) છેલ્લી પોસ્ટ 4 નવેમ્બરના રોજ હતી, જેમાં તે લાસ વેગાસના રસ્તાઓ પર સ્પોર્ટ્સ કારથી ઘેરાયેલા જોવા મળ્યો હતો. પોસ્ટ શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, "વિશ્વાસ નથી થતો કે, મેં આ સપ્તાહાંત મારા સપના અને દંતકથાઓના મશીનોથી ઘેરાયેલા વિતાવ્યો."

તેણે Forbes India 100 Digital Stars ની યાદીમાં સ્થાન મેળવ્યું

અનુનયે (Travel Influencer Anunay Sood Death) 2022, 2023 અને 2024 માં સતત ત્રણ વખત Forbes India 100 Digital Stars ની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. ફોર્બ્સે તેમને દુબઈ સ્થિત ફોટોગ્રાફર તરીકે સન્માનિત કર્યા, જે પોતાના કેમેરા દ્વારા દુનિયા જુએ છે.

આ પણ વાંચો -----  વૃંદાવનમાં ગીતા રબારીએ પ્રેમાનંદ મહારાજજી સમક્ષ ગાયું કૃષ્ણ ભજન

Tags :
Advertisement

.

×