Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morbi:લીલાપર રોડ પર ત્રિપલ અકસ્માત, રિક્ષા ચાલક અને બાઇક ચાલક ઇજાગ્રસ્ત

Morbi: મોરબીના લીલાપર રોડ પર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં લીલાપર રોડ પર બોરીયા પાટી નજીક કાર , બાઇક અને રિક્ષાનો અકસ્માત સર્જાતા રિક્ષા ચાલક અને બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે તેમજ રિક્ષા ચાલકને પણ ઈજા પહોચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે.
morbi લીલાપર રોડ પર ત્રિપલ અકસ્માત  રિક્ષા ચાલક અને બાઇક ચાલક ઇજાગ્રસ્ત
Advertisement
  • મોરબીના લીલાપર રોડ પર ત્રિપલ અકસ્માતની ઘટના
  • લીલાપર રોડ પર બોરિયા પાટીયા નજીક અકસ્માત
  • કાર, બાઇક અને રિક્ષાનો અકસ્માત થયો
  • અકસ્માતમાં રિક્ષા ચાલક અને બાઇક ચાલક ઇજાગ્રસ્ત
  • બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં રાજકોટ ખસેડાયો
  • રિક્ષા ચાલકને પણ ઇજા પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Morbi: રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આવા અકસ્માતોમાં નિર્દોષ લોકો જીવ ગૂમાવતા હોય છે. ત્યારે મોરબીમાં પણ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મોરબીના લીલાપર રોડ પર ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. જેમાં કાર , બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષા ચાલક અને બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તેમજ અકસ્માતમાં કાર , બાઇક અને રિક્ષાને પણ ભારે નુકસાન પહોચ્યું છે.

Morbi Accident- Gujarat first 2

Advertisement

મોરબીના લીલાપર રોડ પર ત્રિપલ અકસ્માત

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના લીલાપર રોડ પર બોરિયા પાટીયા નજીક કાર, બાઇક અને ઓટોરિક્ષાનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક અને રિક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જાણકારી મુજબ, કાર ઝડપભેર આવતાં તેણે પહેલા બાઇકને અડફેટે લીધી અને પછી સામેની દિશામાંથી આવતી ઓટોરિક્ષા સાથે અથડાઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે બાઇક અને રિક્ષા બંનેના ચાલકોને ગંભીર ઇજા થઈ હતી. બાઇક ચાલકની હાલત વધુ ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે ઓટોરિક્ષા ચાલકને મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બંનેની સારવાર ચાલુ છે.

Advertisement

Morbi Accident- Gujarat first 2

 પોલીસે હાથ ધરી કાર્યવાહી

આ અકસ્માતના પગલે લોકોનું એકઠું થઈ ગયું હતું અને લીલાપર રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ છે.

Morbi Accident- Gujarat first 2

 આ પણ વાંચો: Rajkot: ક્રિસ્ટલ મોલમાં ‘લાલો ’ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી મામલે જાણો શું થયો ખુલાસો?

Advertisement

.

×