Trump એ મોદીને મિત્ર ગણાવ્યા તો EUને ભારત પર 100% ટેરિફની કરી અપીલ : મિત્ર કે દુશ્મન?
- Trump એ મોદીને મિત્ર ગણાવ્યા, પરંતુ EUને ભારત પર 100% ટેરિફની અપીલ: નરમી કે ગરમી?
- ભારત-અમેરિકા વેપાર વાટાઘાટ : ટ્રમ્પે મોદી સાથે વાતચીતની ઉત્સુકતા દર્શાવી, ટેરિફ વિવાદ ચાલુ
- ટ્રમ્પની ડબલ ગેમ? મોદીને મિત્ર ગણાવ્યા, પણ ભારત-ચીન પર 100% ટેરિફની માંગ
- રશિયન તેલની ખરીદી પર ટ્રમ્પની નારાજગી: ભારત પર 50% ટેરિફ, EUને 100%ની અપીલ
- ભારત-અમેરિકા સંબંધોમાં સુધારો: મોદી-ટ્રમ્પની વાતચીતની યોજના, ટેરિફ મુદ્દે તણાવ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ( Donald Trump ) પીએમ મોદીને ફરી એકવાર પોતાના મિત્ર ગણાવતા કહ્યું કે, "તેમને પૂરો ભરોસો છે કે બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટોના કોઈ સફળ નિષ્કર્ષ પર પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં આવે."
અમેરિકી રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે તેઓ આગામી અઠવાડિયામાં પોતાના ખૂબ સારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છે.
તેમના આ નિવેદનને ભારત પ્રત્યે નરમીના સંકેત તરીકે જોવામાં આવ્યું પરંતુ આ સાથે એક એવા સમાચાર પણ સામે આવ્યા જે ભારત પ્રત્યે તેમના વલણમાં આ ફેરફારની વિરુદ્ધ દેખાય છે.
દરઅસલ 'ટ્રમ્પે યુરોપિયન યુનિયનને અપીલ કરી છે કે તે ભારત અને ચીન પર 100 ટકા સુધી ટેરિફ લગાવે.'
મંગળવારે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું છે કે તેમને 'આ ઘોષણા કરતાં ખુશી થઈ રહી છે કે ભારત અને અમેરિકા, બંને દેશો વચ્ચે વેપારમાં અડચણો દૂર કરવા માટે વાતચીત ચાલુ રાખી રહ્યા છે.'
તેમણે આગળ લખ્યું છે, "હું આગામી અઠવાડિયામાં મારા ખૂબ સારા મિત્ર, વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું. મને ખાતરી છે કે આપણા બંને મહાન દેશો માટે સફળ નિષ્કર્ષ પર પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં આવે."
Trump ના નિવેદન પછી PM મોદીનો જવાબ
આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે X પર જણાવ્યું કે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીત 'ભાગીદારીની અપાર સંભાવનાઓનો માર્ગ બતાવશે.'
મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા 'ગાઢ મિત્રો અને સ્વાભાવિક ભાગીદારો' છે.
તેમણે જણાવ્યું કે બંને દેશો વેપાર વાટાઘાટોને ઝડપથી પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યા છે.
તેમણે કહ્યું, "હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાતચીત કરવા માટે પણ ઉત્સુક છું. અમે બંને દેશોના લોકો માટે ઉજ્જવળ અને વધુ સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરીશું."
ટ્રમ્પે વડાપ્રધાન મોદીની આ પોસ્ટને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે.
Trump ના સંબંધોમાં સુધારાના સંકેત
ટ્રમ્પની તાજેતરની ટિપ્પણી દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર સુધારાનો સંકેત આપે છે.
ટેરિફ અને ભારતની રશિયન તેલની ખરીદીને લઈને તણાવ વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.
ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પર ટેરિફને બમણો કરીને 50 ટકા કરી દીધો છે. આમાં ભારતની રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી પર 25 ટકા વધારાનો શુલ્ક પણ સામેલ છે.
ભારતે અમેરિકી કાર્યવાહીને 'અન્યાયી અને અવિચારી' ગણાવી હતી.
ભારતની વિરુદ્ધ મહિનાઓની ટીકાત્મક નિવેદનબાજી બાદ ટ્રમ્પે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે એક "વિશેષ સંબંધ" છે અને આમાં ચિંતાની કોઈ વાત નથી, કારણ કે બંને દેશો વચ્ચે "ક્યારેક-ક્યારેક કેટલીક ક્ષણો પણ આવે છે."
ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું, "હું હંમેશાં આવું જ કરીશ. હું હંમેશાં મોદીનો મિત્ર રહીશ તેઓ એક મહાન વડાપ્રધાન છે. તેઓ મહાન છે. હું હંમેશાં તેમનો મિત્ર રહીશ, પરંતુ તેઓ હમણાં જે કરી રહ્યા છે, તે મને પસંદ નથી."
ટ્રમ્પે હસતાં-હસતાં કહ્યું, "પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે વિશેષ સંબંધો છે. આમાં ચિંતાની કોઈ વાત નથી. બસ ક્યારેક-ક્યારેક આપણી વચ્ચે કેટલીક ખાસ પળો આવે છે."
તેમના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ શનિવારે કહ્યું હતું કે તેઓ ભારત-અમેરિકા સંબંધો અંગે ટ્રમ્પના નિવેદનની પ્રશંસા કરે છે.
મોદીએ કહ્યું, "હું રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાવનાઓ અને આપણા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરું છું અને તેમનું સંપૂર્ણ સમર્થન કરું છું. ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ જ સકારાત્મક, દૂરદર્શી, વ્યાપક અને વૈશ્વિક રણનીતિક ભાગીદારી છે."
ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેઓ એ વાતથી ખૂબ નિરાશ છે કે ભારત રશિયા પાસેથી આટલું બધું તેલ ખરીદી રહ્યું છે.
31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં પીએમ મોદી પણ પહોંચ્યા હતા અને ત્યાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમની મુલાકાત થઈ હતી.
આ પછી ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું, 'અમે ભારત અને રશિયાને ચીનના હાથે ગુમાવી દીધા.'
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું અમેરિકાએ ભારત અને રશિયાને ચીનના હાથે ગુમાવી દીધા છે, ત્યારે તેમણે કહ્યું હતું, "મને ખૂબ નિરાશા થઈ છે કે ભારત રશિયા પાસેથી આટલું બધું તેલ ખરીદે છે અને મેં તેમને આ વાત કહી દીધી છે. અમે ભારત પર ખૂબ મોટો ટેરિફ લગાવ્યો છે, 50 ટકા ટેરિફ, ખૂબ ઊંચો ટેરિફ. મોદી સાથે મારી ખૂબ બનતી હતી, તેઓ ખૂબ સારા છે. તેઓ થોડા મહિના પહેલા અહીં આવ્યા હતા,"
રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીનો બચાવ કરતા ભારત આ વાત કહેતું રહ્યું છે કે તેની ઊર્જા ખરીદી રાષ્ટ્રીય હિત અને બજારની જરૂરિયાતોથી પ્રેરિત છે.
ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર આક્રમણ બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હતા. આ બાદ ભારતે ડિસ્કાઉન્ટ પર વેચાતું રશિયન તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું.
ભારત પર 100% ટેરિફ લગાવવાની EUને અપીલ
આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયનને અપીલ કરી છે કે તે ચીન અને ભારત પર 100 ટકા સુધી ટેરિફ લગાવે.
ટ્રમ્પ અને યુરોપિયન યુનિયનની આ વાતચીત અંગે બીબીસીએ પોતાના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે.
બીબીસીના અહેવાલ અનુસાર, ટ્રમ્પે આ અપીલ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ કરવાના તેમના પ્રયાસોના ભાગરૂપે કરી છે.
રશિયા પર આર્થિક દબાણ વધારવાના વિકલ્પો પર મંગળવારે અમેરિકા અને યુરોપિયન યુનિયનના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીત દરમિયાન ટ્રમ્પે આ માંગ રાખી હતી.
ફાઈનાન્શિયલ ટાઈમ્સે સૌથી પહેલા આ અંગે રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.
આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી કરાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બીજી તરફ રશિયાએ યુક્રેન પર હુમલાઓ તેજ કર્યા છે.
ટ્રમ્પના આ પ્રસ્તાવ પહેલા અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું હતું કે અમેરિકા આર્થિક દબાણ વધારવા માટે તૈયાર છે, પરંતુ તેને મજબૂત યુરોપિયન સમર્થનની જરૂર છે.
ટ્રમ્પે મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ આ અઠવાડિયે અથવા આગામી અઠવાડિયાની શરૂઆતમાં પુતિન સાથે ફોન પર વાત કરવાની યોજના બનાવી રહ્યા છે.
તેમણે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને એમ પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા, વેપારી અડચણો દૂર કરવા માટે વાતચીત ચાલુ રાખી રહ્યા છે અને આગામી અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની તેઓ યોજના બનાવી રહ્યા છે.
આ પોસ્ટના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, "ભારત અને અમેરિકા ગાઢ મિત્રો અને સ્વાભાવિક ભાગીદારો છે. મને ખાતરી છે કે વેપારને લઈને આપણી વાતચીત ભારત-અમેરિકા વચ્ચેની ભાગીદારીની અપાર સંભાવનાઓને આગળ લઈ જવા માટે માર્ગ બતાવશે."
આ પણ વાંચો- Nepal માં હિંસા બાદ કાઠમંડુ એરપોર્ટ ફરી ખોલવામાં આવ્યું, પ્રવાસીઓ માટે રાહત


