ટ્રમ્પના ચીન પર 100% ટેરિફના નિર્ણયથી વૈશ્વિક શેરબજાર અને ક્રિપ્ટો માર્કેટ ક્રેશ, એક જ ઝાટકે ₹177.44 લાખ કરોડનું ધોવાણ
- Cryptomarketcrash :ટ્રમ્પના એક જ નિર્ણયથી શેર-ક્રિપ્ટો બજાર ક્રેશ
- એક જ ઝાટકે રોકાણકારોના ₹177.44 કરોડ ડૂબ્યા
- અમેરિકા-ચીનના શેરબજારમાં જંગી ધોવાણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા ચીન પર 100% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાતથી વૈશ્વિક નાણાકીય બજારોમાં હાહાકાર મચી ગયો છે. આ આકરા નિર્ણયને પગલે ક્રિપ્ટોકરન્સી માર્કેટ અને યુએસ શેરબજાર -ચીનના બજારમાં પણ જંગી ધોવાણ જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોને અંદાજિત $2 ટ્રિલિયન (આશરે ₹177.44 લાખ કરોડ)નું સંયુક્ત નુકસાન જોવા મળ્યું છે.
Cryptomarketcrash : ટ્રમ્પના એક જ નિર્ણયથી શેરબજાર ક્રેશ
ટ્રમ્પના ટેરિફ આંચકાની સૌથી ગંભીર અસર ક્રિપ્ટોકરન્સી બજાર પર જોવા મળી છે. બિટકોઈન, ઇથેરિયમ અને ડોગેકોઈન સહિતની તમામ ક્રિપ્ટો સંપત્તિઓના મૂલ્યમાં ભારે ઘટાડો થયો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, માત્ર એક જ કલાકમાં $7 બિલિયનથી વધુ મૂલ્યના હિસ્સાનું ધોવાણ થયું, જે ડિજિટલ સંપત્તિના ઇતિહાસમાં સૌથી મોટું સામૂહિક વેચાણ હતું.સમગ્ર 24 કલાકમાં, $19 બિલિયનથી વધુ મૂલ્યની લીવરેજ્ડ પોઝિશન્સ નાશ પામી હતી, જેને કારણે 1.6 મિલિયનથી વધુ ક્રિપ્ટો રોકાણકારોને લિક્વિડેશનનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટાડાથી કુલ ક્રિપ્ટો માર્કેટ કેપમાં $560 બિલિયનનો ઘટાડો થયો.
Cryptomarketcrash : એક જ ઝાટકે રોકાણકારોના ₹177.44 કરોડ ડૂબ્યા
બજારમાં ફેલાયેલા ડરને કારણે બિટકોઈન 8% થી વધુ ઘટીને $111,542.91 પર આવી ગયું. તેનાથી પણ વધુ, બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી, ઇથેરિયમ, 12.7% ઘટીને $3,778.31 થઈ ગઈ. જોકે, વેપારીઓ લિક્વિડેશનથી બચવા દોડી જતાં બંને ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ વોલ્યુમ અનુક્રમે 145% અને 148% વધ્યું હતું, જે જંગી વેચાણ દબાણ દર્શાવે છે.ક્રિપ્ટોની જેમ, યુએસ શેરબજારમાં પણ ટ્રમ્પની જાહેરાતને કારણે નોંધપાત્ર નુકસાન થયું હતું, જેમાં NVIDIA, ટેસ્લા અને એમેઝોન જેવા બ્લુ-ચિપ શેરો ભારે દબાણ હેઠળ હતા. એકલા શેરબજારમાં અંદાજિત $1.75 ટ્રિલિયનનું નુકસાન થયું છે.ટ્રમ્પે ચીનના રેર અર્થ પરના નવા પ્રતિબંધોના જવાબમાં 1 નવેમ્બર, 2025 થી ચીનના તમામ "ક્રિટીકલ સોફ્ટવેર" અને માલ પર 100% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નિર્ણયે વૈશ્વિક નાણાકીય સ્થિરતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.
આ પણ વાંચો: ટેરિફ મામલે ચીને કર્યો પલટવાર, હવે અમેરિકાના સોયાબીનના જહાજો રોકી દીધા


