Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ANKITA LOKHANDE એ INSTAGRAM પર મદદ માંગી, બે દિકરીઓ ખોવાતા નોંધાવી ફરિયાદ

ANKITA LOKHANDE : 'અમારી ઘરના નોકર કાંતાની પુત્રી અને તેની મિત્ર, સલોની અને નેહા 31 જુલાઈ, સવારે 10 વાગ્યાથી ગુમ છે - ઇન્સ્ટા પોસ્ટ
ankita lokhande એ instagram પર મદદ માંગી  બે દિકરીઓ ખોવાતા નોંધાવી ફરિયાદ
Advertisement
  • અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ભાવુક થઇ
  • પરિવારની બે દિકરીઓ ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાવી
  • સાથે જ દિકરીઓને શોધવા માટે લોકોની મદદ માંગી

ANKITA LOKHANDE : અંકિતા લોખંડે (ANKITA LOKHANDE) અને વિકી જૈને (VICKY JAIN) ઇન્સ્ટાગ્રામ (INSTAGRAM) પર તેમના ઘરના નોકરની પુત્રી અને તેના મિત્ર એક દિવસથી વધુ સમયથી ગુમ હોવાના ચિંતાજનક સમાચાર શેર કર્યા છે, અને આ મામલે મુંબઈ પોલીસ પાસેથી મદદ માંગી છે. અંકિતા લોખંડેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટમાં 31 જુલાઈથી ગુમ થયેલી બંને છોકરીઓની તસવીરો શેર કરી છે. આ સાથે, તેણે ગુમ થયેલી વ્યક્તિની FIR રિપોર્ટ શેર કરી છે અને તેમને શોધવા માટે લોકોની મદદ માંગી છે.

અંકિતા લોખંડેની નજીકની મિત્ર ગુમ થઈ ગઈ છે

તસવીરો શેર કરતી વખતે, તેણે FIRનો ફોટો પણ પોસ્ટ કર્યો અને લખ્યું, 'અમારી ઘરના નોકર કાંતાની પુત્રી અને તેની મિત્ર, સલોની અને નેહા 31 જુલાઈ, સવારે 10 વાગ્યાથી ગુમ છે. તેઓ છેલ્લે વાકોલા વિસ્તાર નજીક જોવા મળ્યા હતા. માલવણી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.' આ બાબતે ચિંતા વ્યક્ત કરતા તેણે કહ્યું, 'તેઓ ફક્ત અમારા ઘરનો ભાગ નથી, પરંતુ પરિવારનો ભાગ છે. અમે ખૂબ જ વ્યથિત છીએ અને ખાસ કરીને @mumbaipolice અને #Mumbaiikars ને વિનંતી કરીએ છીએ કે, તેઓ આ મામલાને આગળ વધારવામાં અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવામાં અમારી મદદ કરે.' તેમણે પોસ્ટમાં મુંબઈ પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને ટેગ કરીને લખ્યું, 'જો કોઈએ કંઈ જોયું કે સાંભળ્યું હોય તો કૃપા કરીને તાત્કાલિક સંપર્ક કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો. આ સમયે તમારો ટેકો અને પ્રાર્થના જ બધું છે.'

Advertisement

અંકિતા લોખંડે અને વિકી જૈનનું કાર્યક્ષેત્ર

લોકપ્રિય ટેલિવિઝન કપલ તાજેતરમાં ભારતી સિંહ દ્વારા હોસ્ટ કરાયેલા સેલિબ્રિટી કુકિંગ-કોમેડી રિયાલિટી શો લાફ્ટર શેફમાં દેખાતા હેડલાઇન્સમાં આવ્યું હતું. આ શોમાં કૃષ્ણા અભિષેક, રાહુલ વૈદ્ય, કરણ કુન્દ્રા, નિયા શર્મા, રીમ શેખ, એલ્વિશ યાદવ, રૂબીના દિલૈક, અલી ગોની, સુદેશ લાહિરી અને કાશ્મીરા શાહ જેવા ઘણા સ્ટાર્સ છે. અંકિતા લોખંડે અને વિકી જૈન અગાઉ સલમાન ખાનના શો બિગ બોસમાં દેખાયા છે.

Advertisement

આ પણ વાંચો ---- Son of Sardaar 2 Review: અજય દેવગણ અને રવિ કિશનની કોમેડીએ દર્શકોના દિલ જીત્યા!

Tags :
Advertisement

.

×