Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lalo ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી વચ્ચે બાળકીનો જીવ બચાવવા આવ્યા બે દેવદૂત

'Lalo' પ્રમોશનમાં રાજકોટ મોલમાં અફરાતફરી : ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઇતિહાસ સર્જનારી અને બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની કમાણી કરીને ધૂમ મચાવતી ફિલ્મ 'લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે' (લાલો)ના કલાકારોના પ્રમોશન પ્રોગ્રામમાં આજે રાજકોટમાં એક ભયાનક ઘર્ષણ સર્જાયું હતું. કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં થયેલા આ પ્રમોશન ઇવેન્ટમાં ચાહકોની બેકાબૂ ભીડને કારણે અફરાતફરી જેવી સ્થિતિ ઊભી થઈ હતી, જેમાં બાળકો ફસાઈ ગયા હતા.
lalo ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી વચ્ચે બાળકીનો જીવ બચાવવા આવ્યા બે દેવદૂત
Advertisement
  • 'Lalo' પ્રમોશનમાં રાજકોટ મોલમાં અફરાતફરી : બાળકી પટકાઈ, બે હીરોઓએ બચાવ્યો જીવ
  • ક્રિસ્ટલ મોલમાં 'લાલો'ની ધૂમથી ભીડ બેકાબુ : ઇસ્કેલેટર પર બાળકીને દેવદૂતોની મદદ
  • સુપરહિટ 'લાલો'ના પ્રમોશનમાં ભયંકર ઘર્ષણ : રાજકોટમાં બાળકો ફસાયા, બે વ્યક્તિઓની હિંમતે ટળ્યું અઘટિત
  • રાજકોટ ક્રિસ્ટલ મોલમાં 'લાલો' કલાકારોની હાજરીથી ભીડમાં અફરાતફરી: નાની બાળકીનો જીવ બચાવ્યા 'દેવદૂતો'
  • 100 કરોડની 'લાલો'નો ક્રેઝ બન્યો જોખમી : મોલમાં પટકાયેલી બાળકીને બચાવી કલાકારોને કાઢ્યા પોલીસે

'Lalo' પ્રમોશનમાં રાજકોટ મોલમાં અફરાતફરી : ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઇતિહાસ સર્જનારી અને બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની કમાણી કરીને ધૂમ મચાવતી ફિલ્મ 'લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે' (લાલો)ના કલાકારોના પ્રમોશન પ્રોગ્રામમાં આજે રાજકોટમાં એક ભયાનક ઘર્ષણ સર્જાયું હતું. કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં થયેલા આ પ્રમોશન ઇવેન્ટમાં ચાહકોની બેકાબૂ ભીડને કારણે અફરાતફરી જેવી સ્થિતિ ઊભી થઈ હતી, જેમાં બાળકો ફસાઈ ગયા હતા અને એક નાની બાળકી ઇલેક્ટ્રિક સીડીના પગથિયે પટકાઈ પડી હતી. જોકે, અહીં પણ બે અજ્ઞાત વ્યક્તિઓ દેવદૂત બનીને બાળકીનો જીવ બચાવી લીધો હતો, જેથી વધુ ગંભીર બની ન ગઈ. સુરક્ષા વ્યવસ્થાને જોતા અને વધારે અફરાતફરી ન મચે તે કારણે ફિલ્મના કલાકારોએ પણ સ્વેચ્છીક રીતે તાત્કાલિક સ્થળ છોડ્યો હતો.

આજે વહેલી સવારથી જ રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ફિલ્મના પ્રમોશન માટે તૈયારીઓ ચાલી રહી હતી. 'લાલો' ફિલ્મના મુખ્ય કલાકારો, જેમાં લીડ રોલમાં કરણ જોશી (લાલો તરીકે), રીવા રાચ્છ (તુલસી તરીકે), અને અન્ય સહયોગી કલાકારોનો સમાવેશ થાય છે, તેઓ રાજકોટ પહોંચ્યા હતા. આ ફિલ્મ, જે એક સામાન્ય રિક્ષાચાલક લાલોની આધ્યાત્મિક યાત્રા, પારિવારિક મુશ્કેલીઓ અને શ્રી કૃષ્ણના માર્ગદર્શન પર આધારિત છે, રિલીઝ થયા પછીથી જ ગુજરાતભરમાં અને વિદેશોમાં પણ વિશેષ લોકપ્રિયતા મેળવી ચૂકી છે. બોક્સ ઓફિસ પર તેની કમાણી 100 કરોડને પાર કરી ચૂકી છે. મહિલાઓ તેમજ પારિવારિક પ્રેક્ષકો તરફથી તેને ભાવુક પ્રતિસાદ મળી રહ્યો છે. આ કારણે રાજકોટ જેવા મોટા શહેરોમાં પ્રમોશન ઇવેન્ટ્સમાં હજારો ચાહકો ઉમટી પડ્યા હતા.

Advertisement

Advertisement

ઘટના લગભગ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ બની, જ્યારે કલાકારો મોલમાં પહોંચ્યા હતા. ચાહકોની ભારે ભીડને કારણે મોલની ઇન્ટરનલ સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. હજારો લોકો-પુરુષો, મહિલાઓ-બાળકો, કલાકારોની એક ઝલક મેળવવા માટે ધક્કામારી કરવા લાગ્યા હતા. આ ભીડમાં ઘણા બાળકો તેમના માતા-પિતા સાથે આવ્યા હતા, જેઓ ભીડમાં ફસાઈ ગયા હતા. અફરાતફરી દરમિયાન એક નાની બાળકી ઇલેક્ટ્રિક એસ્કેલેટર (સીડી)ના પગથિયે ફસાઈ ગઈ હતી. ભીડના દબાણને કારણે તે નીચે તરફ ખસી પડી હતી, જે ખૂબ જ જોખમી સ્થિતિ હતી. જોકે, આ દરમિયાન બે અજ્ઞાત વ્યક્તિઓએ જેને ચાહકો 'દેવદૂત' કહી રહ્યા છે. તેઓ ત્વરિતપણે કાર્ય કર્યું. તેઓએ ભીડને ધક્કો આપીને રસ્તો ખોલ્યો, બાળકીને પકડીને તેને સુરક્ષિત જમીન પર ઉતારી આપી હતી. આ કાર્યવાહીને કારણે બાળકીને માત્ર નાની એવી ઈજા જ થઈ હતી. જોકે, તેનો જીવ બચી ગયો હતો.

આ પણ વાંચો- Ahmedabad : ધોળકા વટામણ હાઇવે પર ટેન્કરની ટક્કરે યુવાનનું કમકમાટીભર્યું મોત

Tags :
Advertisement

.

×