Tharad ના આજાવાડામાં બે બાળકોનું કેનાલમાં ડૂબી જવાથી મોત
- Tharad ના આજાવાડામાં નર્મદા કેનાલમાં ડૂબીને બે બાળકોનું મોત
- આજાવાડા ગામે કેનાલમાં બે બાળકો ડૂબ્યા, ગામમાં શોકનું મોજું
- થરાદમાં દુઃખદ ઘટના : કેનાલમાં પગ લપસતાં બે બાળકોના માત
- નર્મદા કેનાલમાં ડૂબવાની ઘટનાથી આજાવાડામાં અરેરાટી
Tharad : વાવા-થરાદ જિલ્લામાં હ્દયદ્વાવક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે બાળકોના મોત કેનાલમાં ડૂબી જવાના કારણે થયા છે. નર્મદાની ખુલ્લી કેનાલમાં પાણી પીવા જવાના કારણે બાળકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાવ-થરાદ જિલ્લાના આજાવાડા ગામે નર્મદા કેનાલમાં ડૂબી જવાની દુઃખદ ઘટનામાં બે બાળકોના મોતના સમાચારથી પંથક આખામાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ સમાચાર આગની જેમ પંથકમાં ફેલાઈ ગયા હતા. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, બાળકો કેનાલમાં પાણી પીવા ગયા હતા, તે દરમિયાન પગ લપસી જવાથી તેઓ પાણીમાં ડૂબી ગયા હોવાનું અનુમાન છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક થરાદ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી ઘટનાસ્થળે પહોંચીને બંને બાળકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. કેનાલમાં પાણીનો ફોર્સ વધારે હોવાના કારણે બાળકોના મૃતદેહ આગળ તણાઈ ગયા હતા. તેથી કલાકોની મહેનત બહાર બંને મૃતદેહોના બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.<
Tharad ના Ajawada ગામે કેનાલમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત | Gujarat First
કેનાલમાં પાણી પીવા ગયા અને પગ લપસ્યો હોવાનું અનુમાન
સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થરાદ પોલીસ અને ફાયરને કરી
બંને બાળકોના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયા
બે બાળકોના મોતની ઘટનાથી અરેરાટી ફેલાઈ#Gujarat… pic.twitter.com/Jcatykehdk— Gujarat First (@GujaratFirst) October 18, 2025
આ ઘટનાએ આજાવાડા ગામમાં અને આસપાસના વિસ્તારોના લોકોના મન ભારે કરી નાંખ્યા છે, તો કેનાલની આસપાસ કોઈ સુરક્ષા ન હોવાને લઈને રોષની લાગણી ફેલાઈ રહી છે. બે ભૂલકાઓના મોતની જવાબદારી કોણી રહેશે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે કેનાલની આસપાસ સલામતીના પગલાં લેવાની માંગ ઉઠી છે.
પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો- Rajkot : સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી, વેન્ટિલેટરમાં આગથી વૃદ્ધ દાઝ્યા


