Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Foreign Minister: વિદેશ મંત્રી એસ. જયશંકર ગુજરાતના પ્રવાસે, ચીન મામલે આપ્યો ઘાતક જવાબ

Foreign Minister S. Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અત્યારે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. સુરતમાં પોતાના નિવેદનમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પાડોશી દેશ ચીનને ઘાતક જવાબ આપ્યો છે. નોંધનીય છે કે, ચીને તાજેતરમાં તેના સરહદી રાજ્યોમાં વિવિધ સ્થળોના...
foreign minister  વિદેશ મંત્રી એસ  જયશંકર ગુજરાતના પ્રવાસે  ચીન મામલે આપ્યો ઘાતક જવાબ
Advertisement

Foreign Minister S. Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અત્યારે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. સુરતમાં પોતાના નિવેદનમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પાડોશી દેશ ચીનને ઘાતક જવાબ આપ્યો છે. નોંધનીય છે કે, ચીને તાજેતરમાં તેના સરહદી રાજ્યોમાં વિવિધ સ્થળોના 30 નવા નામ જાહેર કર્યા છે, જેમાં અરુણાચલનનું નામ પણ સામેલ છે. સોમવારે આ અંગે ટિપ્પણી કરતા એસ જયશંકરે કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભવિષ્યમાં પણ ભારતીય રાજ્ય હતું, છે અને રહેશે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જયશંકરે કહ્યું કે, ‘નામ બદલવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં’

નામ બદલી દેવાથી કઈ પણ મળવાનું નથીઃ એસ. જયશંકર

આ દરમિયાન વધુમાં તેમણે કહ્યું કે, ‘જો હું તમારા ઘરનું નામ બદલી નાખુ તો શું તે ઘર મારૂ થઈ જાય? અરુણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય હતું, એક ભારતીય રાજ્ય છે અને ભવિષ્યમાં તે ભારતનું જ રાજ્યા રહેશે.નામ બદલી દેવાથી કઈ પણ મળવાનું નથી.’ નોંધનીય છે કે, વિદેશ મંત્રી અત્યારે ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ બેઇજિંગના ભારતીય રાજ્ય પર પોતાનો દાવો પુન: સ્થાપિત કરવાના પગલા અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. વિગતે વાત કરીએ તો ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે 'ઝાંગનાન'ના ભૌગોલિક નામોની ચોથી યાદી બહાર પાડી છે, જે અરુણાચલ પ્રદેશનું ચીની નામ છે. ચીન તેના પર દક્ષિણ તિબેટનો ભાગ હોવાનો દાવો કરી રહ્યું છે. મંત્રાલયની સત્તાવાર વેબસાઇટે પ્રદેશ માટે 30 વધારાના નામો પોસ્ટ કર્યા છે.

Advertisement

યુક્રેન યુદ્ધ મામલે વિદેશ મંત્રીએ આપ્યો જવાબ

વધુ વિગતે વાત કરવામાં આવે તો યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકો જે રશિયાની સેના સાથે કામ કરી રહ્યાં છે તે સવાલ પર જવાબ આપતા કહ્યું કે, યુદ્ધ વિસ્તારમાં બે ભારતીયોના મોત બાદ ભારત સરકારે રશિયા સામે કડક વલણ દાખવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રશિયન સેનામાં સેવા આપવા માટે ખોટી રીતે નિયુક્ત કરાયેલા 23 થી 24 ભારતીયોને પરત લાવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે આ મુદ્દે ભારતનું વલણ એકદમ સ્પષ્ટ છે.

Advertisement

વિદેશ મંત્રી પ્રેસ કોન્ફરન્સમાં કરી ખાસ વાત

વિદેશ મંત્રી (Foreign Minister) એસ. જયશંકરે વધુમાં કહ્યું કે, ‘આ સંપૂર્ણપણે ખોટું છે. એક ભારતીયે ક્યારેય અન્ય દેશની સેનામાં ફરજ બજાવવી ન જોઈએ. જો કોઈ વચેટિયા ભારતીયોને નોકરી પર રાખવામાં સામેલ હોય તો તેમને રોકવાની જવાબદારી રશિયાની છે. અમે આશરે 23 થી 24 ભારતીયોને પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જે હજુ પણ છે.’

આ પણ વાંચો: HIMATNAGAR : ક્ષત્રિય હિતકારીણીની યોજાઇ સભા, યુવા ક્ષત્રિય સેના દ્વારા અપાયા આવેદનપત્ર

આ પણ વાંચો: BAPU : આખરે શંકરસિંહની એન્ટ્રી, જાણો મામલો..

આ પણ વાંચો: રૂપાલાનો વિરોધ વંટોળ યથાવત, હવે ગામમાં પ્રવેશબંધીનો લેવાયો નિર્ણય

Tags :
Advertisement

.

×