Gandhinagar : નભોઈ કેનાલમાં કાર ખાબકી, યુવક, યુવતી સહિત ત્રણના મોત, ત્રીજો મૃતદેહ મળી આવ્યો
- ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકી
- કારમાં ચાર લોકો સવાર હોવાનું અનુમાન
- કારમાં સવાર ત્રણ લોકોના થયા મોત, બેની શોધખોળ ચાલુ
- એક યુવક, એક યુવતી સહિત ત્રીજો મૃતદેહ બહાર કઢાયો
ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકતા ડૂબી જવાથી ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 1 વ્યક્તિની શોધખોળ ચાલુ છે. ગાડીમાં ચાર લોકો સવાર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગાંધીનગર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી લોકોની શોધખોળ હાથ ધરી છે.
સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહ બહાર કાઢ્યા
ગાંધીનગરમાં નભોઈ કેનાલમાં એક કાર કેનાલમાં ખાબકતા કારમાં સવાર 4 લોકોમાંથી 3 લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં એક યુવક અને યુવતી સહિત ત્રીજો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે હજુ એક વ્યક્તિની ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલુ છે. કાર કેનાલમાં ખાબકી હોવાના સમાચાર ગ્રામજનોને મળતા ગ્રામજનો દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
કારને કેનાલમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી
આ બાબતે ગાંધીનગર ફાયરની ટીમને જાણ કરતા ફાયરની ટીમ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કારને કેનાલમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ બે લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જ્યારે કારમાં સવાર અન્ય લોકોની શોધખોળ હાલ ચાલુ છે. ફાયર વિભાગ દ્વારા મહામહેનતે કારને કેનાલમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસે મૃતકોની ઓળખવિધિ શરૂ કરી
નભોઈ કેનાલમાં કાર ખાબકી હોવાની જાણ વહીવટી તંત્ર તેમજ ગ્રામજનોને થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસને આ બાબતની જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખેર્યા હતા. તેમજ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમજ આ તમામ લોકોની ઓળખ વિધિ હાથ ધરી છે.


