Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, આ દિગ્ગજ નેતા AAP માં જોડાયા

'તેમને લાગે છે કે જનતા મૂર્ખ છે' - અરવિંદ કેજરીવાલ 'દિલ્હીમાં બે સરકાર છે' - અરવિંદ કેજરીવાલ કેજરીવાલના નજીકના કૈલાશ ગેહલોતે રાજીનામું આપ્યું દિલ્હીમાં આજે બે મોટી રાજકીય ઘટનાઓ જોવા મળી હતી. એક તરફ આમ આદમી પાર્ટી (AAP)ના દિગ્ગજ...
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો  આ દિગ્ગજ નેતા aap માં જોડાયા
Advertisement
  1. 'તેમને લાગે છે કે જનતા મૂર્ખ છે' - અરવિંદ કેજરીવાલ
  2. 'દિલ્હીમાં બે સરકાર છે' - અરવિંદ કેજરીવાલ
  3. કેજરીવાલના નજીકના કૈલાશ ગેહલોતે રાજીનામું આપ્યું

દિલ્હીમાં આજે બે મોટી રાજકીય ઘટનાઓ જોવા મળી હતી. એક તરફ આમ આદમી પાર્ટી (AAP)ના દિગ્ગજ નેતા કૈલાશ ગેહલોતે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે તો બીજી તરફ અરવિંદ કેજરીવાલે થોડા સમય બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ભાજપના પૂર્વ ધારાસભ્ય અનિલ ઝાને આમ આદમી પાર્ટી (AAP)ની સદસ્યતા આપી. આ સિવાય અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારે એક એવું કામ જણાવવું જોઈએ જે તેણે પૂર્વાંચલ સમાજ માટે કર્યું છે.

'તેમને લાગે છે કે જનતા મૂર્ખ છે'

આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપના લોકો માત્ર બફડાટ કરે છે. તેઓ માને છે કે જનતા મૂર્ખ છે, પરંતુ જનતા બધું જ જાણે છે. તેમણે કહ્યું કે, એવું નથી કે અમારા આવવાથી અહીં સ્વર્ગ આવી ગયું છે, દિલ્હીમાં હજુ ઘણું કામ બાકી છે, જે પૂર્ણ થશે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે એ પણ સાચું છે કે જે પણ કામ થયું છે તે છેલ્લા 10 વર્ષમાં જ થયું છે. આ પહેલા બંને સરકારોએ કોઈ કામ કર્યું નથી.

Advertisement

Advertisement

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલીઓ રદ કરીને Amit Shah અચાનક દિલ્હી કેમ પહોંચ્યા? આ છે કારણ...

'દિલ્હીમાં બે સરકાર છે'

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં બે સરકારો છે. એક રાજ્ય સરકાર અને એક કેન્દ્ર સરકાર. દિલ્હીના સંબંધમાં બંને સરકારો પાસે સત્તા અને સંસાધનો છે. કેન્દ્ર પાસે અપાર સત્તા છે. દિલ્હી સરકારે 10 વર્ષમાં પૂર્વાંચલ સમુદાય માટે આટલું કામ કર્યું છે, પરંતુ ભાજપના લોકોએ એક વાત જણાવવી જોઈએ કે તેઓએ આ સમાજ માટે શું કર્યું છે. તમે કામ કેમ ન કરાવ્યું, કારણ કે કોઈ ઈરાદો નહોતો. અમે કામ પૂરું કર્યું. તમે કહો કે શા માટે પૂર્વાંચલ સમાજે તમને મત આપવો જોઈએ.

આ પણ વાંચો : Delhi પોલીસે સલમાન અને અરબાઝની કરી ધરપકડ, જાણો કેમ...

કૈલાશ ગેહલોતે રાજીનામું આપ્યું...

તમને જણાવી દઈએ કે, આજે કૈલાશ ગેહલોતે દિલ્હી સરકારમાં પરિવહન મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાને આમ આદમી પાર્ટી (AAP) માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. કૈલાશ ગેહલોતને અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી (AAP)માં હલચલ મચી ગઈ છે. આ સમગ્ર ઘટના બાદ આમ આદમી પાર્ટી (AAP)એ તેને ષડયંત્ર ગણાવ્યું છે.

આ પણ વાંચો : Manipur માં પરિસ્થિતિ નિયંત્રણ બહાર, CM ના MLA જમાઈ અને 2 મંત્રીઓના ઘર પર હુમલો, ઇન્ટરનેટ બંધ

Tags :
Advertisement

.

×