Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં જાહેર રસ્તાં પર બે યુવાનોએ કર્યો જોખમી સ્ટન્ટ, વાયરલ થયો Video

આજકાલ યુવાનો સ્ટન્ટના રવાંડે ચઢ્યા છે, ક્યારેક બાઇક પર તો ક્યારેક બીજી રીતે સ્ટન્ટ કરતાં જોવામાં આવે છે, અને ખાસ કરીને સોશ્યલ મીડિયા પર આજકાલ સ્ટન્ટના કેટલાય વીડિયો વાયરલ થાય છે, જેમાં તે જોખમ સાથે મોત પણ હોય છે. આવો...
અમદાવાદમાં જાહેર રસ્તાં પર બે યુવાનોએ કર્યો જોખમી સ્ટન્ટ  વાયરલ થયો video
Advertisement

આજકાલ યુવાનો સ્ટન્ટના રવાંડે ચઢ્યા છે, ક્યારેક બાઇક પર તો ક્યારેક બીજી રીતે સ્ટન્ટ કરતાં જોવામાં આવે છે, અને ખાસ કરીને સોશ્યલ મીડિયા પર આજકાલ સ્ટન્ટના કેટલાય વીડિયો વાયરલ થાય છે, જેમાં તે જોખમ સાથે મોત પણ હોય છે. આવો જ એક વીડિયો અમદાવાદમાંથી પણ સામે આવ્યો છે. અહીં બે યુવકોએ બાઇક પર જોખમી સ્ટન્ટ કર્યો છે, આ જોઇને લોકો ચોંકી ગયા છે.

આ વાયરલ વીડિયો અમદાવાદના સિંધુ ભવન રોડનો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મોપેડ ચાલક 2 યુવકો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. આ યુવાનો જોખમી સ્ટંટ કરી પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે પોલીસ આવા લોકો સામે જરૂરી પગલા લે તે જરૂરી છે. આ યુવાનોએ પકડાય નહી તે માટે મોપેડના નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરી છે

Advertisement

Advertisement

મહત્વનું છે કે, આજનું યુવાધન સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવા અને વ્યુઅર્સ વધારવા માટે કોઈપણ પ્રકારના જોખમી સ્ટંટ કરતા હોય છે. તો આવા જોખમી સ્ટંટ ક્યારેક જીવલેણ સાબિત થતા હોય છે. જોખમી સ્ટંટ કે સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો જીવ ગુમાવતા હોય છે. તેમ છતાં પણ આવા જોખમી સ્ટંટ કરવાનું લોકો બંધ કરતા નથી.

તમને જણાવી દઈએ કે, દીવાળીના તહેવારમાં કેટલાક યુવાનોએ સિંધુ ભવન રોડ ઉપર લોકોના જીવ જોખમમાં મૂકાય તે રીતે રોડ પર આડેધડ વાહનો ફેરવી ફટકાડા ફોડ્યા હતા. ખુલ્લી જગ્યામાં ફટાકડા ફોડવાના બદલે આ યુવાનોએ સિંધુભવન રોડ પર જ ફોડવાનું શરૂ કર્યું હતું. હંમેશા લોકોથી ધમધમતા સિંધુભવન રોડ પર દિવાળીની રાત્રે મોટા માં-બાપના નબીરાઓએ પોલીસ કે કાયદાનો કોઇ ડર જ ના હોય તેમ ગાડીમાં સવાર થઇ ગયાં અને ગાડીની ઉપર ફટાકડાનું બોક્સ મૂકીને ફટાકડા ફોડ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયા બાદ સરખેજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ પણ વાંચો : સુરતમાં 3 વર્ષીય બાળકને લઈને અજાણી મહિલા ફરાર, પોલીસે આરોપીની કરી ધરપકડ

Tags :
Advertisement

.

×