Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UDAIPUR FILES ફિલ્મનો મામલો હાઇકોર્ટમાં, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર

UDAIPUR FILES : દિલ્હી હાઈકોર્ટને સોમવારે સુનાવણી કરવા જણાવ્યું છે, અને પક્ષકારોને હાઈકોર્ટ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરવા જણાવ્યું છે
udaipur files ફિલ્મનો મામલો હાઇકોર્ટમાં  સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર
Advertisement
  • ઉદેપુર ફાઇલ્સની ફિલ્મનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો
  • સુપ્રીમ કોર્ટે સોમવારે સુનવણી કરવા આદેશ આપ્યો છે
  • સુપ્રીમ કોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ મુકવાનો ઇનકાર કરી દીધો છે

UDAIPUR FILES : કેટલીક ફિલ્મો સરળતાથી રિલીઝ થઈ જાય છે, પરંતુ કેટલીક ફિલ્મોને લઈને વિવાદ એટલો વધી જાય છે કે તે ફિલ્મોની રિલીઝ પર પણ પ્રતિબંધ મૂકવામાં સુધી વાત પહોંચી જાય છે. હાલના વસોમાં ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' (UDAIPUR FILES) પણ આવા જ તબક્કામાંથી પસાર થઈ રહી છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે હવે 'ઉદયપુર ફાઇલ્સ'નો કેસ દિલ્હી હાઇકોર્ટને મોકલી દીધો છે. જોકે, સુપ્રીમ કોર્ટે (SUPREME COURT OF INDIA) ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે.

શું છે આખો મામલો ?

હાલમાં સુપ્રીમ કોર્ટે કન્હૈયા લાલની હત્યા પર આધારિત ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ'નો કેસ દિલ્હી હાઇકોર્ટમાં (DELHI HIGH COURT) મોકલી દીધો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને સોમવારે આ કેસની સુનાવણી કરવા જણાવ્યું છે, અને સાથે જ તમામ પક્ષકારોને હાઈકોર્ટ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરવા જણાવ્યું છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ'ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે.

Advertisement

ફિલ્મમાં ફેરફારની માંગ

તમને જણાવી દઈએ કે, જમિયતના પ્રમુખ અરશદ મદનીએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેવામાં કેન્દ્ર સરકારની સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા 6 ફેરફારો સાથે ફિલ્મ રિલીઝ કરવાની ચર્ચા થઇ રહી છે. જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની અને અન્ય લોકોએ આરોપ લગાવ્યો છે કે ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' મુસ્લિમ સમુદાયને બદનામ કરે છે.

Advertisement

અરશદ મદનીના વકીલે દલીલ કરી

મૌલાના અરશદ મદનીના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે, ફિલ્મ પસાર કરનાર CBFC સમિતિમાં એક જ શાસક રાજકીય પક્ષના ઘણા સભ્યો હતા અને તેથી જ તેમણે ફિલ્મને મંજૂરી આપી હતી. જો કે, આના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, આવું બધી સરકારોમાં થાય છે અને તેમની નિમણૂકોને પડકારી શકાતી નથી. હવે જોવાનું એ રહે છે કે હાઈકોર્ટ આ મામલે શું કહે છે? અને ફિલ્મ રિલીઝ થશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો ---- સોફ્ટ પોર્ન કન્ટેન્ટ મુદ્દે સરકારની કાર્યવાહી, દેશમાં 25 એપ અને વેબસાઈટ પર પ્રતિબંધ

Tags :
Advertisement

.

×