Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UIDAI એ લીધો મોટો નિર્ણય, હવે બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ ફ્રી રહેશે

UIDAIના આ નવા નિર્ણય સાથે હવે 5 થી 17 વર્ષની વયજૂથના તમામ બાળકો માટે MBU સંપૂર્ણપણે મફત બની ગયું છે
uidai એ લીધો મોટો નિર્ણય  હવે બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ ફ્રી રહેશે
Advertisement
  • UIDAI એ લીધો મોટો નિર્ણય
  • બાળકોના બાયોમેટ્રિક અપડેટ મફત
  • 1લી ઓકટોબરથી અમલીકરણ શરૂ

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) એ બાળકો માટેના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (Mandatory Biometric Update - MBU) માટે ફી લેવામાં આવશે નહીં. આ નિર્ણયથી દેશના લગભગ 6 કરોડ બાળકોને સીધો લાભ થવાની સંભાવના છે. MBU શુલ્કની આ માફી 1 ઓક્ટોબર 2025થી જ અમલમાં આવી ગઈ છે અને આગામી એક વર્ષના સમયગાળા માટે લાગુ રહેશે.

UIDAI એ લીધો મોટો નિર્ણય

હાલના નિયમો મુજબ, જ્યારે બાળક પાંચ વર્ષથી ઓછી ઉંમરનું હોય ત્યારે જ તેનો આધાર કાર્ડ માટે નોંધણી કરવામાં આવે છે. આ તબક્કે, બાળકનો ફોટો, નામ, જન્મ તારીખ, લિંગ, સરનામું અને જન્મ પ્રમાણપત્ર જેવી વિગતો લેવામાં આવે છે. જોકે, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ફિંગરપ્રિન્ટ્સ અને આઇરિસ બાયોમેટ્રિક્સ કેપ્ચર કરવામાં આવતા નથી, કારણ કે આ ઉંમરે તે પૂર્ણ રીતે વિકસિત થતા નથી.નવા નિર્ણય મુજબ હવે જ્યારે પણ આ બાળકોને પોતાનું બાયોમેટ્રિક અપડેટ કરાવવું પડશે, ત્યારે એક પણ રૂપિયો ફી ચૂકવવી પડશે નહીં.UIDAIના નિયમો અનુસાર, બાળક જ્યારે પાંચ વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તેના ફિંગરપ્રિન્ટ્સ, આઇરિસ અને ફોટોને આધારમાં અપડેટ કરવા ફરજિયાત છે. આને પ્રથમ ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (First MBU) કહેવામાં આવે છે.તેવી જ રીતે, બાળક જ્યારે 15 વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તેને ફરી એકવાર બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવું પડે છે, જેને બીજું MBU (Second MBU) કહેવામાં આવે છે.

Advertisement

UIDAI એ  હવે બાળકોના બાયોમેટ્રિક અપડેટ મફત કર્યા

અગાઉના નિયમ મુજબ, જો પ્રથમ અને બીજું MBU અનુક્રમે 5-7 વર્ષ અને 15-17 વર્ષની ઉંમરની વચ્ચે કરવામાં આવે તો તે નિઃશુલ્ક હતા. જોકે, આ ઉંમર પછી અપડેટ કરાવવા માટે તિ MBU ₹125/-નો નિર્ધારિત ફી લેવામાં આવતી હતી. UIDAIના આ નવા નિર્ણય સાથે હવે 5 થી 17 વર્ષની વયજૂથના તમામ બાળકો માટે MBU સંપૂર્ણપણે મફત બની ગયું છે.

Advertisement

UIDAI: વાલીઓને આ અપાઇ સલાહ 

બાયોમેટ્રિક્સ અપડેટ સાથેનું આધાર કાર્ડ શાળામાં પ્રવેશ, પ્રવેશ પરીક્ષાઓ માટે નોંધણી, શિષ્યવૃત્તિનો લાભ, DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) યોજનાઓ જેવી સરકારી સેવાઓનો સરળ ઉપયોગ સુનિશ્ચિત કરે છે. UIDAI એ માતા-પિતા/વાલીઓને સલાહ આપી છે કે તેઓ પ્રાથમિકતાના ધોરણે તેમના બાળકોના બાયોમેટ્રિક્સને અપડેટ કરાવી લે, જેથી તમામ સરકારી યોજનાઓનો લાભ લેવામાં કોઈ અવરોધ ન આવે.

આ પણ વાંચો:    દશેરાના તહેવાર પછી સોના ભાવ ઘટ્યા, જાણો અમદાવાદમાં 24 કેરેટ ગોલ્ડનો રેટ કેટલો થયો?

Tags :
Advertisement

.

×