Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બ્રિટનમાં આધાર કાર્ડ જેવું ID લાવવાની યોજના, PM સ્ટાર્મરની UIDAIના ચેરમેન નીલેકણી સાથે બેઠક

યુકેના PM કીર સ્ટાર્મરે ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણી સાથે આધારના મોડેલ પર બ્રિટનમાં ડિજિટલ ID રજૂ કરવાની યોજના પર ચર્ચા કરી
બ્રિટનમાં આધાર કાર્ડ જેવું id લાવવાની યોજના  pm સ્ટાર્મરની uidaiના ચેરમેન નીલેકણી સાથે બેઠક
Advertisement
  • UK Aadhaar Model: બ્રિટનમાં આધાર કાર્ડ જેવું ID લાવવાની યોજના
  •  PM સ્ટાર્મરની નીલેકણી સાથે કરી મહત્વની બેઠક
  • ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવા 'સ્માર્ટ ID'ની યોજના

બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર   ( Keir Starmer)   બુધવારે ભારતની મુલાકાતે મુંબઈ પહોંચ્યા હતા. ભારતમાં આવતાની સાથે જ બ્રિટનના પીએમ સ્ટાર્મરએ સૌપ્રથમ ઇન્ફોસિસના સહ-સ્થાપક અને UIDAIના ચેરમેન નંદન નીલેકણી ( Nandan Nilekani)  સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનું મુખ્ય કેન્દ્રબિંદુ બ્રિટનમાં આધાર-આધારિત ડિજિટલ ઓળખ પ્રણાલી વિકસાવવાની યોજના હતી. સ્ટાર્મરના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે આ મુલાકાત ઇન્ફોસિસ સાથેના કોઈ વ્યાપારી કરાર વિશે નહોતી, પરંતુ યુકે સરકારના આધારના મોડેલ પર પોતાનું ડિજિટલ સંસ્કરણ વિકસાવવાના ધ્યેયને સમજવા માટે હતી.

UK Aadhaar Model:  ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવા 'સ્માર્ટ ID'ની યોજના

વડા પ્રધાન કીર સ્ટાર્મરે તેમના દેશમાં આધારના મોડેલ પર સ્માર્ટફોન-આધારિત ડિજિટલ ઓળખ ID રજૂ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય આ પહેલ દ્વારા યુકેમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવાનો છે. સ્ટાર્મરના પ્રવક્તાએ જણાવ્યું કે આ ID બનાવવાની પહેલ સંપૂર્ણપણે ભારતીય ટેકનોલોજી પર આધારિત હશે, તેથી જ યુકે સરકાર ભારત જેવા સફળ દેશો પાસેથી માર્ગદર્શન મેળવી રહી છે, જ્યાં 2009 માં આધાર શરૂ કરવામાં આવ્યો હતો. મુંબઈ આવતા પહેલાં પણ સ્ટાર્મરે મીડિયાને કહ્યું હતું કે તેમની મુલાકાત 'ઓળખ કાર્ડ' સંબંધિત હશે, જે ભારતમાં ખૂબ સફળ રહ્યું છે.

Advertisement

UK Aadhaar Model:   બ્રિટનમાં ડિજિટલ ID કાર્ડનો ઉગ્ર વિરોધ

જોકે, જ્યાં એક તરફ બ્રિટિશ વડા પ્રધાન સ્ટાર્મર આ યોજનાને લઈને ખૂબ ઉત્સાહિત છે, ત્યાં બીજી તરફ બ્રિટનમાં ડિજિટલ ઓળખ કાર્ડ માટેનું સમર્થન ઝડપથી ઘટી રહ્યું છે. ત્યાંના વિરોધ પક્ષોએ આ યોજનાનો સખત વિરોધ કરવાની જાહેરાત કરી છે. તેમ છતાં, સ્ટાર્મર તેમના લક્ષ્ય પર મક્કમ છે અને આ મુલાકાત દ્વારા ભારતીય મોડેલને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો:   હંગેરિયન લેખક લાસ્ઝલો ક્રાસ્નાહોરકાઈને સાહિત્યમાં નોબલ પુરસ્કાર એનાયત કરાયો

Tags :
Advertisement

.

×