Russia-Ukraine War: યૂક્રેને રશિયાના ન્યુક્લિયર પ્લાન્ટને બનાવ્યો નિશાન,ડ્રોનથી કર્યો ભીષણ હુમલો
- Russia-Ukraine War વધી રહ્યું છે
- યુક્રેને રશિયા પર કર્યો ઘાતક હુમલો
- ડ્રોનથી ન્યુક્લિયર પ્લાન્ટને બનાવ્યો નિશાન
રશિયા અને યુક્રેન વચ્ચેનો યુદ્વ રોકાવવા માટે અમેરિકા મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યું છે, પરતું કોઇ સફળતા પ્રાપ્ત થઇ નથી. યુક્રેને પોતાના સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રશિયા પર ડ્રોનથી ઘાતક હુમલો કર્યો છે. આ હુમલા મામલે રશિયાએ આરોપ લગાવ્યો છે કે યુક્રેનએ તેના 34મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં એક પરમાણુ પ્લાન્ટ પાસે હુમલો કર્યો હતો, જોકે, આ વિસ્તારમાં આગ લાગી હતી તેને સત્વરે ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી, પ્લાન્ટનું રેડિયેશનનું સ્તર સામાન્ય રહ્યું છે.
નોંધનીય છે કે આ પરમાણુ પ્લાન્ટ પાસે હુમલા મામલે રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રોન હુમલામાં અનેક પાવર અને એનર્જી સેન્ટરોને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. પરમાણુ પ્લાન્ટમાં આગથી ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું, પરંતુ કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી.
Russia-Ukraine War , ફ્યુઅલ ટર્મિનલ નજીક પણ આગ લાગી
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) એ કહ્યું કે તેમને મીડિયા તરફથી આ ઘટના વિશે માહિતી મળી છે, પરંતુ તેની પુષ્ટિ કરવામાં આવી નથી. એજન્સીના વડા રાફેલ ગ્રોસીએ કહ્યું,દરેક પરમાણુ પ્લાન્ટની સલામતી હંમેશા સુનિશ્ચિત કરવી જોઈએ.આ દરમિયાન રશિયાના લેનિનગ્રાડ પ્રદેશમાં ઉસ્ટ-લુગા બંદર પર આગ લાગી હતી, જ્યાં એક મોટું ઇંધણ નિકાસ ટર્મિનલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 10 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા, જેનો કાટમાળ પડીને આગ લાગી હતી.
Ukrainian drone strike causes fire at Russia's Kursk Nuclear Power Plant; no injuries reported
Read @ANI Story | https://t.co/8uGe0Owcjf#Ukrainian #dronestrike #Russia #KurskNuclearPowerPlant pic.twitter.com/nzVwYkzygc
— ANI Digital (@ani_digital) August 24, 2025
Russia-Ukraine War , રશિયન સંરક્ષણ મંત્રાલયનો દાવો
રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેણે શનિવાર રાતથી રવિવાર સુધીમાં 95 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા હતા. તે જ સમયે, યુક્રેનિયન વાયુસેનાએ કહ્યું હતું કે રશિયાએ પણ 72 ડ્રોન અને એક ક્રુઝ મિસાઇલ છોડ્યા હતા, જેમાંથી 48 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા અથવા જામ કરવામાં આવ્યા હતા.યુક્રેને રવિવારે 1991માં સોવિયેત યુનિયનથી તેની સ્વતંત્રતાની 34મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ પ્રસંગે, રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કિવના સ્વતંત્રતા સ્ક્વેરથી એક વિડિઓ સંદેશ આપ્યો હતો.
ઝેલેન્સકીનો પ્રજાને સંદેશ
ઝેલેન્સકીએ પ્રજાને સંબોધિત કરતા કહ્યું કે "અમે એક એવું યુક્રેન બનાવી રહ્યા છીએ જે સુરક્ષિત અને મજબૂત હશે." આપણું ભવિષ્ય ફક્ત આપણા હાથમાં છે અને દુનિયા હવે યુક્રેનને પણ સમાન માને છે." આ પ્રસંગે, ઝેલેન્સકીએ યુએસના ખાસ દૂત કીથ કેલોગને યુક્રેનનો ઓર્ડર ઓફ મેરિટ પણ એનાયત કર્યો.


