Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાલાસોર ટ્રેન દુર્ઘટના પર યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy એ શોક વ્યક્ત કર્યો

ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 261 મુસાફરોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વળી મળી રહેલા સમાચાર અનુસાર, મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે. શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12841), બેંગલુરુ-હાવડા...
બાલાસોર ટ્રેન દુર્ઘટના પર યુક્રેનના રાષ્ટ્રપતિ volodymyr zelenskyy એ શોક વ્યક્ત કર્યો
Advertisement

ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 261 મુસાફરોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વળી મળી રહેલા સમાચાર અનુસાર, મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે. શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12841), બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12864) અને ગુડ્સ ટ્રેન ઓડિશાના બાલાસોર ખાતે 2 જૂનના રોજ લગભગ 7 વાગ્યે અથડાઈ હતી. જેના કારણે શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસના 10 થી 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. રેલ્વે મંત્રીના જણાવ્યા અનુસાર બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વિશે જાણકારી મળતા જ દુનિયાભરના દિગ્ગજ નેતાઓ શોક વ્યક્ત કર્યો છે, જેમા એક નામ યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy નું પણ છે.

Volodymyr Zelenskyy એ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું

Advertisement

કેટલાક તેમના નજીકના અને પ્રિયજનો પાસે જતા હતા અને કેટલાક તેમની નોકરીમાંથી રજા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. કેટલાકને લગ્ન માટે સંબંધીના ઘરે જવાનું હતું, તો કેટલાકને અભ્યાસ માટે બીજા શહેરમાં જવાનું હતું. પરંતુ કોને ખબર હતી કે આ ટ્રેનની સફર મોતને ભેટશે. ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 261 પર પહોંચી ગયો છે. આ દર્દનાક અકસ્માત પર અન્ય દેશોમાંથી પણ પ્રતિક્રિયાઓ આવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy એ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે, "મારા અને યુક્રેનના લોકો વતી, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓડિશા રાજ્યમાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ સંબંધીઓ અને મિત્રો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમે તમારા નુકસાનની પીડાને સમજી શકીએ છીએ. અમે તમામ ઇજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ."

Advertisement

કેનેડાના PM અને ફ્રાંસના રાષ્ટ્રપતિએ માર્યા ગયેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી

વળી, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ શોક વ્યક્ત કર્યો છે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, ભારતના ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાની તસવીરો અને અહેવાલો મારું હૃદય તોડી રહ્યા છે. હું એવા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના પાઠવું છું જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે, અને હું ઘાયલોને મારા વિચારોમાં રાખું છું. આ મુશ્કેલ સમયમાં કેનેડિયનો ભારતના લોકો સાથે ઉભા છે. બીજી તરફ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ ભારતવાસીઓને પોતાનો શોક સંદેશ મોકલ્યો છે અને ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

મોટી સંખ્યામાં જાનહાનિ થઈ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક વધી શકે છે કારણ કે ઘણા કોચ હજુ પણ પાટા પર પથરાયેલા છે, જેનાથી ચેન્નઈ-હાવડા માર્ગ પર ટ્રેનની અવરજવરને અસર થઈ રહી છે. વળી, 900 થી વધુ ઈજાગ્રસ્તોને બાલાસોર અને આસપાસના જિલ્લાઓની વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. કોરોમંડલ એક્સપ્રેસના કુલ 23 કોચમાંથી લગભગ 10 કોચ, જેમાં બે જનરલ ક્લાસ, પાંચ સ્લીપર ક્લાસ (S1 થી S5) અને બે એર-કન્ડિશન્ડ ક્લાસ (B4, B5) નો સમાવેશ થાય છે, અથડામણમાં ગંભીર રીતે નુકસાન થયું છે. જેમા મોટી સંખ્યામાં જાનહાનિ થઈ છે. દક્ષિણ પૂર્વ રેલવેના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે યશવંતપુર-હાવડા એક્સપ્રેસના બે જનરલ કોચ પણ પલટી ગયા.

ઉલ્લેખનીય છે કે, ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને બહાનાગાની એક શાળામાં લાવવામાં આવી રહ્યા છે અને જિલ્લા વહીવટીતંત્ર મૃતદેહોની જાળવણી માટે બાલાસોર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કામચલાઉ શબઘર બનાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. જોકે, મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગના મૃતકો એવા હતા જેઓ આજીવિકાની શોધમાં ચેન્નઈ અને અન્ય નજીકના શહેરો જઈ રહ્યા હતા. મૃતકોમાંથી ઘણા લોકો હાવડા જતી ટ્રેનમાં મૃત્યુ પામ્યા છે, જે તેમના ઘરે પરત ફરી રહી હતી.

આ પણ વાંચો - ભારતના આ 9 સૌથી જીવલેણ ટ્રેન અકસ્માત, જેમાં ગયા હજારો લોકોના જીવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×