Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Allu Arjun વિરુદ્ધ કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે?

પરિવારની ફરિયાદના બાદ પોલીસ એક્શનમાં આવી શું છે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ દોષિત વ્યક્તિને આખી જિંદગી જેલમાં રહેવું પડે છે? Allu Arjun Arrested: અભિનેતા અલ્લુ અર્જુન(Allu Arjun Arrested)ની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર શો વખતે...
allu arjun વિરુદ્ધ કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે
Advertisement
  • પરિવારની ફરિયાદના બાદ પોલીસ એક્શનમાં આવી
  • શું છે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ
  • દોષિત વ્યક્તિને આખી જિંદગી જેલમાં રહેવું પડે છે?

Allu Arjun Arrested: અભિનેતા અલ્લુ અર્જુન(Allu Arjun Arrested)ની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર શો વખતે નાસભાગ મચી હતી જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલે હૈદરાબાદ પોલીસે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે.તો શું ભારતીય ન્યાય સંહિતાની કલમ કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે અને શું છે સજા.. ચાલો તેનાં વિશે જાણીએ..

પરિવારે પોલીસે સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ડિસેમ્બરમાં મહિલાના પરિવાર દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 118 (1) હેઠળ થિયેટર મેનેજમેન્ટ સાથે અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમ સામે કેસ નોંધ્યો હતો. 5. નોંધણી કરાવી હતી. તપાસ દરમિયાન પોલીસે એક થિયેટર માલિક, તેના વરિષ્ઠ અને નીચેની બાલ્કનીના ઈન્ચાર્જની ધરપકડ કરી હતી.

Advertisement

આ પણ  વાંચો -અભિનેતા Allu Arjun ની હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ, જાણો કેમ ?

Advertisement

જો દોષી સાબિત થાય તો કેટલી સજા થઈ શકે?

ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 105 મુજબ, દોષિત વ્યક્તિને ઓછામાં ઓછી 5 વર્ષથી આજીવન કેદની સજા થઈ શકે છે. જેમાં દોષિત વ્યક્તિને આખી જિંદગી જેલમાં રહેવું પડી શકે છે. કોર્ટ દોષિત વ્યક્તિ પર દંડ પણ લાદી શકે છે. જેમાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દંડની રકમ નક્કી કરી શકાય. જ્યારે BNS 118 (1) હેઠળ જો તે દોષિત સાબિત થાય છે, તો તેને 3 વર્ષ સુધીની જેલ અને 20,000 રૂપિયાના દંડની સજા થઈ શકે છે.

આ પણ  વાંચો -Google Search માં નામ જોઇ Hina Khan નું છલકાયુ દર્દ, કહ્યુ કેન્સરને કારણે...

બોડીગાર્ડની ધરપકડ

હૈદરાબાદમાં નાસભાગ દરમિયાન મહિલાની મોતના કેસમાં અલ્લુ અર્જૂન બાદ તેના પર્સનલ બોડીગાર્ડ સંતોષની પણ ધરપકડ કરવામાં આવી છે. તેલંગાણાના ACP ચિક્કાડપલ્લી (Chikkadpally)એ આ વાતની પુષ્ટિ કરી છે. અલ્લુ અર્જૂનની ધરપકડ બાદ એક્ટરના પિતા અલ્લૂ અરવિંદ અને તેમના ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

મહિલાની મોત મામલો

લસુખનગરમાં રહેતી 39 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રીતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા આવી હતી. આ દરમિયાન ત્યાં નાસભાગ મચી જતા રેવતી અને તેમનું નવ વર્ષનો બાળક નાસભાગમાં બેભાન થયાં હતા. આ પછી પોલીસે તરજ મા-દીકરાને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જેમાં ડૉક્ટરે મૃત ઘોષિત કરી હતી. જ્યારે બાળકની હાલ વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×