કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ગુરુવારે બારડોલીની મુલાકાતે
- કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બારડોલીની મુલાકાતે
- ગુજરાતના ખેડૂતો સાથે કરશે વાર્તાલાપ
- કાર્યક્રમમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે
Shivraj Singh Chouhan: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (ShivrajSingh Chouhan)આવતીકાલે 12 જૂનના રોજ બારડોલી,ગુજરાત ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Pate) પણ ઉપસ્થિત રહેશે.
15 દિવસીય મહાભિયાન 29 મેના રોજ ઓડિશાથી શરૂ થયું
આ 15 દિવસીય મહાભિયાન 29 મેના રોજ ઓડિશાથી શરૂ થયું હતું.આ રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ,શિવરાજ સિંહ ચૌહાણ અત્યાર સુધીમાં ઓડિશા,જમ્મુ,હરિયાણા,ઉત્તર પ્રદેશ,બિહાર,મહારાષ્ટ્ર,ઉત્તરાખંડ,પંજાબ,મધ્ય પ્રદેશ,કર્ણાટક,તેલંગાણા અને દિલ્હીના ખેડૂતો સાથે વાતચીત કરી ચૂક્યા છે.આ શ્રેણીમાં,આવતીકાલે તેઓ ગુજરાતના બારડોલી ખાતે ખેડૂત ભાઈ-બહેનોને મળશે અને તેમની વ્યવહારિક સમસ્યાઓ પર ચર્ચા કરશે.કાર્યક્રમ પૂર્વે કેન્દ્રીય કૃષિ મંત્રી કિસાન ચૌપાલ દ્વારા તેમને અંગત રીતે સાંભળશે.
વૈજ્ઞાનિકોની ટીમો પણ વર્ચ્યુઅલી જોડાશે
આ કાર્યક્રમ દરમિયાન દેશભરના 16 હજાર વૈજ્ઞાનિકોની 2170 ટીમો પણ વર્ચ્યુઅલી જોડાશે.વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમ દ્વારા અત્યાર સુધી 1.8 કરોડ ખેડૂતો સુધી આ ટીમો પહોંચી છે.આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને તેમના ચોક્કસ વિસ્તારની જરૂરિયાતો,આબોહવાની પરિસ્થિતિઓ જમીનની ફળદ્રુપતા ક્ષમતા અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને અદ્યતન ખેતી માટેના સંશોધન વિશે માહિતી આપવામાં આવી રહી છે.
સાથે જ ખેડૂતોની વ્યવહારિક સમસ્યાઓ અને જરૂરિયાતોને સાંભળવા અને તેમના ઉકેલો શોધવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જેથી ભવિષ્યના કૃષિ સંશોધનની દિશા અને નીતિઓ નક્કી કરી શકાય.


