ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Union Budget 2025 : ખેડૂત, વિદ્યાર્થી, કામદારોને બજેટમાંથી શું મળ્યું ? જાણો સરકારની મોટી જાહેરાતો

બજેટમાં, કેન્દ્ર સરકારે દેશનાં નાના શહેરોને 88 એરપોર્ટ સાથે જોડવાની યોજના રજૂ કરી છે.
01:52 PM Feb 01, 2025 IST | Vipul Sen
બજેટમાં, કેન્દ્ર સરકારે દેશનાં નાના શહેરોને 88 એરપોર્ટ સાથે જોડવાની યોજના રજૂ કરી છે.
Gujarat First
  1. કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખથી વધારી રૂપિયા 5 લાખ કરાઈ (Union Budget 2025)
  2. આગામી વર્ષમાં 10 હજાર મેડિકલ સીટ વધારાશે
  3. બજેટમાં પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજનાની જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે સતત આઠમી વખત કેન્દ્રીય બજેટ (Union Budget 2025) રજૂ કર્યું છે. દરમિયાન, તેમણે ઘણી મોટી જાહેરાતો કરી છે. સરકારે બજેટમાં ખેડૂતો, કામદારો, વિદ્યાર્થીઓ અને યુવાનોનું ખાસ ધ્યાન રાખ્યું છે. સાથે જ વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સમાં છૂટ પણ વધારાઈ છે. ચાલો જાણીએ બજેટ સંબંધિત મોટી જાહેરાતો...

પ્રધાનમંત્રી કૃષિ સંપત્તિ યોજના

બજેટમાં પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજનાની (PM Dhan Dhanya Krishi Yojana) જાહેરાત કરી છે. આ યોજના 100 જિલ્લાઓમાં શરૂ થશે. આમાં લગભગ 1.7 કરોડ ખેડૂતોને સામેલ કરવાની યોજના છે. ખેડૂતોને લાંબા અને ટૂંકા ગાળાની લોનની સુવિધા પણ મળશે. સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે. તેની મદદથી, કૃષિ ઉત્પાદકતા વધારવાનો ઉદ્દેશ્ય છે. આ સાથે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને રૂ. 5 લાખ કરાઈ છે. બિહારમાં મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે, જેથી ઉત્પાદન, પ્રોસેસિંગ, મૂલ્ય સંવર્ધનને વેગ મળશે. આમ, મખાનાને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઓળખ મળશે અને આનો સીધો લાભ રાજ્યના લાખો ખેડૂતોને થશે.

મેડિકલ કોલેજમાં બેઠકો વધશે

આગામી વર્ષમાં 10 હજાર મેડિકલ સીટ વધારાશે. IIT પટનાનાં વિસ્તરણની જાહેરાત કરી છે. ઉપરાંત, અન્ય 5 IIT માં એડિશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે. IIT માં 6500 અને મેડિકલ કોલેજોમાં 75,00 બેઠકો વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

યુવાનોને સસ્તી લોન મળશે

સરકારે સ્ટાર્ટઅપ બજેટમાં વધારો કર્યો છે. યુવાનો માટે સસ્તા દરે લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં રમકડાંનું વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં આવશે. અહીં, ઉચ્ચ ગુણવત્તાવાળા પર્યાવરણને અનુકૂળ રમકડાં બનાવવામાં આવશે.શિક્ષણ માટે AI એક્સલેન્સ કેન્દ્રો ખોલવામાં આવશે.

ક્રેડિટ કાર્ડમાં MSME માં રૂ.5 લાખની લિમિટ મળશે

બજેટમાં (Union Budget 2025) MSME સંબંધિત એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર આ ક્ષેત્ર માટે કાર્ડ જારી કરશે. ક્રેડિટ કાર્ડમાં MSME માં રૂ.5 લાખની લિમિટ મળશે. જ્યારે MSME ક્રેડિટ ગેરંટી કવર વધારીને રૂ.10 કરોડ કરાશે. 5 વર્ષમાં 1.50 લાખ કરોડની ક્રેડિટ માટે પણ જોગવાઈ કરાઈ છે. સ્ટાર્ટઅપ્સ માટે લોન 10 કરોડ રૂપિયાથી વધારીને 20 કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચો - Budget 2025 : મહિલાઓ, SC/ST અને પછાત વર્ગ માટે નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત?

નાના શહેરોને એરપોર્ટ સાથે જોડવામાં આવશે

બજેટમાં, કેન્દ્ર સરકારે દેશનાં નાના શહેરોને 88 એરપોર્ટ સાથે જોડવાની યોજના રજૂ કરી છે. 120 જગ્યા માટે ઉડાન સ્કીમની જાહેરાત કરી છે. દેશનાં પર્વતીય વિસ્તારોમાં નાના એરપોર્ટ બનાવાશે. નવી યોજનાથી વધુ 4 કરોડ મુસાફરોને ફાયદો થશે. ઉપરાંત, પટના એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવશે. બિહારમાં નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલશે. આ સાથે બિહારમાં (Bihar) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેક્નોલોજી પણ ખુલશે.

મેડિકલ વિઝાની પ્રક્રિયા સરળ બનશે

કેન્દ્ર સરકાર પર્યટનને પ્રોત્સાહન આપશે. રાજ્યોનાં સહયોગથી 50 પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવશે. તે જ સમયે, મેડિકલ ટુરિઝમ માટે નિયમો હળવા બનાવી વિઝા પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે.

એક લાખ ઘરો બનાવવામાં આવશે

કેન્દ્ર સરકારે જળ જીવન મિશનનો વિસ્તાર કરવાની જાહેરાત કરી છે. પીએમ આવાસ યોજના હેઠળ, 1 લાખ અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે.

200 ડે કેર કેન્સર સેન્ટર ખોલવાની જાહેરાત

આવતા અઠવાડિયે સંસદમાં એક નવું આવકવેરા બિલ આવશે. કેન્સરને હરાવવાનાં ઉદ્દેશ્ય સાથે, સરકારે 200 ડે કેર કેન્સર સેન્ટર ખોલવાની જાહેરાત કરી છે. જ્યારે, વીમા ક્ષેત્રમાં, સરકારે FDI મર્યાદા વધારીને 100 ટકા કરી છે. 6 જીવન રક્ષક દવાઓ પર માત્ર 5 ટકા કસ્ટમ ડ્યૂટી લાગશે. કેન્સરનાં ઉપચારની દવાઓ પણ સસ્તી થશે. બજેટમાં 7 ટેરિક હટાવવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.

પરમાણુ ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરો

નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે 20 હજાર કરોડના બજેટ સાથે પરમાણુ ઊર્જા મિશન (Nuclear Energy Mission) હાથ ધરાશે. પાવર ઉત્પાદન અને કંપનીઓની ક્ષમતમાં વૃદ્ધિ થશે. તેમણે કહ્યું કે, વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવોટ પાવરની જરૂર પડશે. આથી, એટોમિક એનર્જી મિશન શરૂ કરવા ધ્યાન કેન્દ્રીત કરાયું છે. નાના મોડલ રિએક્ટર પર સંશોધન કરાશે.

આ પણ વાંચો - Union Budget 2025: વરિષ્ઠ નાગરિકો માટે કરાઇ મહત્વપૂર્ણ જાહેરાત

આસામમાં યુરિયા પ્લાન્ટ બનાવવામાં આવશે

આસામમાં યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. નામરૂપમાં બનનારા આ પ્લાન્ટની વાર્ષિક ક્ષમતા 12.7 લાખ મેટ્રિક ટન હશે. ઉપરાંત, પૂર્વીય ક્ષેત્રમાં ત્રણ બંધ યુરિયા પ્લાન્ટ ફરીથી ખોલવામાં આવશે. સરકારનાં આ નિર્ણયથી યુરિયાનો પુરવઠો વધારવામાં મદદ મળશે.

કઠોળમાં આત્મનિર્ભરતા માટે 6 વર્ષનો કાર્યક્રમ

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બજેટ રજૂ કરતા સમયે કહ્યું કે, કઠોળમાં આત્મનિર્ભરતા માટે 6 વર્ષનો કાર્યક્રમ તૈયાર કરાયો છે. જે હેઠળ તુવેર, અડદ અને મસૂર પર ધ્યાન કેન્દ્રિત કરાશે. શાકભાજી, ફળોનું ઉત્પાદન વધારવા માટે કાર્યક્રમ યોજાશે. પોષણક્ષ ભાવ સુનિશ્ચિત કરાશે.

ફૂટવેર માટે કેન્દ્રીય બજેટમાં નાણામંત્રીની જાહેરાત

કેન્દ્રીય બજેટમાં (Union Budget 2025) નાણામંત્રીએ (Nirmala Sitharaman) જાહેરાત કરતા કહ્યું કે, લેધર ફૂટવેર માટે યોજના બનાવાશે, જે હેઠળ 22 લાખ રોજગાર, 4 લાખ કરોડનો કારોબારનો લક્ષ્ય છે. 1.10 લાખ કરોડથી વધુની નિકાસની અપેક્ષાઓ છે.

આ પણ વાંચો - Employment/Youth Budget 2025 : જાણો બજેટમાં યુવાનો અને રોજગાર માટે શું જાહેરાત કરવામાં આવી?

Tags :
BiharBreaking News In GujaratiFinance Minister Nirmala SitharamanGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsIncome TaxLatest News In GujaratiNews In GujaratiNuclear Energy Missionpm narendra modiPrime Minister's Dhan Dhanya Krishi YojanaUnion Budget 2025
Next Article