ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસામાં અનેક વિકાસના કાર્યનું કર્યું લોકાર્પણ, પરિવાર સાથે બહુચર માતાના કર્યા દર્શન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર, કલોલ અને માણસા માં અનેક વિકાસ કાર્યોની ભેટ આપી.
08:42 PM Sep 23, 2025 IST | Mustak Malek
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર, કલોલ અને માણસા માં અનેક વિકાસ કાર્યોની ભેટ આપી.
માણસા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર, કલોલ અને માણસામાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. આ પ્રસંગે તેમણે વિવિધ લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.મતક્ષેત્રમાં વિકાસ વધુ વેગવતું બને તે માટે વિકાસના એનેક કાર્યોની ભેટ કેન્દ્રીય મંત્રી અમિત શાહ તરફથી આપવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસા ને  આપી વિકાસની ભેટ

નોંધનીય છે કે આ કાર્યક્રમોની શરૂઆત માણસાએ.પી.એમ.સી.માં સરદાર પટેલ સ્મારકનું  લોકાર્પણ કર્યું. અમિત શાહે અદ્યતન એ.પી.એમ.સી. કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું. આ નવા કાર્યાલયમાં ખેડૂતો માટે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.  આ ઉપરાંત, તેમણે માણસા ખાતે સરસ્વતી શિશુ મંદિરનું લોકાર્પણ પણ કર્યું. જે શિક્ષણ ક્ષેત્રે એક નવી પહેલ છે. આ મંદિર બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડશે અને તેમના સર્વાંગી વિકાસમાં મદદ કરશે.

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે બહુચર માતાના  દર્શન કર્યા

વિકાસના આ કાર્યો બાદ અમિત શાહે માણસાના પ્રસિદ્ધ બહુચર માતાના મંદિરે સહપરિવાર દર્શન કર્યા હતા. તેમણે માતાજીની આરતી ઉતારી અને દેશની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી. તેમનો આ પ્રવાસ માણસા, કલોલ અને ગાંધીનગરના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે. આનાથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને આ વિસ્તારના સર્વાંગી વિકાસ વધુ વેગવતું બનશે.

આ પણ વાંચો:     Surat : સિવિલમાં બળાત્કારનાં આરોપી આસારામની પૂજા-આરતી થઈ, Video વાઇરલ

Tags :
APMCBahuchar Mata templedevelopment projectsGandhinagarGujarat FirstInaugurationKalolMansaSaraswati Shishu MandirUnion Home Minister Amit Shah
Next Article