Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Union Home Minister Amit Shah 3 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

રાત્રે Amit Shah  અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા આજે સવારે 10:30 વાગ્યે તેમના વતન ગાંધીનગરના માણસા ખાતે જશે સાંજે છ વાગ્યા બાદ તેઓ અમદાવાદ ખાતે પરત ફરશે Union Home Minister Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ...
union home minister amit shah 3 દિવસના ગુજરાત પ્રવાસે  જાણો સમગ્ર કાર્યક્રમ
Advertisement
  • રાત્રે Amit Shah  અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા
  • આજે સવારે 10:30 વાગ્યે તેમના વતન ગાંધીનગરના માણસા ખાતે જશે
  • સાંજે છ વાગ્યા બાદ તેઓ અમદાવાદ ખાતે પરત ફરશે

Union Home Minister Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah ભીડ ભંજન હનુમાન મંદિરના દર્શને પહોંચ્યા હતા. સુભાષચોક ખાતે આવેલા મંદિરે અમિત શાહે દર્શન કર્યા છે. રક્ષા બંધનના પર્વને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાત પ્રવાસે છે.

8, 9 અને 10 ઓગસ્ટના 3 દિવસીય અમિત શાહ ગુજરાત પ્રવાસે

8, 9 અને 10 ઓગસ્ટના 3 દિવસીય Amit Shah ગુજરાત પ્રવાસે છે. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રીના વતન માણસામાં હેરિટેજ નિવાસસ્થાન બનશે. ગુજરાત પ્રવાસે આવેલા ગૃહમંત્રી અમિત શાહ ભૂમિપૂજન કરશે. આજે રક્ષાબંધનના દિવસે પરિવારજનોની હાજરીમાં ભૂમિપૂજન કરાશે. માણસામાં પૂર્વજોના ઘરને દોઢ વર્ષ પહેલાં જમીનદોસ્ત કરાયું હતુ. જૂના ઘરમાંથી હેરિટેજ નકશીકામને કાઢી નવા ઘરમાં પુનઃસ્થાપિત કરાશે. 1થી 2 વર્ષમાં પિતૃક ગામ માણસામાં નવા ઘરના નિર્માણનું આયોજન છે.

Advertisement

રાત્રે Amit Shah અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા

ઉલ્લેખનીય છે કે રાત્રે અમિત શાહ ( Amit Shah )અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદ આવ્યા બાદ મેમનગર પાસે સુભાષચોક ખાતે આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા છે. જેમાં ગૃહ મંત્રીએ હનુમાનજીના મંદિરે દર્શન કર્યા ત્યાર બાદ સીધા તેઓ થલતેજ ખાતેના પોતાના નિવાસ્થાને પહોંચ્યા હતા. જેમાં આજે 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સવારે 10:30 વાગ્યે તેમના વતન ગાંધીનગરના માણસા ખાતે જશે. વતનમાં આવેલા તેમના જૂના મકાનના રીનોવેશનના ખાતમુહૂર્તના પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે છ વાગ્યા બાદ તેઓ અમદાવાદ ખાતે પરત ફરશે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં રહેશે. બાદમાં સાંજે 5:30 વાગ્યાની આસપાસ તેઓ દિલ્હી જવા રવાના થશે.

Advertisement

નાગર સમાજની વાડીમાં બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન પણ  Amit Shah સહ પરિવાર દ્વારા કરાવવામાં આવશે

 Amit Shah માણસામાં પોતાના નિર્માણાધીન મકાનનું ખાતમુહૂર્ત કરવાના છે. માદરે વતનમાં અમિત શાહ ( Amit Shah ) ના આગમનને લઈને સ્થાનિકોમાં ઉત્સાહ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ તેમના કુળદેવી બહુચર માતાના મંદિરે દર્શન પણ કરશે. ખાતમુહૂર્ત પ્રસંગે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ નાગર સમાજની વાડીમાં બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન પણ સહ પરિવાર દ્વારા કરાવવામાં આવશે.

આ પણ વાંચો: Raksha Bandhan 2025 Shubh Muhurt: રક્ષાબંધન પર લગભગ સાડા સાત કલાકનો શુભ મુહૂર્ત, રાહુકાલમાં રાખડી બાંધવાનું ટાળો

Tags :
Advertisement

.

×