Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah ગુજરાતની મુલાકાતે,BAPS આયોજિત કાર્યકર્તા સંમેલનમાં રહેશે હાજર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે BAPSના 'કાર્યકર્તા સ્વર્ણ જયંતિ મહોત્સવ'માં હાજરી આપશે અમદાવાદના બોડકદેવમાં ગ્લોબલ હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન Amit shah in Gujarat- કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah ગુજરાતની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...
કેન્દ્રીય ગૃહમંત્રી amit shah ગુજરાતની મુલાકાતે baps આયોજિત કાર્યકર્તા સંમેલનમાં રહેશે હાજર
Advertisement
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે
  • અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે
  • BAPSના 'કાર્યકર્તા સ્વર્ણ જયંતિ મહોત્સવ'માં હાજરી આપશે
  • અમદાવાદના બોડકદેવમાં ગ્લોબલ હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન

Amit shah in Gujarat- કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah ગુજરાતની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, આ કાર્યક્રમો ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં યોજાનાર છે.

હોસ્પિટલના લોકાર્પણમાં આપશે હાજરી

જેમાં સૌ પ્રથમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ આજે રોજ સિંધુ ભવન રોડ પર આવેલ અને બોડકદેવ ખાતે તૈયાર થયેલી ગ્લોબલ હોસ્પિટલ ના લોકાર્પણ પ્રસંગમાં હાજરી આપશે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું અમિત શાહ અમદાવાદ વાસીઓને ભેટ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે હોસ્પિટલનું લોકાર્પણ કરશે તેમાં ગેસ્ટ્રોલોજી, કાર્ડિયોલોજી, પ્લાસ્ટિક સર્જરી, રેડિયોલોજી, ડેન્ટલ અને પેથોલોજી સહિતની સુવિધા પૂરી પાડતી હોસ્પિટલ છે.

Advertisement

આ પણ  વાંચો -અરવલ્લીમાં ધાર્મિક સ્થાને જૂથ અથડામણ થઈ, અનેક લોકોને ગંભીર ઈજા પહોંચી

Advertisement

BAPSમાં કાર્યક્રમમાં આપશે હાજરી

બીજા કાર્યક્રમની વાત કરીએ તો BAPS સંસ્થાન દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendramodistadium )ખાતે યોજવાનો છે. જેમાં BAPS દ્વારા આધુનિક ટેકનોલોજી યુક્ત 1800 લાઈટ, 30 પ્રોજેક્ટર અને 2000થી વધુ સ્વયંસેવકો પરફોર્મન્સના વિરલ સમન્વયનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે. સાથે સાથે સનાતન સંસ્કૃતિના જતન માટે સમાજ માટે નિસ્વાર્થ સેવાભાવી કાર્ય કરનાર પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મદિવસે ભાવાંજલિ આપવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં BAPSનો આ સમગ્ર કાર્યક્રમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજવાનો છે.

આ પણ  વાંચો -Hit And Run થી નિવૃત્ત પોલીસકર્મીનું મોત, કોન્સ્ટેબલનું ટેન્કરની અડફેટે મોત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે

આ ઉપરાંત વધુ એક સ્વૈચ્છિક સંસ્થાના કાર્યક્રમમાં પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહભાગી થવાના છે. આમ અમદાવાદમાં આયોજિત મુખ્ય ત્રણ કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજવાના છે. આ ત્રણેય કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ દિલ્હી જવા રવાના થશે. જેમાં એક દિવસના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ છે

Tags :
Advertisement

.

×