Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GST દરમાં સુધારાને કેન્દ્રીય મંત્રી CR Patil એ આવકાર્યો : લોકોને સરળતા અને સસ્તી વસ્તુઓની ભેટ!

GSTના દરમાં સુધારાને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે આવકાર્યું, પીએમ મોદીના કર્યા વખાણ
gst દરમાં સુધારાને કેન્દ્રીય મંત્રી cr patil એ આવકાર્યો   લોકોને સરળતા અને સસ્તી વસ્તુઓની ભેટ
Advertisement
  • GSTના દરમાં સુધારાને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે આવકાર્યું
  • GSTમાં સુધારાથી લોકોને સરળતા થઈઃ સી.આર. પાટીલ
  • 4 પૈકી 2 પ્રકારના GST દર નાદૂબ કરી દેવાયાઃ સી.આર. પાટીલ
  • સરળ, ન્યાયસંગત અને વિકાસલક્ષી GST માળખુંઃ સી.આર. પાટીલ
  • જીવન જરૂરિયાતની વસ્તુઓ પર GSTનો દર નાબૂદ કરાયો
  • અનાજ, દવા જેવી જરૂરી ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટાડી દેવાયો
  • PM નરેન્દ્ર મોદીએ લોકહિતમાં ઝડપી અને મક્કમ પગલાં લીધા
  • નવા GST દરથી અનેક વસ્તુઓ સસ્તી થશેઃ સી.આર.પાટીલ

ગાંધીનગર : કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે ( CR Patil ) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં નવેસરથી કરાયેલા સુધારાને લોકો માટે "ઐતિહાસિક" અને "વિકાસલક્ષી" ગણાવીને ઉમળકાભેર આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે, આ સુધારાઓ દ્વારા GSTનું માળખું વધુ સરળ, ન્યાયસંગત અને વિકાસલક્ષી બન્યું છે, જેનો લાભ સામાન્ય નાગરિકો, ખેડૂતો, નાના વેપારીઓ અને ઉદ્યોગોને મળશે. આ સુધારાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની "આત્મનિર્ભર ભારત" અને "ઇઝ ઓફ લિવિંગ"ની દિશામાં એક મહત્વનું પગલું છે. પ્રેસ કોન્ફ્રન્સ કરીને સી.આર. પાટીલે જીએસટી વિશે પણ માહિતી આપી હતી.

GSTના નવા દર : શું થશે સસ્તું?

સી. આર. પાટીલે જણાવ્યું કે, GSTના ચાર દરો (5%, 12%, 18%, અને 28%)ને ઘટાડીને માત્ર બે મુખ્ય દરો 5% અને 18%નું સરળ માળખું અમલમાં મૂકવામાં આવ્યું છે, જ્યારે ખાસ "સિન ગુડ્સ" (જેમ કે તમાકુ) માટે 40%નો નવો દર રજૂ કરાયો છે. આ ઉપરાંત, જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ જેમ કે અનાજ, દવાઓ, પનીર, રોટલી, અને જીવન રક્ષક દવાઓ પર GST ને શૂન્ય (0%) કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, રોજિંદા ઉપયોગની વસ્તુઓ જેમ કે હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, સાયકલ, રસોડાના વાસણો, નમકીન, ભુજિયા, બટર, ઘી, અને ચોકલેટ જેવી વસ્તુઓ પર GSTને 12% કે 18%થી ઘટાડી 5% કરાયો છે.

Advertisement

આ પણ વાંચો- Mahisagar : તાત્રોલીનાં હાઈડ્રો પ્રોજેક્ટમાં મહી નદીનાં પાણી ઘૂસતા 5 ડૂબ્યા હોવાની આશંકા

Advertisement

આ સાથે ઓટોમોબાઇલ ક્ષેત્રે પણ મોટી રાહત આપવામાં આવી છે. 1200 સીસીથી નીચેની પેટ્રોલ અને હાઇબ્રિડ કાર, 1500 સીસીથી નીચેની ડીઝલ કાર, ત્રણ પૈડાંવાળા વાહનો, અને 350 સીસી સુધીની મોટરસાયકલ પર GST ને 28%થી ઘટાડી 18% કરાયો છે. ખેતી માટેના ટ્રેક્ટર પર પણ GST 12%થી ઘટાડી 5% કરવામાં આવ્યો છે, જેનાથી ખેડૂતોને મોટો ફાયદો થશે.

સી. આર. પાટીલનું નિવેદન

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લોકહિતમાં ઝડપી અને મક્કમ પગલાં લઈને GSTના દરોમાં સુધારો કર્યો છે. આ નવા દરોથી જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થશે અને સામાન્ય નાગરિકો, ખેડૂતો, મધ્યમ વર્ગ, MSME, અને મહિલાઓ-યુવાનોને રાહત મળશે. આ સુધારાઓ આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ મજબૂત કરશે." તેમણે વધુમાં કહ્યું કે, આ સુધારાઓ નવરાત્રિના પહેલા દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે, જે લોકો માટે એક ઉત્સવની ભેટ સમાન છે.

આ સુધારાઓથી રોજિંદા ઉપયોગની વસ્તુઓ, ઘરગથ્થુ ઉપકરણો (જેમ કે એસી, ટીવી, ફ્રિજ), અને ઓટોમોબાઇલ્સ સસ્તા થશે, જેનાથી ગુજરાતના મધ્યમ વર્ગના લોકોની ખરીદશક્તિ વધશે. લોકોએ આ સુધારાઓને "નવરાત્રીની ભેટ" ગણાવી અને વડાપ્રધાન મોદી તેમજ નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર માન્યો છે. એક્સ પર એક યુઝરે લખ્યું, "GSTના નવા દરોથી રોજિંદી વસ્તુઓ સસ્તી થશે, જે ગુજરાતના નાના વેપારીઓ અને ખેડૂતો માટે મોટી રાહત છે. મોદીજીએ ખરેખર લોકોનું ભલું વિચાર્યું!"

આ નવા GST દરો 22 સપ્ટેમ્બર, 2025થી એટલે કે નવરાત્રીના પ્રથમ દિવસથી અમલમાં આવશે. આ સુધારાઓથી સરકારને ટૂંકા ગાળામાં આશરે ₹48,000 કરોડની આવકનું નુકસાન થઈ શકે છે, પરંતુ વધેલા વપરાશ અને બહેતર ટેક્સ અનુપાલનથી આ નુકસાનની ભરપાઈ થશે એવો વિશ્વાસ સરકારે વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં આ સુધારાઓથી કૃષિ આધારિત વિસ્તારોમાં ખેડૂતો અને નાના વેપારીઓને નોંધપાત્ર ફાયદો થશે, જે રાજ્યની અર્થવ્યવસ્થાને વેગ આપશે.

આ પણ વાંચો- Amreli : બાબરાના કોટડાપીઠામાં ખાનગી સ્કૂલના શિક્ષક શૈલેષ ખૂંટની શરમજનક હરકત, સગીર વિદ્યાર્થીઓ સાથે કુચેષ્ટા!

Tags :
Advertisement

.

×