ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Valsad માં અનોખું રેસ્ક્યૂ : કરંટ લાગતા ધામણ સાપને CPR આપીને કર્યો જીવતો – મુકેશ વાયડ બન્યા ‘સાપના દેવદૂત’!

Valsad : વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નોનાપોંઢા ગામ પાસે આવેલા આમધામ વિસ્તારમાં એક અદ્ભુત અને હૃદયસ્પરસ ઘટના બની હતી. વીજપોલ પર ચઢેલા એક મોટા ધામણ સાપને હાઇ-વોલ્ટેજ કરંટ લાગતા તે ૧૫ ફૂટની ઊંચાઈએથી ધડામ કરતો જમીન પર પટકાયો અને બેભાન થઈ ગયો હતો. લોકો તો સાપને મૃત જ સમજીને ડરી ગયા પરંતુ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના સ્વયંસેવક મુકેશ વાયડે હાર માની નહતી. તેમણે સાપને 25-30 મિનિટ સુધી CPR (કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન) આપીને તેના એકવાર ફરીથી તેના ધબકારા ચાલું કર્યા હતા.
03:44 PM Dec 04, 2025 IST | Mujahid Tunvar

Valsad : વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નોનાપોંઢા ગામ પાસે આવેલા આમધામ વિસ્તારમાં એક અદ્ભુત અને હૃદયસ્પરસ ઘટના બની હતી. વીજપોલ પર ચઢેલા એક મોટા ધામણ સાપને હાઇ-વોલ્ટેજ કરંટ લાગતા તે 15 ફૂટની ઊંચાઈએથી ધડામ કરતો જમીન પર પટકાયો અને બેભાન થઈ ગયો હતો. લોકો તો સાપને મૃત જ સમજીને ડરી ગયા પરંતુ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના સ્વયંસેવક મુકેશ વાયડે હાર માની નહતી. તેમણે સાપને 25-30 મિનિટ સુધી CPR (કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન) આપીને તેના એકવાર ફરીથી તેના ધબકારા ચાલું કર્યા હતા.

મુકેશભાઈ વાયડે જણાવ્યું, “સાપ 15 ફૂટ ઊંચા વીજપોલ પરથી પડ્યો હતો અને કરંટનો ઝટકો લાગવાથી તેનું શ્વાસોચ્છવાસ બંધ થઈ ગયો હતો. હું તુરંત ત્યાં પહોંચ્યો અને સાપની છાતી પર હળવા હાથે દબાણ કરીને CPR શરૂ કર્યું. લગભગ 28 મિનિટ પછી સાપે ધીમે ધીમે શ્વાસ લેવાનું શરૂ કર્યું અને છેવટે સજીવન થઈ ગયો હતો.” આ પછી ટીમે સાપને સુરક્ષિત રીતે પકડીને નજીકના જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો.

આ ધામણ સાપ લગભગ 7 ફૂટ લાંબો હતો અને બિન-ઝેરી હોવાથી સ્થાનિકોમાં પણ રાહતનો શ્વાસ લીધો હતો. મુકેશ વાયડ છેલ્લા 15 વર્ષથી વન્યજીવન રેસ્ક્યૂનું કામ કરે છે અને અત્યાર સુધીમાં 500થી વધુ સાપો તથા અન્ય પ્રાણીઓનો જીવ બચાવી ચૂક્યા છે. તેમણે કહ્યું, “સાપ પણ જીવ છે. જો સમયસર CPR આપવામાં આવે તો ઘણા પ્રાણીઓનો જીવ બચી શકે છે.”

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો મુકેશભાઈને “સાપનો ડૉક્ટર” અને “જીવદયાનો દેવદૂતો” જેવા નામ આપીને વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો- Gujarat Bomb threat: ગુજરાત હાઈકોર્ટ તથા ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી

Tags :
Dhaman RescueGujarat FirstJeev dayaMukesh WayedSnake CPRsnake rescueValsadValsad RescueValsad Wild life
Next Article